માન.વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતીમાં તેમજ માન.મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતીમાં આવાસોનું ઈ-લોકાર્પણ અને ખાતમુર્હતનો કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર

       તા.૧૦ ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ કેન્‍દ્ર તથા રાજ્ય સરકારની અમલીકૃત પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ), પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી), હળપતિ આવાસ યોજના, ડૉ. આંબેડકર આવાસ યોજના, પંડિત દિનદયાલ ઉપાધ્યાય આવાસ યોજનાઓના સમગ્ર રાજ્યના ૩૩ જિલ્લાઓનાં ૧,૨૭,૦૦૦ આવાસોના ઈ-લોકાર્પણ તથા ખાતમુહૂર્તનો મુખ્ય કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતેથી યોજાનાર છે.

 આ મુખ્ય કાર્યક્રમને સમાંતર નક્કી કરવામાં આવેલ ગ્રામીણ વિસ્તારના ૧૧૫ વિધાનસભા મત વિસ્તારમાં આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં એસ.એન.કોલેજ ગ્રાઉન્‍ડ, છોટાઉદેપુર , એ.પી.એમ.સી, ક્વાંટ તેમજ ડી.બી. પારેખ હાઈસ્કુલ, સંખેડા ખાતે યોજશે. આ કાર્યક્રમ જે તે મત વિસ્તારના માન. સંસદ સભ્યો, માન. ધારાસભ્યઓ, સ્થાનિક આગેવાનો, અધિકારીઓ, વિવિધ યોજનાના લાભાર્થીઓ વિગેરેની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે. જેમાં માન. વડાપ્રધાનનાં કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. છોટાઉદેપુર જિલ્લામાં ૧૦ હજારથી વધુ આવાસોનું લોકાર્પણ આ કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવશે.

 

 

 

 

Related posts

Leave a Comment