જાંબુડા ગામના શ્રમિક પરિવારને મળ્યું ઘરનું ઘર

હિન્દ ન્યુઝ, જામનગર

      સમગ્ર જામનગર જિલ્લા સહિત રાજ્યભરમાં હજારો લાભાર્થીઓ પ્રધાનમંત્રી આવાસ યોજના થકી લાભાન્વિત બન્યા છે. દરેક નાગરિકને તેમનું ઘરનું ઘર મળે તે દિશામાં રાજ્ય સરકાર દ્વારા સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જામનગર તાલુકાના જાંબુડા ગામના લાભાર્થી ઈન્દુબેન ઝીંઝુવાડિયાને પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણનો લાભ મળ્યો છે.

જામનગર તાલુકાના જાંબુડા ગામમાં શ્રીમતી ઈન્દુબેન ભરતભાઈ ઝીંઝુવાડિયા અને તેમના પરિવારજનો ખેતરમાં કામ કરીને તેમનું ગુજરાન ચલાવે છે. તેમની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી તેઓ પાકા મકાનમાં રહેવા માટે સક્ષમ ન હતા. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ થકી અન્ય પરિવારોની જેમ સુવિધાવાળા મકાનમાં રહેવાનું તેમનું સપનું સાકાર થયું છે.

લાભાર્થી શ્રી ઈન્દુબેન ઝીંઝુવાડિયાએ જણાવ્યું હતું કે, ”અમારા પરિવારમાં 4 સદસ્યો છે અને હાલ જાંબુડા ગામમાં રહીએ છીએ. ખેતરમાં કામ કરીને અમે અમારું ગુજરાત ચલાવીએ છીએ. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણનો લાભ મળ્યા પહેલા અમે ભાડાના મકાનમાં રહેતા હતા. ત્યારે અમારી આવકનો મોટાભાગનો હિસ્સો મકાનનું ભાડું ભરવામાં વપરાતો હતો. અમારું કાચું મકાન હોવાથી પરિવારજનોને અનેક અગવડોનો સામનો કરવો પડતો હતો. મેં ગ્રામ સરપંચ અને અન્ય અધિકારીઓના માર્ગદર્શન અનુસાર પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ માટેનું ફોર્મ ભર્યું હતું. વર્ષ 2022-23 માં આ સહાય મંજુર થઈ જતા મારા બેન્ક એકાઉન્ટમાં રૂ.1 લાખ 20 હજારની સહાય જમા થઈ છે. આ સહાય મળવાથી અમે અમારું પાકું મકાન બનાવી શકયા છીએ. અમે સૌ પરિવારના સભ્યો સાથે અમારા પાકા મકાનમાં આનંદથી રહીએ છીએ. આ યોજના અમારા કુટુંબ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. જે માટે હું અને મારો પરિવાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને જિલ્લા વહીવટી તંત્રનો ખુબ-ખુબ આભાર વ્યક્ત કરીએ છીએ..”

 

 

 

 

Related posts

Leave a Comment