સુરત,
સાંસ્કૃતિક રક્ષા સમિતિના અધ્યક્ષ આશિષ સૂર્યવંશીને શહેરની નહેર-ખાડીઓમાં રઝળતી/અર્ધવિસર્જિત કરેલી દશામાની પ્રતિમાની જાણ થતા તેમના ગ્રુપના આગેવાનો ચેતનભાઈ આવકાળે, હરીશભાઈ પાટીલ, પિયુષ રાણા, પ્રફુલભાઈ કટિયારે, જ્ઞાનેશ્વરભાઈ, આકાશ સોની, સંદીપભાઈ તેમજ પાંડેસરાનું બડા ગણેશ ગ્રુપ તેમજ ઉધનાનું કાશી યુથ ગ્રુપ તેમજ બમરોલીનું શ્રી સાંઈ મિત્ર મંડળ ગ્રુપ ના યુવાનોની મદદથી ડીંડોલી-ખરવાસા નહેર અને પુનાગામ નહેરમાંથી રઝળતી હોય તેવી 800 થી વધુ પ્રતિમાઓને બહાર કાઢી હજીરા દરિયા કિનારે પુનઃવિસર્જન કરવામાં આવેલ.
તંત્રની લાપરવાહીના કારણે છેલ્લા કેટલા વર્ષોથી સુરતની નહેરો અને ખાડીઓમાં ગણેશજીની, દશામાની પ્રતિમાઓ વિસર્જન કરવામાં આવે છે અને તે પ્રતિમાઓ પાણીનો પ્રવાહ ઓછો હોવાને કારણે તેમજ પાણી દૂષિત હોવાને કારણે પ્રતિમાઓ અર્ધવિસર્જિત રહી જાય છે.
છેલ્લા 3 વર્ષથી અમારી સમિતિના સ્વયંસેવકો વિસર્જનના દિવસો બાદ આવી અર્ધવિસર્જિત પ્રતિમાઓનું ખાડીઓ અને નહેરમાંથી કાઢી તેની પૂજા અર્ચના કર્યા બાદ પુનઃવિસર્જન દરિયામાં કરવામાં આવે છે.
અમારી સમિતિ વારંવાર સુરત કલેકટર, પો.કમિશનર, મ્યુ.કમિશનરને તહેવારોની શરૂઆત પેહલા આવેદનપત્ર પાઠવી જણાવીએ છીએ કે, શહેર બહારથી આવતી અથવા શહેરમાં બનતી POP માટીની પ્રતિમાઓ પર સખત પ્રતિબંધ લગાવવામાં આવે અને તે બનાવનાર ને વેચનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે પરંતુ આવા લોકો પાસેથી રૂપિયા પડાવી POP ની પ્રતિમાઓના વેચાણની ખુલ્લી છૂટ મળે છે અને તે ઘર આંગણે વિસર્જન શક્ય નહીં હોવાને કારણે નહેર ખાડીઓમાં તેનું વિસર્જન કરવામાં આવે છે.
આ વખતે પણ દશામાં વિસર્જનના 2 દિવસ અગાઉ અમારી સમિતિએ સુરત કલેકટર, મ્યુ.કમિશ્નર, પો.કમિશનરને આવેદનપત્ર આપી જણાવેલ કે શહેરમાં તાત્કાલિક કુત્રિમ તળાવની વ્યવસ્થા કરવામાં આવે અથવા કોઈક નદી/દરીયા કાંઠે વિસર્જન પરવાનગી આપવામાં આવે પરંતુ તેની ગંભીરતા સમજી નહીં જેના કારણે દર વખતની જેમ આ વખતે પણ ફરીથી ધાર્મિક લાગણી દુભાઈ તેવા દ્રશ્યો સર્જાયા હતા.
છેલ્લા કેટલા વર્ષોથી આમરી કામગીરી અંગે શહેરના અગ્રીમ અખબારો તેની નોંધ લેતા આવેલા છે અને તંત્રની બેદરકારી બાબતે લેખ લખતા આવેલા છે તેમ છતાં આ પ્રશાસન તેની ગંભીરતા સમજતી નથી. જેથી ઉપરોક્ત આમારી માહીતી પ્રકાશિત કરી હવે થી યોગ્ય વ્યવસ્થા સર્જે અને POP પ્રતિમાઓના ખરીદ વેચાણ જેવા પર સખત પ્રતિબંધ લગાવવામાં આવે તેની નોંઘ કરવામાં આવે.
રિપોર્ટર : દિનેશ પાટીલ, સુરત