થરાદ ચાર રસ્તા પાસે ચોરી કરતાં સક્ષ ને જાગૃત વ્યક્તિએ ઝડપી પડ્યો …..

થરાદ, એક બાજુ કોરાના વાયરસ ની મહામારી ચાલી રહી છે તો બીજી બાજુ ચોરી નો સીલ સીલો ચાલુ. થરાદ ચાર રસ્તા પાસે ધોળા દિવસે એક ચોરી કરતો સક્ષ ઝડપી પાડયો. થરાદ નજીક આવેલ સવપુરાનો રહેવાસી પટેલ રમેશભાઈ પ્રેમાભાઈ, છેલ્લા કેટલાક સમયથી બાઈક ચોરી કરતો હતો. તે      ગત રોજ હાઈવે પર થી રબારી વીરાભાઇ .કે. રહે ચુવા તેમનું બાઈક ચોરી કરતો હતો. તેને જાગૃત રહેલ પબ્લિકે રંગે હાથે ઝડપી પાડયો. રિપોર્ટર : ધુડાલાલ ત્રીવેદી, થરાદ

Read More

થરાદ પત્રકાર એકતા સંગઠન દ્વારા વિશ્રામ ગૃહ ખાતે બે મિનીટ મૌન પાળી શ્રધ્ધાંજલિ અર્પણ કરી……..

થરાદ, ગુજરાત પત્રકાર એકતા સંગઠ્ન ના સંયોજક સલીમભાઇ બાવાણીનુ દુ:ખદ નિધન થયું હોવાથી થરાદ રેસ્ટ હાઉસ ખાતે પત્રકાર મિત્રોઓ દ્વારા ગાયત્રી મંત્ર બોલી બે મિનીટ મૌન પાળી શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ગુજરાત પત્રકાર એકતા સંગઠ્ન ઉપ.પ્રમુખ જગદીશ સિંહ રાજપૂતની અધ્યક્ષ સ્થાને શ્રધ્ધાંજલિ અપાઇ હતી . આ શ્રધ્ધાંજલિ માં પ્રેસ ક્લબ, થરાદ ના સભ્યો રહ્યા હાજર રહ્યા હતા. રિપોર્ટર : ધુડાલાલ ત્રિવેદી, થરાદ

Read More

ગઢડા તાલુકાના ઢસા જનકશન માં એકજ દાનવીર દાતા એ માસ્ક વિતરણ કર્યા

ઢસા, ઢસા જં. મા આવેલ મેઈન રોડ ઉપર આવેલ સરકારી દવાખાના વાળી શેરી પાસે આવેલ સોની જ્યંતિલાલ નરસીદાસ ખીજડીયા વાળા સોની ની દુકાનદાર તરફથી દરેક નાના-મોટા, અમીર-ગરીબ, નાત-જાત જોયા વિના અંદાજે 2000 જેટલાં માસ્ક અત્યાર સુધી વિતરણ કરવામાં આવ્યા. કોવીડ 19 અંતર્ગત સરકાર ના આદેશ મુજબ માસ્ક પહેરવા ફરજીયાત કરેલ આ અનુસાર નિયમ સોની જ્યંતિલાલ દુકાન માલિક સમજદારી વાપરી ને હ્રદય થી માસ્ક વિતરણ કર્યા હતા. દુકાન ના સહાયકો એ પણ માસ્ક વિતરણ કરવામાં મદદ રૂપી થયાં હતા. આ કામ જોય ને ઢસા તેમજ ગ્રામ્ય વિસ્તાર ના લોકો એ આભાર…

Read More

કુલ ૨૫૮ દર્દીઓને સારવાર બાદ સાજા થતા રજા અપાઈ હાલની સ્થિતિએ ૧૧૪ સક્રિય કેસો

ગોધરા, પંચમહાલ જિલ્લામાં કોરોના કેસ વધારે પડતા જોવા મળ્યા હતા કોવિડ-૧૯ સંક્રમણના ૨૮ નવા કેસ મળી આવતા કુલ કેસની સંખ્યા ૪૦૩ થવા પામી છે. નવા મળી આવેલા ૨૮ કેસો પૈકી જિલ્લાના શહેરી વિસ્તારોમાંથી ૨૨ અને ગ્રામ્ય વિસ્તારોમાંથી ૬ કેસ મળી આવ્યા છે. હાલોલ શહેરમાં ૬, કાલોલમાં ૮ અને ગોધરામાં ૮ કેસ મળી આવ્યા છે. ગોધરા ગ્રામ્યમાંથી ૨, કાલોલ ગ્રામ્યમાંથી ૩ અને શહેરા ગ્રામ્યમાંથી ૧ કેસ મળી આવ્યા છે. સારવાર બાદ સાજા થતા આજે કુલ ૧૬ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે જિલ્લાના કુલ ૨૫૮ દર્દીઓ કોરોનાને પછડાટ આપી…

Read More

જિલ્લામાં થઈ રહેલી કોરોના વિષયક કામગીરી અંગે પંચમહાલ જિલ્લા ગોધરા ખાતે આરોગ્ય કમિશ્નરના અધ્યક્ષસ્થાને જિલ્લામાં કોરોના સંક્રમણની સ્થિતિ અને કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજી

ગોધરા,  પંચમહાલ ગોધરા ખાતે આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરેના અધ્યક્ષસ્થાને જિલ્લામાં કોરોના સંક્રમણની સ્થિતિ અને કામગીરી વિશે કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ સાથે એક બેઠક યોજાઈ હતી. જેમાં કલેક્ટર પાસેથી જિલ્લામાં હાલની સ્થિતિએ સંક્રમણના કેસો, અસરગ્રસ્ત વિસ્તારો, ડિસ્ચાર્જ રેટ, કેસો મળવાનો દર, ટેસ્ટ, કોન્ટેક્ટ ટ્રેસિંગ, બેડ સહિતની સારવારની સુવિધાઓ વગેરેની માહિતી મેળવતા કમિશ્નરએ કોરોના સામેની લડાઈ લાંબી ચાલે તેમ હોવાથી તેને ધ્યાનમાં રાખી સંસાધનો અને વ્યૂહરચનાનું આયોજન કરવા પર ભાર મુક્યો હતો. સંક્રમણની શકયતા ઘટાડવા કન્ટેઇનમેન્ટ ઝોન અને બફર ઝોનમાં અલગ-અલગ ટીમોને કામગીરી સોંપવાના તેમ જ જિલ્લાના બધા ગામોને…

Read More