રાજકોટ શહેર જામનગર રોડ પર શેઠનગર પાછળ આવેલી પાણીની ખાણમાં મિત્રો સાથે ન્હાવા ગયેલા રજપૂત યુવાનનું પાણીમાં ડૂબી જતાં મોત નીપજયું

રાજકોટ, રાજકોટ શહેર જામનગર રોડ પર માધાપર ચોકડી પાસે મનહરપુરમાં રહેતા ઈન્દ્રજીતસિંહ દોલુભા કામળીયા (ઉ.૩૫) નામનો હાટી દરબાર યુવાન આજે સવારે તેના ૨ મિત્રો સાથે અસહ્ય બફારાથી રાહત મેળવવા શેઠનગર પાછળ F.C.I ગોડાઉન પાસે પાણીની ખાણમાં ન્હાવા ગયો હતો. જયા ત્રણેય મિત્રો પાણીમાં ન્હાવા પડેલા દરમિયાન ઈન્દ્રજીતસિંહ ઉંંડા પાણીમાં ગરક થઈ ગયા હતા. બનાવની જાણ કરાતા રેલનગર ફાયર બ્રિગેડનો સ્ટાફ ધટના સ્થળે દોડી ગયો હતો. અને તરવૈયા ઓએ મૃતદેહને બહાર કાઢયો હતો. યુનિવર્સિટી પોલીસ મથકના બલતીદ્રસિંહ સહિતનો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને P.M…

Read More

રાજકોટ શહેર જીલ્લા કલેકટર કચેરીના ત્રીજા માળે આવેલી જીલ્લા આયોજન કચેરીના નિવૃત્ત પટ્ટાવાળા વયોવૃધ્ધ કર્મચારી બુંદેલાને કોરોના પોઝીટીવ

રાજકોટ, રાજકોટ શહેર જીલ્લા કલેકટર કચેરીના ત્રીજા માળે આવેલી જીલ્લા આયોજન કચેરીના નિવૃત્ત પટ્ટાવાળા અને સેવક તરીકે ફરજ બજાવતાં વયોવૃધ્ધ કર્મચારી બુંદેલાને ગઈકાલે રાત્રે કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવતાં તેઓને સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવેલ છે. રાજકોટ જીલ્લા કલેકટર કચેરીમાં એક પખવાડિયામાં ચોથી બ્રાંચ કોરોનાથી સંક્રમિત બની છે. સૌપ્રથમ P.R.O બ્રાંચના બે કર્મચારી ગોપીબેન પટેલ અને કિરણબેન મારૂને કોરોના વળગ્યો હતો. ત્યારબાદ જી-શ્ર્વાનના મેનેજર રાહુલ ત્રિવેદી અને અન્ય એક કર્મચારી પાર્થને પણ કોરોનાએ ઝપટે લીધા હતા. બિનખેતી શાખાના મામલતદાર હિતેષ તન્નાને કોરોનાએ ઝપટે લીધા હતા. આમ, કલેકટર કચેરીના ૬…

Read More