બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઈગામ તાલુકામાં સમરસતા, સમાનતા અને બંધુતાનુ ઉદારણ પુરૂ પાડવામાં આવ્યું

 

હિન્દ ન્યૂઝ, સુઈગામ 

   સરહદી તાલુકાના સુઈગામ મથકે વાલ્મીકી સમાજની દિકરીને કરિયાવર ભેટ સ્વરૂપે આપવામાં આવી
સરહદી તાલુકાના સુઈગામ મથકે બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન સુઈગામ એકમ દ્વારા સુઈગામમાં રહેતી મા-બાપ વિનાની અનાથ દિકરીનાં લગ્ન લેવામાં આવ્યા હતાં ત્યારે વાલ્મીકી દિકરીના મા -બાપની ખોટ બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન સુઈગામ એકમના પદાધિકારીઓ દ્વારા (ઉપ-પ્રમુખ -બાબુ ભાઈ પરમાર, સેક્રેટરી -અર્જુન ભાઈ વાઘેલા, પ્રભુ ભાઈ પરમાર, તથા સંગઠનના કાર્યકરો ની ઉપસ્થિતિ માં વાલ્મીકી સમાજના રીતરિવાજ મુજબ સમાજના અગ્રણી સાથે બેસીને દિકરીને યથાશક્તિ પ્રમાણે (રુ.5100/-) ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા અને તમામે સમાજ સાથે ચા -પાણી ભોજન લીધું હતું .

અહેવાલ : વેરસીભાઈ રાઠોડ, સુઈગામ

Related posts

Leave a Comment