સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આગામી ૪૮ કલાક દરમીયાન ભારે થી અતિભારે વરસાદની શક્યતા

અંબાજી,

સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આગામી ૪૮ કલાક દરમીયાન ભારે થી અતિભારે વરસાદની શક્યતા છે એ મુજબ જિલ્લાના નાગરિકો ને બનાસકાંઠા જિલ્લા કલેકટર દ્વારા જરૂરી તકેદારી રાખવા તેમજ સહાય માટે જિલ્લા કંટ્રોલ રૂમના જણાવેલ નંબર પર સંપર્ક કરવા વિનંતી કરી છે. (૦૨૭૪૨)૨૫૦૬૨૭
ગત રોજ ખાતે વહેલી સવારે ૬ વાગ્યાના સુમારે વરસાદ પાડવાનો શરૂ થયો હતો.

વહેલી સવારે ૬ વાગ્યા થી લઈને બપોરના ૧૨ વાગ્યા સુધી એક ધારો વરસાદ પડ્યો હતો. અંબાજી મંદિરમાં આવેલી દુકાનો માં પાણી ભરાયા હતા તેમજ બજારના નીચાણવાળા વિસ્તારમાં અને પોલીસ સ્ટેશન વિસ્તારના રસ્તા પર પણ પાણી ભરાયા હતા અને અમુક નીચાણવાળા વિસ્તારો માં પણ પાણી ભરાયા હતા અંબાજી માં ભારે વરસાદ પડવાથી લોકોને મુશ્કેલીઓ નો સામનો કરવો પડ્યો હતો.

રિપોર્ટર : બિપિન સોલંકી, અંબાજી

Related posts

Leave a Comment