રાજકોટ શહેર જીલ્લા કલેકટર કચેરીના ત્રીજા માળે આવેલી જીલ્લા આયોજન કચેરીના નિવૃત્ત પટ્ટાવાળા વયોવૃધ્ધ કર્મચારી બુંદેલાને કોરોના પોઝીટીવ

રાજકોટ,

રાજકોટ શહેર જીલ્લા કલેકટર કચેરીના ત્રીજા માળે આવેલી જીલ્લા આયોજન કચેરીના નિવૃત્ત પટ્ટાવાળા અને સેવક તરીકે ફરજ બજાવતાં વયોવૃધ્ધ કર્મચારી બુંદેલાને ગઈકાલે રાત્રે કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવતાં તેઓને સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવેલ છે. રાજકોટ જીલ્લા કલેકટર કચેરીમાં એક પખવાડિયામાં ચોથી બ્રાંચ કોરોનાથી સંક્રમિત બની છે. સૌપ્રથમ P.R.O બ્રાંચના બે કર્મચારી ગોપીબેન પટેલ અને કિરણબેન મારૂને કોરોના વળગ્યો હતો. ત્યારબાદ જી-શ્ર્વાનના મેનેજર રાહુલ ત્રિવેદી અને અન્ય એક કર્મચારી પાર્થને પણ કોરોનાએ ઝપટે લીધા હતા. બિનખેતી શાખાના મામલતદાર હિતેષ તન્નાને કોરોનાએ ઝપટે લીધા હતા. આમ, કલેકટર કચેરીના ૬ જેટલા કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થતાં ૨૫ જેટલા કર્મચારીઓ હોમ કોરોન્ટાઈન થયા હતા.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment