હિન્દ ન્યુઝ, સુરત દેશના નાગરીકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા આહ્વાન કર્યું છે. જેનો હકારાત્મક પ્રતિસાદ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજય સરકાર દ્વારા રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત કરતી અનેક પહેલો કરવામાં આવી રહી છે. લોકોના સ્વાસ્થ્યપ્રદ ખોરાક મળી રહે તે માટે પ્રાકૃતિક ખેતી એ સમયની માંગ છે. દરેક ખેડૂતો પોતાની જમીનમાં એક ગુઠાથી પણ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરીને તેના પરિણામો મળ્યા બાદ આગળ વધે તે માટે ખેડૂતોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ઝીરો બજેટની ખેતીથી જમીનનું રક્ષણ પણ થશે…
Read MoreMonth: October 2024
જિલ્લામાં નેશનલ હાઇવે, રોડ-રસ્તા, બ્રિજના કામોની સમીક્ષા બેઠક મળી
હિન્દ ન્યુઝ, સુરત કેન્દ્રીય જળશકિત મંત્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને જિલ્લામાં નેશનલ હાઇવે, રોડ-રસ્તા, બ્રિજના કામોની સમીક્ષા બેઠક મળી હતી. વન અને પર્યાવરણ રાજયમંત્રી મુકેશભાઈ પટેલ તથા ધારાસભ્ય સંદિપ દેસાઈ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં કેન્દ્રીય મંત્રીએ પી.એમ.મિત્ર પાર્ક માટેના આભવા-ઉભરાટના રસ્તાનું કામ ઝડપી થાય તે માટે અધિકારીઓને જણાવ્યું હતું. આ ઉપરાંત નેશનલ હાઈવે પર હિન્દી અને ગુજરાતીમાં સાઈન બોર્ડ લગાવવામાં આવે તેમજ હજીરા ચાર રસ્તા પર સતત ટ્રાફિકને ધ્યાને લઈને હાઈવેના અધિકારીઓ તથા માર્ગ-મકાન વિભાગ સાથે મળીને યોગ્ય નિરાકરણ થાય તે માટે ચર્ચા કરવામાં આવી હતી. જયારે…
Read More.
બે માસથી વિખુટા પડેલ તમિલનાડુની મહિલાનું પરીવાર સાથે મિલન કરાવતુ હિંમતનગરનું નારી સંરક્ષણ કેંદ્ર
હિન્દ ન્યુઝ, હિંમતનગર નારી સંરક્ષણ કેંદ્ર હિંમતનગર દ્રારા બે માસથી વિખુટા પડેલ તમિલનાડુની મહિલાનું પરીવાર સાથે મિલન કરાવી સરાહનીય કામગીરી કરી છે.બે માસ પહેલા ૩૨ વર્ષિય મહિલા કોઈને કહ્યા વગર ઘરેથી નીકળીને ટ્રેનમાં બેસી ગયા હતા.આ મહિલાને સખી વન સ્ટોપ સાબરકાંઠા ખાતે આશ્રય આપવામાં આવ્યો હતો. સખી વન સ્ટોપ સેન્ટર ખાતે પાંચ દિવસ સુધી આશ્રય આપી મહિલાને લાંબાગાળાનાં આશ્રય માટે નારી સંરક્ષણ કેન્દ્ર હિંમતનગરમાં મોકલી આપ્યા હતા. મહિલાને નારી સંરક્ષણ કેન્દ્રમાં મેનેજર કાઉન્સેલીંગ કરતા આ મહિલા તમિલનાડુ તિરુવલ્લમ જિલ્લાના હોવાનું જાણવા મળ્યુ. આ વિગતો…
Read Moreઇડરના સુરપુર ખાતે દસ ગામ દીઠ ફરતા પશુ દવાખાના અને કામધેનુ યુનિવર્સિટી દ્વારા ગાયના પેટમાંથી ૩ ફુટના આંતરડાનો ખરાબ ભાગ કાઢી ગાયને નવજીવન અપાયું
હિન્દ ન્યુઝ, ઇડર સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના સુરપુર ગામ ખાતે દસ ગામ દીઠ ફરતા પશુ દવાખાના અને કામધેનુ યુનિવર્સિટી દ્વારા એક ગાયના પેટમાંથી ૩ ફુટના આંતરડાનો ખરાબ ભાગ કાઢી ગાયને નવજીવન આપી એક સરાહનીય કામગીરી કરવામાં આવી છે. સુરપુર ગામના રેહવાસી હસનભાઈ દાઉદભાઈ પરબડીયાની ગાયના પેટમા અસહ્ય પીડા થતા ગાય જમીન પર પીડાતી હતી. દવા કરતા દુઃખાવો બંધ થઈ ગયો હતો પરંતુ ખાઈ શકતી ન હતી. તેની તપાસ કરતા શંકા થઈ કે એના આંતરડામા આંતરગ્રહણના લીધે આંતરડાનો ભાગ બંધ થઈ ગયો છે. આ શંકાની પુષ્ટિ કરવા માટે સોનોગ્રાફીની…
Read Moreબોટિંગ અને વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી વધુ સલામત અને સુરક્ષિત બનાવવાની પ્રતિબદ્ધતા સાથે ગુજરાત ઇનલેન્ડ વેસેલ્સ નિયમો 2024ને મંજૂરી
