છોટાઉદેપુર જિલ્લાના કેટલાક વિસ્તારો તા. ૨૭ એપ્રિલ સુધી “નો પાર્કિંગ ઝોન” જાહેર કરાયા

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર     છોટાઉદેપુર જિલ્લામાં ટ્રાફિક સમસ્યા નિવારણ, માર્ગ પર ટ્રાફિક નિયમનની જાળવણી તેમજ સી.સી.ટી.વી. અંતર્ગત અલગ-અલગ જગ્યાએ લગાડવામાં આવેલ VISWAS કેમેરા દ્વારા ગુણવત્તાસભર રેકોર્ડિંગ થાય તે સારૂ વાહનોની અવર-જવર ઉપર નિયંત્રણ રાખવા માટે છોટાઉદેપુરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શૈલેષ ગોકલાણીએ એક જાહેરનામા દ્વારા જિલ્લાના કેટલાક વિસ્તારોને આગામી તા.૨૭/૦૪/૨૦૨૩ સુધી “નો – પાર્કિંગ ઝોન” જાહેર કરીને વાહનોના પાર્કિંગ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામા અનુસાર છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલ પંપ ચોકડીથી વસુંધરા મીલ સુધીનો સમગ્ર રોડ, સર્કિટ હાઉસથી પેટ્રોલ પંપ ચોકડી, બસ સ્ટેશન, એસ.બી.આઈ. બેન્ક સુધીનો સમગ્ર…

Read More

રાષ્ટ્રીય સુરક્ષા અને સલામતી માટે ભારતીય તટરક્ષક દળની ભૂમિકા મહત્વપૂર્ણ – રક્ષાસચિવ ગિરિધર અરમને

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     ભારતીય તટરક્ષક દળના ઈણાજ ખાતે આવેલ સ્ટેશન ખાતે તટરક્ષક દળના જવાનો માટે રહેવા માટેના આવાસો અને ઓટીએમ સાથે હેલિપેડનું લોકાર્પણ આજે રક્ષાસચિવ ગિરિધર અરમનેની વિશેષ ઉપસ્થિતિમાં શ્રીમતી ગાયત્રી અરમનેએ કર્યું હતું. વેરાવળ તાલુકાના ઈણાજ ખાતે કલેક્ટર કચેરીને અડીને આવેલા સ્ટેશન ખાતે ભારતીય તટરક્ષક દળના જવાનોને રહેવા માટેની સુદ્રઢ વ્યવસ્થાઓ મળે તે માટે ૬૦ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. વ્યાયામ અને રમતગમત માટેની સુવિધાઓ, વોલિબોલ અને પરેડ ગ્રાઉન્ડ સાથે સુએઝ ટ્રીટમેન્ટની વ્યવસ્થાઓ સાથે મેસની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. જેથી જવાનોને વધુ સારી સગવડો તેમના…

Read More

પેટલાદ સંસ્કૃત પાઠશાળા અને બોચાસણ પીટીસી કોલેજ ખાતે મતદાન કરવાના સંકલ્પ પત્ર ભરાવાયા

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ હિન્દ ન્યુઝ, આણંદ    ગુજરાતમાં ત્રીજા તબક્કામાં યોજાનાર લોકસભાની સામાન્ય ચૂંટણી અન્વયે આગામી તા. ૭-૫-૨૦૨૪ ના રોજ મતદાન થનાર છે. ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા અને સૂચના મુજબ આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન નિચે આણંદ જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે મતદારોને જાગૃત કરવા માટે ખાસ મતદાર જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહયું છે.         આણંદ જિલ્લામાં મતદાર જાગૃતિ અર્થે સ્વીપ કાર્યક્રમ અંતર્ગત ગામે ગામ કાર્યક્રમ યોજી મહિલાઓ, યુવાઓ અને તમામ મતદારો આગામી ચૂંટણીમાં મતદાન કરવા પ્રેરાય તે માટે જિલ્લા શિક્ષણ અધિકારી…

Read More