પ્રધાનમંત્રી આવાસ યોજના થકી જામનગર તાલુકાના મજૂરી કામ કરતા મંજુલાબેનને મળ્યું પાકું ઘર

હિન્દ ન્યુઝ, જામનગર

      જામનગર તાલુકાના શેખપાટ ગામના ખેત શ્રમિક મંજુલાબેન કૈલાશભાઈ ચાવડાને પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અન્વયે પાકું મકાન મળ્યું છે. લાભાર્થી શ્રી મંજુલાબેન ચાવડાએ રાજ્ય સરકારનો આભાર વ્યકત કરતા જણાવ્યું હતું કે, ”અમે ખેતરોમાં કામ કરીને અમારા ઘરનું ગુજરાન ચલાવીએ છીએ. આ યોજનાનો લાભ મળ્યા પૂર્વે અમે કાચા ઘરમાં રહેતા હતા. જેનાથી અમારા પરિવારને અનેક અગવડનો સામનો કરવો પડ્યો હતો. મેં પ્રધાનમંત્રી આવાસ યોજના વિષે જાણકારી મેળવીને ફોર્મ ભર્યું હતું. જેમાં રૂ.1 લાખ 30 હજારની સહાય મંજુર થઈ જતા અમને ઘણો લાભ મળ્યો છે. સુંદર અને પાકા મકાનમાં પરિવાર સાથે ખુશાહાલ જીવન જીવીએ છીએ..”

 મંજુલાબેન ચાવડાનો પરિવાર ખુશહાલ છે અને સારું મકાન મળવા બદલ તેઓ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, રાજ્ય સરકાર અને જિલ્લા વહિવટી તંત્રનો ખુબ-ખુબ આભાર વ્યક્ત કરે છે.

 

 

 

 

Related posts

Leave a Comment