જિલ્લાના નાગરિકોમાં યોગ જાગૃતિ અંતર્ગત મહેસાણા ખાતે વિશ્વ યોગ દિવસ નિમિત્તે બાઈક રેલી યોજાઈ

હિન્દ ન્યુઝ, અમદાવાદ

આગામી ૨૧ જૂન ૨૦૨૩ ના રોજ “એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય”ની થીમ પર વિશ્વ યોગ દિવસની દેશભરમાં ઉજવણી થનાર છે .જે અંતર્ગત મહેસાણા જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા બાઈલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ બાઈક રેલીને જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગીના વરદ હસ્તે લીલીઝડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છેકે મહેસાણા જિલ્લામાં પોલીસ હેડ ક્વાટર્સ ખાતે સવારે 05-45 કલાકથી યોગ દિવસની ઉજવણી થનાર છે.

આ ઉપરાંત આઇકોનીક સ્થળોમાં શર્મિષ્ઠા તળાવ અને સાર્વજનિક સ્કુલ સહિત જિલ્લાના અન્ય ત્રણ હજાર જેટલા સ્થળોએ થનાર યોગ દિવસની ઉજવણીમાં 06 લાખથી વધુ યોગ સાધકો જોડાનાર છે. મહેસાણા પોલીસ વિભાગ દ્વારા આયોજીત બાઇક રેલી પોલીસ પરેડ ગ્રાઉન્ડથી શરૂ થઇ રાધનપુર ચાર રસ્તા, મોઢેરા ચાર રસ્તા, ભમ્મરિયા નાળા, તોરણવાળી માતા, પરા ટાવર, સમર્પણ ચોક, હૈદરી ચોક, ઝૂલેલાલ ચોક, રક્ષાશક્તિ સર્કલથી પોલીસ પરેડ ગ્રાઉન્ડ પરત ફરી હતી. મહેસાણા જિલ્લાના પોલીસ કર્મયોગીઓ 07.05 કિલોમીટરની બાઇક રેલી શહેરના રાજમાર્ગો પર ફરી લોકોમાં જાગૃતિ અંગે પ્રયાસો હાથ ધર્યા હતા. વિશ્વ યોગ દિવસની જાગૃતિ માટે આ રેલી યોજાઈ હતી. આ બાઈક રેલીમાં પોલીસ વિભાગના અધિકારીઓ,કર્મચારીઓ,યોગ સાધકો જોડાયા હતા. આ અવસરે નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક દેસાઇ, જિલ્લા રમત ગમત અધિકારી વિરલ ચૌધરી, પોલીસ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment