ગઢડા તાલુકાના ઢસા જં મા આવેલ બંસીધર જિનિંગ મિલ મા આજે કોંગ્રેસ પક્ષ ની મિટિંગ યોજવામાં આવી

ગઢડા,

ઢસા જં મા આવેલ કોંગ્રેસ ની પબ્લિક ભાવનગર બોટાદ વિસ્તૃત કારોબારી બેઠક યોજવામાં આવી છે. જેમાં વિરોધ પક્ષ ના નેતા પરેશભાઈ ધાનાણી, અમિતભાઇ ચાવડા ગુજરાત અધ્યક્ષ હાર્દિક ભાઈ પટેલ તેમજ લાઠી ધારાસભ્ય વીરજીભાઈ ઠુંમ્મર તેમજ આજુબાજુ ના કોંગ્રેસ કાર્યકર્તા હાજરી આપી હતી જેમાં દરેક આજુબાજુ ના ગ્રામ્યજનો એ હાજર રહ્યા હતા. જેનું આયોજન ઢસા જં રેલવે સ્ટેશન રોડ ગોપાલ જિન ની સામે આવેલ બંસીધર મિલ મા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ મા મુદ્દા પેલો ઠરાવ ખેડૂતોને સંપૂર્ણ દેવા માફી અને પાક વીમો 2016 થી 2020 સુધીનો વીમો ચૂકવવા ઠરાવ નક્કી કર્યો. આરોગ્ય બાબત સેવા અને મફત સુવિધા આપવાનો ઠરાવ અને શિક્ષણ ફી માફી માટે રોડ રસ્તા ની રીપેરીંગ અને નવા રોડ રસ્તા બનાવી આપવા માટે ઠરાવ માસ્ક નહિ પહેરવા માટેનો 1000 દંડ કાયમી ધોરણે માફી તમામ બાબત ના ઠરાવ આજની કારોબારી મિટિંગ મા લેવામાં આવ્યા છે તમામ જાત ની ચર્ચાઓ કરવામાં આવી હતી આ આયોજન મા હિંમતભાઇ કટારીયા તેમજ ઢસા તેમજ આજુબાજુ ના કોંગ્રેસ કાર્યકરતા ઓ આવવા વાળા ગ્રામજનો નો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો છે.

રિપોર્ટર : આસિફ રાવાણી, ઢસા

Related posts

Leave a Comment