ગુજરાતી રંગભૂમિ ના અભિનેત્રી રાજશ્રી મિના નગી એ સાગરપુત્રો ને તેમજ ખારવા સમાજ ની માતાઓ બહેનો ને અનુરોધ સાથે અપીલ કરી

વેરાવળ        વેરાવળ માં વધતા જતા કોરોના ના કેસ ને ધ્યાન માં રાખી સાગરપુત્ર ફાઉન્ડેશન સમસ્ત ખારવા સમાજ ના પટેલ  લખમભાઈ ભેસલા બોટ એશોશિએશન ના પ્રમુખ તુલશીભાઈ ગોહેલ દ્વારા મળેલ માર્ગ દર્શન મુજબ મુંબઈ વસઈ સ્થીત ગુજરાતી રંગભૂમિના દીગગઝ અભિનેત્રી રાજશ્રી મિના નગી એ પ્રયત્નશીલ રહીને નિસ્વાર્થ ભાવે પોતાની ઉમદા સેવા સાથે ખારવા સમાજ ની મહીલા ઓને જાગૃતી માટે રિક્ષા પ્રચાર માટે પોતાના સ્પીચ સ્વર સાથે આ અભિયાન માં જોડાયા હતા તેમજ કોરોના મહામારી ને ધ્યાન માં રાખી કોરોના સંક્રમણ અંગે મુંબઈ વસઈ સ્થીત રાજશ્રી મિના નગી એ પ્રયત્નશીલ…

Read More

કોરોના મહામારીને ધ્યાને લેતા ગીર-સોમનાથ જિલ્લામાં જિલ્લા કલેકટર અજયપ્રકાશ દ્વારા આગામી ધાર્મિક તહેવારો સબબ પ્રતિબંધિત આદેશો જાહેર કરાયા

ગીર-સોમનાથ, તા. ૧૦, ગીર-સોમનાથ જિલ્લામાં આગામી ધાર્મિક તહેવારોની ઉજવણી થનાર હોય, હાલની કોરોના મહામારીની સ્થિતિ લક્ષમાં લેતા આગામી ધાર્મિક તહેવારો દરમ્યાન ધાર્મિક તહેવારની જાહેરમાં ઉજવણી યાત્રા/સરઘસ તથા શોભાયાત્રા સહિતની પ્રવૃતિઓ કે જેમા મોટી સંખ્યામાં લોકો એકત્રિત થવાની તથા તેના કારણે સોશ્યલ ડિસ્ટન્સીંગનો ભંગ થવાની તથા કોરાનાનું સંક્રમણ વધવાની શક્યતા રહેલ છે. જે અન્વયે કોરોના સંક્રમણને અટકાવવા માટે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી અજય પ્રકાશને મળેલ સત્તાની રૂઇએ ગીર-સોમનાથ જિલ્લામાં આગામી ધાર્મિક તહેવારો દરમ્યાન પ્રતિબંધિત આદેશો જાહેર કરાયા છે. જેમાં જિલ્લામાં ધાર્મિક તહેવારો જેવા કે, જનમાષ્ટમી, પર્યુષણપર્વ, ગણેશ મહોત્સવ, રામાપીરનો મેળો, ભાદરવી પુનમનો મેળો…

Read More

શ્રી સોમનાથ મહાદેવ ના દર્શને ગીર સોમનાથ ના પદાધિકારીઓ અને મહાનુભાવો

ગીર સોમનાથ, પવિત્ર શ્રાવણ માસના સોમવારે યુવા નેતા સફળ આંદોલનકારી પ્રવીણભાઈ રામ અને રાજુલા, ખાંભા વિધાનસભાના ધારાસભ્ય અમરીશભાઈ ડેર તેમજ બરોડાના પૂર્વ મેયર અને બેન્ક ઓફ બરોડાના ડાયરેક્ટર ભરતભાઈ ડાંગર તેમજ અશોકભાઈ પીઠીયા અને અન્ય મિત્રો સાથે સોમનાથ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી તેમજ ,સમગ્ર વિશ્વમાં પ્રસરેલી આ કોરોનાની મહામારી માંથી સમગ્ર દેશ મુક્ત થાય એવી સોમનાથ દાદાના શરણોમાં પ્રાર્થના કરી. રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ

Read More

શ્રી સોમનાથ મહાદેવનાં સાયં રૂદ્રાક્ષ દર્શન શૃંગાર જોવા ભક્તો ઉમટી પડયા

ગીર સોમનાથ, શ્રાવણ માસના ત્રીજા સોમવારે શ્રી સોમનાથ મહાદેવને સાયં રૂદ્રાક્ષ દર્શન શૃંગાર કરવામાં આવેલ,  ભક્તો દ્વારા 10 જેટલી ધ્વજા પુજા કરવામાં આવેલ હતી. સોમનાથ મહાદેવના દર્શનાર્થે સાંજે 6-30 સુધી અંદાજીત આઠ હજાર ભક્તો આવેલા હતા. રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ

