રાજકોટ શહેર ખંડણી અને અપહરણનાં ગુનામાં ૪ શખ્સોની ધરપકડ. વોન્ટેડ સહિત ૨ શખ્સો ફરાર

રાજકોટ,

રાજકોટ શહેર જામનગર રોડ ભોમેશ્ર્વર ફાટક પાસે રહેતા સુરજ રાજેશભાઇ અવાડીયા અને તેનો મિત્ર શુભમ દવે સાથે શુભમના બાઇકમાં પરસાણાનગરમાં આવેલા તિરૂપતિ નમકીનમાં ખરીદી કરવા ગયા ત્યારે હત્યાના ગુનામાં પેરોલ જમ્પ કરી નાસતા ફરતા શાહરૂખ ઉર્ફે રાજા અને તેનો સાગરીક સદામ એકટીવા પર ધસી આવી છરી બતાવી રૂા.૧૦ હજારની માંગણી કરી હતી. બન્ને મિત્રો ત્યાંથી જાન બચાવી નાસી છુટયા હતા. તા.૩ ના સાંજના સમયે શાહરૂખનો અન્ય સાગરીત બાઇક પર શિવસાગર પાસે લઇ ગયો હતો. ત્યાં થોડીવારમાં GJ,૩,KC ૬૪૬૮ નંબરની સફેલ કલરની કાર લઇ શાહરૂખે છરી બતાવી બન્ને મિત્રોને કારમાં અપહરણ કરી મહિલા કોલેજ પાસે લઇ ગયા હતા. ત્યાં શાહરૂખ ઉર્ફે રાજા સહિતનાઓએ રૂ.૧ લાખની ખંડણી માંગી હતી. સુરજ અને શુભમે પૈસા ન હોવાનું કહેતા તમામ શખ્સોએ વ્યાજે રૂપિયા લઇ આપવાનું કહી ઓરીજનલ ડોકયુમેન્ટ પડાવી લીધા હતા. પ્ર.નગર પોલીસ મથકનાં P.I એલ.એલ.ચાવડા સહિતનાં સ્ટાફે અપહરણ અને ખંડણીનાં ગુનામાં ગણતરીના કલાકોમાં જ ગાયકવાડીનાં વસીમ જુસબ દલવાણી, ભીસ્તીવાડનાં ઈમરાન દાઉદ દલવાણી, પરસાણાનગરનાં આબીદ નૂરમહમંદ જુણેજા અને સ્લમ કવાર્ટરમાં રહેતા વસીમ જુણેજાની ધરપકડ કરવામાં આવી છે. પેરોલ જમ્પ કરી નાસતા ફરતા વોન્ટેડ શાહરૂખ ઉર્ફે રાજા જુણેજા અને તેનો સાગરીત સદામ હજુ ફરાર હોવાથી તેની શોધખોળ હાથ ધરવામાં આવી.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment