ગીર-સોમનાથ, ગીર-સોમનાથ જિલ્લામાં કોવીડ-૧૯ સંક્રમણને અટકાવવાં માટે સબંધિત તંત્ર દ્વારા અસરકારક પગલા લેવામાં આવી રહ્યા છે. વેરાવળ શહેરમાં કોરોના પોઝીટીવ કેસનાં દર્દી મળી આવેલ છે. વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીનાં પગાલારૂપે જિલ્લા મેજીસ્ટ્રેટ અજયપ્રકાશે જાહેરનામુ પ્રસિધ્ધ કરી લોકોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવેલ છે. વેરાવળ શહેરી વિસ્તારમાં આવેલ એસ.એસ.વાય.કોલોનીમાં આવેલ લાભુબેન રાણભાઈ મોરીનું રહેણાંક મકાન, સલાટ વાડાની બીજી ગલીમાં આવેલ મહેશ નરસીભાઈ મુરબીયાનું રહેણાંક મકાન, રાજેન્દ્રભુવન રોડ, પશુ દવાખાનાની બાજુમા જુના ક્વાર્ટરમાં આવેલ વનરાજસિંહ ભગવાનભાઈ પઢીયારનું રહેણાંક મકાન, બહાર કોટ લાબેલા રોડ ખાતે આવેલ જુબેદા ઈબ્રાહીમ ખાનનું…
Read MoreDay: August 7, 2020
શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ ખાતે સંસ્કૃત સપ્તાહોત્સવનો ઓનલાઇન કાર્યક્રમ યોજવામાં આવ્યો
ગીર સોમનાથ, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ ખાતે તા.૦૬/૦૮/૨૦૨૦ ના રોજ સંસ્કૃત સપ્તાહોત્સવનું સમાપન કરવામાં આવ્યું. ૩૧/૦૭/૨૦૨૦થી સાત દિવસ સુધી આ કાર્યક્રમનું આયોજન થયું હતું, જેમાં વિવિધ પ્રકારના ઓનલાઇન કાર્યક્રમો યોજાયા હતા. આરંભમાં અનુસ્નાતક વિભાગના અધ્યક્ષ ડો. લલિતકુમાર પટેલે મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. સમાપન કાર્યક્રમના અધ્યક્ષ તરીકે અત્રેની યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ગોપબંધુ મિશ્રએ ઉદ્બોધન કર્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરાના કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમ દરમ્યાન વિવિધ સ્પર્ધાઓમાં વિજેતાઓના નામ જાહેર કરી તેમને અભિનંદન પાઠવ્યાં હતાં. સમગ્ર સપ્તાહનો અહેવાલ ડો. દીપેશ…
Read Moreરાજકોટ શહેરના નાણાવટી ચોક ખાતે આવેલ આરોગ્ય કેન્દ્રનીલાપરવાહી
રાજકોટ, રાજકોટ શહેરના નાણાવટી ચોક ખાતે આવેલ આરોગ્ય કેન્દ્ર કોઈપણ વ્યક્તિની કોરોના તપાસ કર્યા વિના ખાલી પૂછપરછ કરીને હેલ્થ કાર્ડ કઢાવી આપવામાં આવે છે. આરોગ્ય કેન્દ્ર વાળુ લખાણ નું ઝેરોક્ષ કોરા કાગળ પર તમારો બ્લેક એન્ડ વાઈટ ફોટો હોય અને આરોગ્ય કેન્દ્ર નો સિક્કો મારી આપવામાં આવી અને તે જ હેલ્થ કાર્ડ હોય એવું જણાવે છે. લોલમલોલ અને લાપરવાહી અને તંત્રની ઘોર બેદરકારી જાણવામાં આવે છે. કોઈ પણ પ્રકારે સોશિયલ ડિસ્ટન્સ પણ રાખવામાં આવતું નથી. મોઢે માસ્ક પણ બાંધેલું હોતું નથી. રિપોર્ટર : રૂપેશ સોલંકી, રાજકોટ