Read More

ઉપરવાસમાં ભારે વરસાદને કારણે “ઓરસંગ નદી” બે કાંઠે વહેતી થઈ

છોટાઉદેપુર, છોટાઉદેપુર જિલ્લામાં ચાલુ વર્ષે દરમિયાન જોઈએ એવો સીઝનનો વરસાદ થયો નથી. ઓરસંગ નદી મધ્યપ્રદેશથી આવતી હોય મધ્યપ્રદેશના ઉપરવાસમાં ગઈ રોજ ધોધમાર વરસાદ થતાં છોટાઉદેપુરમાંથી પસાર થતી ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ હતી. છેલ્લા કેટલાક સમયથી વાદળ છવાયેલ હતા, આવા વાતાવરણને કારણે બફારો અને ઉકળાટ નગરજનો અનુભવતા હતા, જેથી અચાનક રાત્રે જોરદાર વરસાદ થતાં નગરમાં ઠંડક પ્રસરી ગઈ હતી. રાત્રે અચાનક ભારે વરસાદ થતાં ધરતી પુત્ર ખેડૂત વર્ગ અને નગરજનોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી. ચાલુ સીઝનમાં અત્યાર સુધીમાં ઓરસંગ નદી ત્રીજી વખત બે કાંઠે વહેતી થઈ છે. રિપોર્ટર…

Read More

દિયોદર ના કોતરવાડા ગામ થી ફરતું પશુ દવાખાના નો પ્રારંભ

કોતરવાડા, રાજ્ય સરકાર દ્વારા 108 એમ્બ્યુલ્સ ની જેમ રાજ્ય માં ફરતું ઇમરજન્સી પશુ વાહન નો પ્રારંભ કરવામાં આવ્યા બાદ સમગ્ર જિલ્લા માં પશુપાલકો ને આની સુવિધા મળી રહી છે, ત્યારે દિયોદર તાલુકા ના કોતરવાડા ગામે ફરતું પશુ વાહન ઇમરજન્સી 1962 વાહન ને લીલીઝંડી આપી પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં હવે કોતરવાડા, ગોલવી, ગોળીયા, ધુણસોલ, માનપુરા, ચિભડા, ફફરાલી, કુલપુરા, નેસડી અને નોખા આજુ બાજુ વિસ્તાર ના લોકો ને આ ફરતું પશુ દવાખાનું વાહન નો લાભ મળી રહે છે અને તત્કાલિત સમય પશુઓ ને મફત સારવાર મળી રહે છે. ગ્રામજનો ની હાજરી…

Read More

શ્રી વૈષ્ણવ રામાનંદી સાધુ સમાજ યુવક મંડળ કોડીનાર દ્વારા સમાજના વિદ્યાર્થીઓને અભ્યાસ કીટ વિતરણ નું આયોજન

કોડીનાર, તા. ૧૦/૦૮/૨૦૨૦ કોડીનાર ખાતે વૈષ્ણવ રામાનંદી સાધુ સમાજ યુવક મંડળ દ્વારા જ્ઞાતિના વિદ્યાર્થીઓને અભ્યાસ કીટ વિતરણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમ કોડીનાર ખાતે કરવામાં આવ્યો હતો. જેમાં આશરે ૭૦ જેટલા વિદ્યાર્થીઓને રાહત દરે અભ્યાસ કીટ આપવામાં આવી હતી. કોરોના મહામારીના લીધે શાળા તથા કોલેજ બંધ હોય જે ધ્યાને લઈને વૈષ્ણવ રામાનંદી સાધુ સમાજ યુવક મંડળ કોડીનાર દ્વારા અભ્યાસ કીટ વિતરણ નું આયોજન કરવામાં આવેલ જેથી સમાજના વિદ્યાર્થીઓને અભ્યાસમાં ઉત્સાહ વધે અને સાથે સાથે કોરોના મહામારી ધ્યાને લઈને ૧૫૦ જેટલા માસ્કનું પણ વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમ…

Read More

સુઇગામ તાલુકાના કુભારખા ગામે પ્રાચીન કુભેશ્વર મહાદેવ નુ મંદિર

સુઇગામ, સુઇગામ અને ભાભર નેશનલ હાઈવે ઉપર થી પાંચ કિલોમીટર ના અંતરે સુઇગામ તાલુકાના કુભારખા ગામે પ્રાચીન સમયથી કુભેશ્વર મહાદેવ નુ મંદિર આવેલું છે. જ્યાં લોકો દુર દુર થી દર્શન કરવા અને પોતાની માનતા પુર્ણ કરવા આવે છે. જેમાં ગામલોકો ના જણાવ્યા મુજબ કે આ શિવાલય હજારો વર્ષ જુનુ છે. જ્યારે 1992 માં કુભારખા ગામ લોકો દ્વારા બાજુ માં નવીન શિવમંદિર બનાવી ને ધામ ધુમ પુર્વક શિવ ભગવાન ની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી ત્યાર થી આ શિવ મંદિર કુભેશ્વર મહાદેવના નામ થી પ્રચલિત થયુ હતું. જેમાં દર શ્રાવણ માસ…

Read More