હિન્દ ન્યુઝ, જસદણ
જસદણ પોલીસ.ઈન્સ ટી.બી.જાની સ્ટાફ સાથે પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન મળેલ બાતમીના આધારે જસદણ પો.સ્ટેના શિવરાજપુર ગામની, ડોળા વિસ્તાર તરીકે ઓળખાતી સીમમાં આરોપી જીવણભાઇ કરસનભાઇ ઠુંમર પોતાના કબ્જા ભોગવટા ની વાડીના મકાનમાં જુગાર રમતા છ ઈસમોને પકડી પાડી રોકડ રૂપિયા- ૫૧,૪૦૦/- સાથે જુગાર ધારા કલમ ૪,૫ મુજબનો ગુન્હો દાખલ કરી જુગાર રમતા આરોપી જીવણભાઇ કરસનભાઇ ઠુંમર, જાતે-પટેલ, ઉ.વ.૪૫, ધંધો-ખેતી,સુરેશભાઇ ધીરૂભાઇ રાદડીયા, જાતે-પટેલ, ઉ.વ.૨૯, ધંધો-ખેતી, હરેશભાઇ વાલજીભાઇ ઠુંમર, જાતે-પટેલ, ઉ.વ.૩૫, ધંધો-ખેતી, મેઘજીભાઇ વલ્લભભાઇ ઠુંમર, જાતે-પટેલ, ઉ.વ.૫૫, ધંધો-ખેતી, મગનભાઇ વલ્લભભાઇ મકવાણા, જાતે-કોળી, ઉ.વ.૪૩, ધંધો-ખેતી, રહે. બધા, શિવરાજપુર ગામ, તા.જસદણ, સુરેશભાઇ ભિખાભાઇ ત્રાપસીયા, જાતે- પટેલ, ઉ.વ.૪૬, ધંધો-ખેતી ને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી.
રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