Read Moreરાજકોટ શહેર બે દિવસથી પડી રહેલા વરસાદના પગલે આજી નદી જળ બંબાકાર. સ્વયંભુ રામનાથ મહાદેવ શિવલિંગ ને થઇ રહ્યો છે,વરસાદી જળાભિષેક. મેયર બીનાબેન આચાર્ય લીધી મુલાકાત
રાજકોટ, રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે વરસાદના પગલે ઉપરવાસમાં વધુ પાણી ભરાઈ ગયેલ હોવાથી. સતત બે દિવસ થી પડી રહેલા વરસાદને પગલે નીચાણ વાળા વિસ્તારમાં લોકોને કરાયા એલર્ટ. ઉપરવાસમાં વરસાદના પગલે આજી નદી જળ બંબાકાર. સ્વયંભુ રામનાથ મહાદેવ શિવલિંગ ને થઇ રહ્યો છે. વરસાદી જળાભિષેક. મેયર બીનાબેન આચાર્ય લીધી વિસ્તારની મુલાકાત ફાયર વિભાગની ટિમ નીચાણ વાળા વિસ્તારમાં છે. તૈનાત રામનાથપરા, બેડીપરા, ભગવતીપરા સહિત ૫ જેટલા વિસ્તારના લોકોને કરાયા સાવચેત. લોકોને આજી નદીના પટ તરફ ન જવા તાકીદ કરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલીકા તંત્ર એ આપી સૂચના. જરૂર જણાયે લોકોનું સ્થળાંતર…
Read Moreરાજકોટ શહેર આજરોજ બપોર સુધીમાં વધુ ૪૯ પોઝીટીવ કેસ નોંધાતા કુલ પોઝીટીવ કેસનો આંક ૧૫૦૦ ને પાર પહોંચી ગયો
રાજકોટ, રાજકોટ શહેર તા.૬.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં અનલોક-૩ની શરૂઆતથી લોકોમાં છુટછાટ જોવા મળી રહી છે. તેની સાથે કોરોના પોઝીટીવ કેસની સંખ્યા પણ ખુબ ઝડપથી વધી રહી છે. છેલ્લા ૨ દિવસમાં ૧૫૦ થી પણ વધુ પોઝીટીવ કેસ નોંધાયા બાદ ગઈકાલ સાંજે ૫ વાગ્યાથી લઈ આજે બપોરે ૧૨ વાગ્યા સુધી શહેરમાં રેકોર્ડબ્રેક ૪૯ પોઝીટીવ કેસ નોંધાયા છે. સેમ્પલીંગ ટેસ્ટમાં વધારો કરી સુપર સ્પ્રેડરની શોધમાં કોર્પોરેશન દ્વારા દિન-પ્રતિદિન પોઝીટીવ દર્દીઓનાં જાહેર થતા આંકમાં બહોળા પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. ગઈકાલે ૯૦૦ જેટલા સેમ્પલીંગ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં ૬૦ પોઝીટીવ દર્દીઓ…
Read Moreરાજકોટ શહેર ખંડણી અને અપહરણનાં ગુનામાં ૪ શખ્સોની ધરપકડ. વોન્ટેડ સહિત ૨ શખ્સો ફરાર
રાજકોટ, રાજકોટ શહેર જામનગર રોડ ભોમેશ્ર્વર ફાટક પાસે રહેતા સુરજ રાજેશભાઇ અવાડીયા અને તેનો મિત્ર શુભમ દવે સાથે શુભમના બાઇકમાં પરસાણાનગરમાં આવેલા તિરૂપતિ નમકીનમાં ખરીદી કરવા ગયા ત્યારે હત્યાના ગુનામાં પેરોલ જમ્પ કરી નાસતા ફરતા શાહરૂખ ઉર્ફે રાજા અને તેનો સાગરીક સદામ એકટીવા પર ધસી આવી છરી બતાવી રૂા.૧૦ હજારની માંગણી કરી હતી. બન્ને મિત્રો ત્યાંથી જાન બચાવી નાસી છુટયા હતા. તા.૩ ના સાંજના સમયે શાહરૂખનો અન્ય સાગરીત બાઇક પર શિવસાગર પાસે લઇ ગયો હતો. ત્યાં થોડીવારમાં GJ,૩,KC ૬૪૬૮ નંબરની સફેલ કલરની કાર લઇ શાહરૂખે છરી બતાવી બન્ને મિત્રોને કારમાં…
Read More