હિન્દ ન્યુઝ, ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં બોટિંગ અને વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી વધુ સલામત અને સુરક્ષિત બનાવવાની પ્રતિબદ્ધતા સાથે ગુજરાત ઇનલેન્ડ વેસેલ્સ (કેટેગરી ‘C’ ઇનલેન્ડ વેસેલ્સની નોંધણી, સર્વેક્ષણ અને સંચાલન) નિયમો 2024ને મંજૂરી આપી છે. આ નિયમો અંતર્ગત 10 મીટરથી ઓછી લંબાઈના પ્લેઝર ક્રાફ્ટ-હોડી-બોટના રજિસ્ટ્રેશન માટે સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટને અરજી કરવાની રહેશે. આ નિયમોમાં એવું સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે, જિલ્લા કે શહેરની વોટરસાઈડ સેફ્ટી કમિટી વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી અને બોટના સંચાલનનું સમયાંતરે ઈન્સ્પેક્શન કરશે તેમજ સલામતિ નિયમોના ભંગ બદલ દંડરૂપી શિક્ષાત્મક પગલાં લઈ શકશે. શહેરી અને ગ્રામિણ…
Read Moreગાંધીનગર ખાતે 17મી અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સ એન્ડ એક્ઝિબિશન 2024નો શુભારંભ
હિન્દ ન્યુઝ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે 17મી અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સ એન્ડ એક્ઝિબિશન 2024નો ગૃહ તેમજ વાહનવ્યવહાર રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગરના મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે શુભારંભ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો દ્વારા આ અવસરે ‘Enabling Safe Routes To School’, ‘Living Lab Methodology Toolkit’ તેમજ The Green Urban Mobility Partnership ન્યૂઝ લેટર તથા શહેરી પરિવહનને વધુ સુદ્રઢ બનાવવા માટેના રિપોર્ટનું વિમોચન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ શહેરીકરણ માટે વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી, સુગમ અને લાસ્ટ માઈલ…
Read Moreદિવાળીના પર્વમાં અજવાળું પાથરતા હિંમતનગરના માનસિક દિવ્યાંગ બાળકો
હિન્દ ન્યુઝ, હિંમતનગર સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં આવેલ સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા જ્યાં કોઈપણ પ્રકારની ફી વગર માનસિક દિવ્યાંગ બાળકોની શાળા સાથે હોસ્ટેલ ચલાવવામાં આવે છે. આ સંસ્થામાં ૮ થી ૪૫ વર્ષ સુધીના માનસિક દિવ્યાંગ બાળકોને પ્રવેશ આપવામાં આવે છે. દિવાળીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે દેવના દીધેલા આ સંસ્થાના માનસિક દિવ્યાંગ બાળકો દિવાળીનું અજવાળું પાથરવા ખૂબ જ સુંદર દીવડાનું નિર્માણ કરી રહ્યા છે. આ બાળકોને ભવિષ્ય માટે તૈયાર કરવામાં આવે છે. આ બાળકોને સતત પ્રવૃત્તિશીલ રાખવાની સાથે સાથે તે પોતે પગભર બને…
Read Moreકાલાવડમાં પરવાના વગર ફટાકડાના વેપારીઓ દ્વારા ફટાકડાનું વેચાણ શરૂ થતા તંત્ર સામે ઉઠ્યા અનેક સવાલો !!
હિન્દ ન્યુઝ, કાલાવડ * કાલાવડમાં તંત્રના ભય વગર ગેરકાયદેસર રીતે પરવાના વગર ફટાકડાનું વેચાણ કરતા વેપારીઓ પર કોની રહેમ નજર ?? * પરવાનો મેળવ્યા વગર વેપારીઓ ફટાકડાનું વેચાણ કરી શકે ખરા ?? * માત્ર હંગામી પરવાના માટે અરજી કરેલ વેપારી પરવાનો મેળવ્યા પહેલા જ ફટાકડાનું વેચાણ શરૂ કરી શકે ખરા?? * શું રાજકીય વગ ધરાવતા ફટાકડા વેપારીઓ સામે કાલાવડ ટાઉન પોલીસ અને મામલતદાર તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે?? * કાલાવડમાં વગર પરવાને ફટાકડાનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં રાજકોટ ટી.આર.પી. ગેમ ઝોન જેવો અગ્નિકાંડ બનવા પામશે તો તેની જવાબદારી કોના…
Read Moreજસદણમાં દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો
હિન્દ ન્યુઝ, જસદણ જસદણ જુના માર્કેટિંગ યાર્ડ ખાતે દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પ યોજવામાં આવ્યો. જેમા દિવ્યાંગ લોકો માટે ઇલેક્ટ્રીક સાયકલ સહિત 50 લાખની કિંમતના 487 જેટલા વિવિધ સાધનો વિતરણ કરવામાં આવ્યા. જેનો 287 જેટલા લાભાર્થીઓને લાભ મળેલ. આ કાર્યક્રમ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં રાજ્ય સભાના સાંસદ રામભાઈ મોકરીયા, જિલ્લા કલેકટર જસદણ એસ ડી એમ, તાલુકા ભાજપ પ્રમુખ વેકરીયા, પંકજભાઈ ચાંવ સહિત ના આગેવાનો હાજર રહ્યા હતા. રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ
Read More