રાજકોટ શહેર પરપ્રાંતીય શ્રમિકોને તેમના વતન પરત મોકલવા બાબતે કારખાને દારોને મદદરૂપ થવા મિટિંગ કરવામાં આવેલ

રાજકોટ, રાજકોટ શહેર તા.૪.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર ઝોન-૧ વિસ્તારમાં આવેલ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં વસતા પરપ્રાંતિયો મજદૂરોને જે પોતપોતાના વતનમાં જવા ઇચ્છતા હોય જે અનુસંધાને કારખાનેદારો તથા ઇન્ડસ્ટ્રીઝના આગેવાનો સાથે ડી.સી.પી. રવિ મોહન સૈની, એ.સી.પી. પૂર્વ વિભાગ એચ.એલ.રાઠોડ તથા એ.સી.પી. ઉત્તર વિભાગ એસ.આર.ટંડેલ તથા ભક્તિનગર. થોરાળા પોલીસ સ્ટેશન. આજીડેમ પોલીસ સ્ટેશનના પી.આઇ. ઓની પરપ્રાંતીય શ્રમિકોને તેમના વતન પરત મોકલવા બાબતે મદદરૂપ થવા મિટિંગ કરવામાં આવેલ છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

રાજકોટ શહેરમાં અટિકા વિસ્તારમાં ૧૫૦૦થી વધુ પરપ્રાંતીય લોકોના ટોળા ઉમટયા,  પોલીસ કાફલો પહોંચ્યો, વતન જવાની માંગ સાથે ટોળા એકત્ર થતા તંત્ર ચોંકયુ

રાજકોટ, રાજકોટ શહેર તા.૩.૫.૨૦૨૦ ના રોજ સાંજે ૫ વાગે ગોંડલ રોડ ચોકડીથી કોઠારીયા જવાના રસ્તે અનેક પરપ્રાંતિયો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. રોડ બ્લોક કર્યાંનું જાણવા મળે છે. સ્થિતિ ગંભીર દર્શાય છે. પોલીસ દોડી ગઈ છે. પોલીસ દ્વારા માઈક મારફત લોકોને સમજાવવા પ્રાયસ થઇ રહ્યાં છે. રાજકોટ શહેરમાં પરપ્રાંતિયોની ધીરજ ખૂટતા તંગદિલી સર્જાય છે. રાજકોટના આહીર ચોકમાં પોતાના વતન જવાની માંગ સાથે ૧૫૦૦થી વધુ પરપ્રાંતીઓ ઉમટી પડ્યા હતા. થોડાક સમય માટે તંગદિલીનું નિર્માણ થયા બાદ પોલીસે બે દિવસમાં આ પ્રશ્નનો ઉકેલ લાવવાની હૈયા ધારણાં આપી મામલો થાળે પાડયો હતો. એક…

Read More

રાજકોટ શહેર ની એક કંપનીએ ભારતમાં સૌપ્રથમ વખત એન-૯૫ માસ્ક બનાવવાનું અતિ આધુનિક ઓટોમેટીક મશીન બનાવ્યું

રાજકોટ, રાજકોટ શહેર તા.૩.૫.૨૦૨૦ ના એક કંપનીએ ભારતમાં સૌપ્રથમ વખત એન-૯૫ માસ્ક બનાવવાનું અતિ આધુનિક ઓટોમેટીક મશીન બનાવ્યું છે. રાજકોટની ભાગોળે મેટોડા પછી ખીરસરાથી આગળ આણંદપર ગામે સેફ્રોન ઇન્ડસ્ટ્રીયલ પાર્કની બાજુમાં આવેલી પેલીકન રોટોફલેકસ પ્રા.લી. દ્વારા આ મશીનનું નિર્માણ કરવામાં આવ્યું છે. પેલીકન ના ચેરમેન અને એમ.ડી.ભરતભાઈ શાહે જણાવ્યું કે, એન-૯૫ માસ્ક બનાવવાનું ફુલ્લી ઓટોમેટિક મશીન ખૂબ જ જટિલ હોવા છતાં પણ રાજકોટ પેલીકન ની ટીમ દ્વારા તેના નિર્માણનું લક્ષ્ય માત્ર ૨૦ દિવસમાં સફળતાથી પાર પાડવામાં આવ્યું છે. ફુલ્લી ઓટોમેટિક એન-૯૫ માસ્ક બનાવવાના મશીનમાં અતિ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો…

Read More

મહારાજા ભગવતસિંહજ નું સૂત્ર હતું કે “ગોંડલ રાજ નો કોઈપણ વ્યક્તિ સવારે ભૂખ્યો જાગે પરંતુ રાત્રે ભૂખ્યો ના સુવે” તે સૂત્ર ગોંડલ રાજવી પરિવારે ચરિતાર્થ કર્યું

રાજકોટ, રાજકોટ શહેર તા.૩.૫.૨૦૨૦ ના રોજ ગોંડલ મુકામે હાલ કોરોના ના કહેર માં સંપૂર્ણ ગોંડલ લોકડાઉન છે. આવી વિકટ પરિસ્થિતિમાં ગોંડલ શ્રમજીવી પરિવારના ધંધા રોજગાર અને મજૂરી કામ બંધ હોય. ત્યારે ગોંડલ વર્તમાન મહારાજાશ્રી. જ્યોતિન્દ્રસિંહજી સાહેબ ઓફ ગોંડલ તેમજ યુવરાજ હીમાંશુસિંહજી ઓફ ગોંડલ દ્વારા લોકડાઉનના તમામ દિવસોમાં સ્લમ વિસ્તારના લોકો માટે તૈયાર ભોજન પૂરૂ પાડવામાં આવ્યું છે. મહારાજાશ્રી. ભગવતસિંહજી ના રાજવી કાળમાં “ગોંડલ બાપુ” નું સૂત્ર હતું કે “ગોંડલ રાજ નો કોઈપણ વ્યક્તિ સવારે ભૂખ્યો જાગે પરંતુ રાત્રે ભૂખ્યો ના સુવે” તે સૂત્ર ગોંડલ રાજવી પરિવારે ચરિતાર્થ કર્યું છે. આ…

Read More

રાજકોટ શહેર ટ્રાફિક પી.આઇ. સુખવિન્દરસીંગ ગડુ દ્વારા લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવા સૂચના અપાઈ

રાજકોટ, રાજકોટ શહેર તા.૩.૫.૨૦૨૦ ના રોજ ટ્રાફિક પી.આઇ. સુખવિન્દરસીંગ ગડુ દ્વારા બજરંગવાડી વિસ્તારમાં લોકોને સોશિયલ ડિસ્ટન્સ. માસ્ક પહેરો. પાન-ફાકી ખાઈને થુકશૂં નહિ તથા બિનજરૂરી બહારના નીકળવા સૂચનાઓ આપવામાં આવી તથા બિનજરૂરી બહાર નીકળવા વાળા લોકોના વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. તેમજ પી.આઇ. ગડુ તેમના સ્ટાફના માણસો સાથે બજરંગવાડી વિસ્તારમાં લોકડાઉન દરમિયાન સધન પેટ્રોલીંગ કરવામાં આવેલ છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More