રાજકોટ શહેર આજરોજ બપોર સુધીમાં વધુ ૪૯ પોઝીટીવ કેસ નોંધાતા કુલ પોઝીટીવ કેસનો આંક ૧૫૦૦ ને પાર પહોંચી ગયો

રાજકોટ,

રાજકોટ શહેર તા.૬.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં અનલોક-૩ની શરૂઆતથી લોકોમાં છુટછાટ જોવા મળી રહી છે. તેની સાથે કોરોના પોઝીટીવ કેસની સંખ્યા પણ ખુબ ઝડપથી વધી રહી છે. છેલ્લા ૨ દિવસમાં ૧૫૦ થી પણ વધુ પોઝીટીવ કેસ નોંધાયા બાદ ગઈકાલ સાંજે ૫ વાગ્યાથી લઈ આજે બપોરે ૧૨ વાગ્યા સુધી શહેરમાં રેકોર્ડબ્રેક ૪૯ પોઝીટીવ કેસ નોંધાયા છે. સેમ્પલીંગ ટેસ્ટમાં વધારો કરી સુપર સ્પ્રેડરની શોધમાં કોર્પોરેશન દ્વારા દિન-પ્રતિદિન પોઝીટીવ દર્દીઓનાં જાહેર થતા આંકમાં બહોળા પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. ગઈકાલે ૯૦૦ જેટલા સેમ્પલીંગ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં ૬૦ પોઝીટીવ દર્દીઓ નોંધાયા હતા. જયારે આજરોજ વધુ ૪૯ પોઝીટીવ કેસ નોંધાતા શહેરમાં કોરોનાનો રાફડો ફાટયો હોય તેવું લાગી રહ્યું છે. વધુ ૪૯ પોઝીટીવ કેસની સાથે કોરોનાનો કુલ.૧૫૦૦ને પાર પહોંચી ગયો.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment