બાલમાનસ આધારિત શિક્ષણ પદ્ધતિથી ભણાવતા શિક્ષક રમેશભાઈ બારડને સન્માનિત કરાયા

હિન્દ ન્યુઝ, ભાવનગર

ભાવનગર જિલ્લા શિક્ષણ સમિતિના ઇનોવેટિવ શિક્ષક રમેશ બારડને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા રાજ્યકક્ષાનો “શ્રી રમણભાઈ પટેલ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ” એનાયત કરવામાં આવ્યો હતો.

શિક્ષણની સંભાવના દરેક વ્યક્તિ-વ્યક્તિએ અલગ હોય છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં ઇનોવેટીવ શિક્ષક દંપતિમાંથી રમેશભાઈ બારડને બાલમાનસ આધારિત શિક્ષણ પદ્ધતિથી બાળસમર્પિત કાર્યને ધ્યાને લઈ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા શિક્ષણક્ષેત્રે અપાતો રાજ્યકક્ષાનો “શ્રી રમણભાઈ પટેલ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ” અમદાવાદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર પ્રોફેસર પંકજ ચંદ્રાના હસ્તે એનાયત થયો.

 રમેશભાઈ બારડ શિક્ષણમાં ઇનોવેશન માટે જાણીતા છે. ગિજુભાઈ બધેકા, મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિ અને નાનાભાઈ ભટ્ટના વિચારોને આધુનિક સ્વરૂપે બાળકો સમક્ષ સરળ અને સહજ રીતે રજૂ કરવામાં વિશેષ આવડત ધરાવે છે. તેઓ સુપ્રસિદ્ધ લોકભારતી યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી છે. તેઓએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગ્રામદક્ષિણા મૂર્તિ લોકશાળા આંબલામાં મેળવ્યું છે. ખાદી, શ્રમકાર્ય, ગાંધી વિચારો, અને કેળવણીના સિધ્ધાંતો ની છાપ તેમનાં શિક્ષણ કાર્યમાં દેખાય છે.

 રમેશભાઈ બારડના શિક્ષણમાં નોંધપાત્ર યોગદાન, નવીન શિક્ષણ પદ્ધતિઓ અને તેમનાં વિદ્યાર્થીઓની સફળતા માટે તેઓની અતૂટ પ્રતિબદ્ધતા પ્રકાશિત કરે છે. તેમનું શિક્ષણ કાર્ય નવાં અભિગમ સાથે નવી તકનીકોને અપનાવવામાં આવે છે, જે આનંદપ્રદ ક્રિયા પ્રતિક્રિયા કરે છે. રમેશભાઈ અને શ્રીમતી શીતલબેન ભટ્ટી ઇનોવેટિવ દંપતિ તરીકે એકસાથે એવોર્ડ સ્વીકાર્યો હતો.

ધ રમણભાઈ પટેલ એ.એમ.એ.-સેન્ટર ફોર એક્સેલેન્સ ઇન એજ્યુકેશન દ્વારા આયોજિત આ એવોર્ડ સમારંભમાં ચીફ ગેસ્ટ તરીકે પ્રોફેસર પંકજ ચંદ્રા, એ.એમ.એ. સેન્ટરના થોમસ જોશ, દિવ્યેશ રાડિયા, ડો. સાવન ગોડિયાવાલા, ઉન્મેષ દીક્ષિત, જ્યોર્જ વારુગેસ તેમજ અંદાજિત ૨૦૦ જેટલા બિઝનેસમેન અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યાં હતાં. રમેશભાઈ બારડને એક્સીલેન્સ ઈન એજ્યુકેશન માટે આ એવોર્ડ પ્રાપ્ત થયો છે. જે શિક્ષણ જગત માટે ખૂબ ગૌરવશાળી ઘટનાં છે. તેઓને ફાધર્સ ડે ની પૂર્વ સંધ્યાએ એચ.ડી. પારેખ હોલમાં ફ્લાવર બુકે, અતિ આકર્ષક ટ્રોફી, સર્ટિફિકેટ અને રૂપિયા ૨૫૦૦૦/- ની ધનરાશી નો ચેક અર્પણ થયો હતો.

Related posts

Leave a Comment