ઉપરવાસમાં ભારે વરસાદને કારણે “ઓરસંગ નદી” બે કાંઠે વહેતી થઈ

છોટાઉદેપુર,

છોટાઉદેપુર જિલ્લામાં ચાલુ વર્ષે દરમિયાન જોઈએ એવો સીઝનનો વરસાદ થયો નથી. ઓરસંગ નદી મધ્યપ્રદેશથી આવતી હોય મધ્યપ્રદેશના ઉપરવાસમાં ગઈ રોજ ધોધમાર વરસાદ થતાં છોટાઉદેપુરમાંથી પસાર થતી ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ હતી. છેલ્લા કેટલાક સમયથી વાદળ છવાયેલ હતા, આવા વાતાવરણને કારણે બફારો અને ઉકળાટ નગરજનો અનુભવતા હતા, જેથી અચાનક રાત્રે જોરદાર વરસાદ થતાં નગરમાં ઠંડક પ્રસરી ગઈ હતી. રાત્રે અચાનક ભારે વરસાદ થતાં ધરતી પુત્ર ખેડૂત વર્ગ અને નગરજનોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી. ચાલુ સીઝનમાં અત્યાર સુધીમાં ઓરસંગ નદી ત્રીજી વખત બે કાંઠે વહેતી થઈ છે.

રિપોર્ટર : નઈમ હુઈ, છોટાઉદેપુર

Related posts

Leave a Comment