નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાંથી પ્રતિભાવંત ખેલાડીઓ શોધવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “ટેલેન્ટ હન્ટ” પ્રોગ્રામ હાથ ધરાયો

હિન્દ ન્યુઝ, રાજકોટ 

     રાજકોટ મહાનગરપાલિકા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓ ખાતે આશરે ૩૦,૦૦૦થી વધુ વિધાર્થીઓ અભ્યાસ કરે છે. આ વિધાર્થીઓમાં રમતગમત પ્રત્યે ખુબજ અનેરો ઉત્સાહ જોવા મળે છે તેમજ ભવિષ્યના સારા સ્પોર્ટસ પર્સન બનવાનો અવકાશ પણ રહેલો છે પરંતુ તેઓની આર્થિક મર્યાદાને લીધે તેઓ રમત ગમત ક્ષેત્રે આગળ વધી શકતા નથી. શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓના પ્રતિભાવંત છાત્રોને રમતગમત ક્ષેત્રે આગળ ધપવા યોગ્ય મંચ મળી રહે અને તેઓ રાજકોટનું ગૌરવ વધારે તેવા આશય સાથે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “ટેલેન્ટ હન્ટ” પ્રોગ્રામ હાથ ધરવામાં આવેલ છે. આ પ્રોગ્રામ હેઠળ છાત્રોને સીલેકટ કરી જે-તે રમતની તાલીમ આપવામાં આવશે. હાલ, ટેલેન્ટ હન્ટ પ્રોગ્રામ હેઠળ શાળા કક્ષાએ છાત્ર પસંદગીની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે, તેમ મેયર ડૉ. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનર આનંદ પટેલ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમભાઈ પુજારાએ એક સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું.

 

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્ષ સંકુલ ખાતે વૈશ્વિક કક્ષાની રમતગમત સુવિધાઓનું નિર્માણ કરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓના વિધાર્થીઓ પૈકી પોટેન્શિયલ ધરાવતા છાત્રોનું સીલેકશન કરી, એસોસિએશનના કોચીસ દ્વારા તેઓને તાલીમ આપવામાં આવે તો ખુબજ સારા ખેલાડીઓ તૈયાર થઇ શકે તેમ છે. આ ખેલાડીઓ ભવિષ્યમાં રાજકોટનું રાજય, દેશ તથા વૈશ્વિક કક્ષાએ પ્રતિનિધિત્વ કરે તે સંભવ બનશે.

ટેલેન્ટ હન્ટ પ્રોગ્રામમાં ફુટબોલ, હોકી, બેડમિન્ટન, ક્રિકેટ, એથ્લેટીકસ, સ્વીમીંગ, બાસ્કેટ બોલ, વોલીબોલ જેવી રમતોનો સમાવેશ કરવામાં આવેલ છે. આ ૦૮ સ્પોર્ટસમાં પ્રત્યેક સ્પોર્ટસ દીઠ ૪૦ ખેલાડીઓ (અંડર-૧૦ ભાઇઓ ૧૦ + અંડર-૧૪ ભાઇઓ ૧૦ = કુલ ૨૦ ભાઇઓ તથા અંડર-૧૦ બહેનો ૧૦ + અંડર-૧૪ બહેનો-૧૦ = કુલ ૨૦ બહેનો) સીલેકટ થશે. આમ તમામ ૦૮ સ્પોર્ટસમાં અંડર ૧૦ અને અંડર ૧૪ના કુલ મળીને ૩૨૦ ખેલાડીઓ સીલેકટ થશે

ખેલાડીઓના ફાઇનલ સીલેકશન પુર્વે શાળા કક્ષાએ સીલેકશન પ્રક્રિયા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા હાથ ધરવામાં આવેલ છે. જેમાં નીચે દર્શાવેલ ક્રાયટેરિયા ધ્યાને લેવામાં આવશે.

ઉપરોકત તમામ ટેસ્ટ ફકત કવોલીફાઇંગ રહેશે. જે પુરી કરનાર તમામ વિધાર્થીઓ આગળના સ્ટેજ માટે કવોલીફાય ગણાશે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કક્ષાએ યોજાયેલ ટેસ્ટમાં કવોલીફાઇ થયેલ વિધાર્થીઓની ફાઇનલ સીલેકશન પ્રક્રિયા રાજકોટ મહાનગરપાલિકા સ્પોર્ટસ ડીપાર્ટમેન્ટ દ્વારા બેટરી ટેસ્ટ દ્વારા કરવામાં આવશે. બેટરી ટેસ્ટને અંતે સીલેકટ થયેલ ખેલાડીઓને વિવિધ રમતોમાં એસોસિએશનના કોચીસ દ્વારા તાલીમ આપવામાં આવશે.

Related posts

Leave a Comment