રેડિયોલોજીકલ એન્ડ ઇમેજિંગ એસોસિએશન સુરત તેમજ રેડિયોલોજી ડિપાર્ટમેન્ટ મેડિકલ કોલેજ દ્વારા એક દિવસીય સોનોગ્રાફી સેમિનારનું આયોજન કરવામાં આવેલ

હિન્દ ન્યુઝ, સુરત 

     તારીખ ૨૭-૦૮-૨૦૨૩ ના રોજ સ્મીમેર મેડિકલ કોલેજ ના રેડિયોલોજી ડિપાર્ટમેન્ટ ખાતે સુરત શહેરના તેમજ દક્ષિણ ગુજરાતના રેડિયોલોજિસ્ટ માટે એક દિવસીય પેરિનિયલ ઇમેજીંગ અંગે સેમિનારનું આયોજન કરવામાં આવેલ. આ અંગે વધુ માહિતી આપતા રેડિયોલોજીકલ એન્ડ ઇમેજિંગ એસોસિયેશન સુરતના પ્રમુખ ડો. ઉદય સુરાના એ જણાવેલ કે સુરત શહેર તેમજ દક્ષિણ ગુજરાતના રેડિયોલોજીસ્ટ માટે સોફ્ટ ટિસ્યુ સોનોગ્રાફી તેમજ પેરીનિયલ સોનોગ્રાફી માં થયેલ નવી નવી વિવિધ ટેકનોલોજી તેમજ આ ટેકનિક દ્વારા વિવિધ રોગોનું સોનોગ્રાફી દ્વારા નિદાન થઈ શકે તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ.

આ સેમિનારનું આયોજન રેડિયોલોજીકલ એન્ડ ઇમેજિંગ એસોસિયેશન સુરતના સેક્રેટરી ડો. પ્રજ્ઞેશ વાઘેલા અને સેમિનારના ઓર્ગેનાઇઝિંગ ચેરપર્સન અને ઇન્ડિયન રેડિયોલોજી એન્ડ ઇમેજિંગ એસોસિએશન ગુજરાતના પ્રમુખ શ્રીમતી મોના શાસ્ત્રી ના માર્ગદર્શન હેઠળ સેમિનારના ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી ડો. ધારા શાહ અને જોઈન્ટ ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી ડો .હિતેશ લુખી દ્વારા કરવામાં આવેલ.

સેમિનારના મુખ્ય મહેમાન તરીકે ડો. એસ.એન.બસર ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારમાં જીએમસી નિરીક્ષક તરીકે ડો .નેહલ દિવાનજી એ ખાસ હાજરી આપી હતી.

સેમિનારના મુખ્ય વક્તા તરીકે શહેરના નામાંકિત રેડિયોલોજીસ્ટ ભાવિન પટેલ, ડો. હિતેશ લુખી, ડો. ભાવિક મેવાડા, ડો. વિરાટ વાઘેલા દ્વારા વિવિધ વિષયો પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવેલ. સેમિનારમાં શહેરના નામાંકિત રેડિયોલોજિસ્ટ ડો નવીન પટેલ, ડો કુમાર વકીલ, ડો. નિમિત્ત દેસાઈ તેમજ અન્ય રેડિયોલોજીસ્ટ ઉપસ્થિત રહ્યા હતા તેમજ વલસાડ, નવસારી, વાપી ના રેડિયોલોજીસ્ટ મળીને કુલ ૧૧૦ જેટલા રેડીયોલોજીસ્ટ એ આ સેમિનાર નો લાભ લીધેલ હતો.

Related posts

Leave a Comment