વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું પુન: આયોજન – આધાર-પુરાવાના કારણે વંચિત રહી ગયેલા લાભાર્થીઓ લાભ મળશે

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર

        છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર તાલુકાના ઝેર અને મીઠીબોર, કવાંટ તાલુકાના હાફેશ્વર અને જામલી(વ) ખાતે આધાર-પુરાવાના કારણે વંચિત રહી ગયેલા લાભાર્થીઓને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું પુન:આયોજન કરી લાભ આપવામાં આવ્યા હતા.

આ સંકલ્પ યાત્રા રાજ્યની કુલ આઠ ટ્રાયબલ જિલ્લાની ૪૬૫ ગ્રામ પંચાયતોમાં ભ્રમણ કરી રહી છે. છોટાઉદેપુર અને કવાંટ તાલુકામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો. આધાર-પુરાવાના કારણે વંચિત રહેલા ગ્રામ્યજનોને કેન્દ્ર સરકાર અને રાજય સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો.

આધાર-પુરાવાના કારણે વંચિત રહી ગયેલા લાભાર્થીઓ ફરી વાર આયોજિત આ સંકલ્પ યાત્રાનો લાભ લઈને આગામી વર્ષ ૨૦૪૭ સુધી ભારતને વિકસિત બનાવવાના સંકલ્પનાને સાકાર કરવામાં પોતાની ભાગીદારી અદા કરી શકે છે અને ઘરઆંગણે વિવિધ યોજનાકીય સહાય મેળવી શકે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કુશળ નેતૃત્વવાળી કેન્દ્ર-રાજ્ય સરકાર છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓ પહોંચાડવા માટેની સુદ્રઢ પ્રતિબધ્ધતા દાખવી રહી છે.

Related posts

Leave a Comment