બેન્ક, દુકાન, હોસ્પિટલો સહિતની તમામ જગ્યાએ સીસીટીવી કેમેરા ગોઠવવા ફરજીયાત

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર  છોટાઉદેપુર જિલ્લામાં વિભિન્ન પ્રકારના મિલ્કત સંબંધી ગુનાઓ જેવા કે વાહન ચોરી, ઘરફોડ ચોરી, લુંટ ધાડ જેવા ગુના બનતા હોય છે. જેથી જાહેર સ્થળોએ લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા ગુનાઓ નિવારવા, ગુનાઓ શોધવા, તથા ઇન્વેસ્ટીગેશનમાં ઉપયોગી અને મહત્વની કડી બને છે. જેને અનુલક્ષીને છોટાઉદેપુર જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કે.ડી ભગતએ તેમને મળેલી સત્તાની રૂએ છોટાઉદેપુર જિલ્લાની નીચે મુજબની જગ્યાએ સીસીટીવી ગોઠવવા જાહેનામું બહાર પાડી હુકમ કર્યો છે.  જવેલર્સની દુકાનો તથા તમામ પ્રકારની દુકાનો, સરકારી તથા ખાનગી બેન્કો, એ.ટી.એમ, ખાનગી હોસ્પિટલો, આંગડિયા પેઢી, શોપિંગ કોમ્પ્લેક્ષ/થિયેટર્સ/કોમર્શિયલ સેન્ટર ઉપર સિકયુરીટીને ધ્યાને લઇ…

Read More

મહાશિવરાત્રીના પર્વને ધ્યાનમાં લઈ જાહેરનામું

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      આગામી તા.૦૮/૦૩/૨૦૨૪ના રોજ “મહાશિવરાત્રી” પર્વના કારણે શ્રી સોમનાથ મંદિર ખાતે દર્શનાર્થીઓની મોટી ભીડ રહેતી હોય છે. જેથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તેમજ ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તેવા હેતુસર ગીર સોમનાથ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જી.આલ દ્વારા ‘નો પાર્કિંગ ઝોન’ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર વેરાવળ તાલુકાના પ્રભાસ પાટણ મુકામે સફારી બાયપાસ તરફથી થઈ ગુડલક સર્કલ થઈ વેલેશ્વર થઈ તમામ પ્રકારના વાહનો એકમાર્ગીય રીતે ન્યુ ગૌરીકુંડ પાર્કિંગમાં આવશે અને ત્યાંથી વાહનો પાર્કિંગમાં મુકી માણસો દર્શન કરી…

Read More

ઈણાજ મોડેલ હાઇસ્કુલના વિદ્યાર્થીઓ માટે યોજાયો નાણાકિય સાક્ષરતા કેમ્પ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ વેરાવળ તાલુકાના ઇણાજ ખાતેની મોડેલ હાઇસ્કુલમાં વિદ્યાર્થીઓ માટે નાણાકિય સાક્ષરતા કેમ્પ યોજાયો હતો. આ કેમ્પ અંતર્ગત તમામ વિદ્યાર્થીઓને બેંકની કાર્યપદ્ધતિ વિશે સમજૂતી તેમજ બેંકમાં કેવી રીતે ખાતું ખોલાવવું? બેન્કની વિવિધ બચત યોજના તેમજ સરકારની વિવિધ યોજના અને નાણાંકિય ફ્રોડ અંગે સાવધાની જેવા અનેક મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઈણાજ મોડેલ સ્કુલના પ્રિન્સિપાલ અલ્પાબેનના માર્ગદર્શન હેઠળ હાઇસ્કુલમાં એફ.એલ.સી. કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એફ.એલ.સી જગદીશ પરમારે વિદ્યાર્થીઓને આર.બી.આઈ.ના વિવિધ નિયમો તેમજ બેંકની કાર્યપદ્ધતિ વિશે માહિતી આપી હતી.  જગદિશ પરમારે ફાઈનાન્શિયલ સ્માર્ટ બનવાનો સંદેશો આપી વિદ્યાર્થીઓને ખાતું…

Read More

માવઠાની આગાહીના પગલે ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિને સાવચેતીના પગલા લેવા સુચના

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર      છોટાઉદેપુર જિલ્લાના નિવાસી અધિક કલેકટરની કમોસમી વરસાદની આગાહીને લઈને એક અખબારી યાદી બહાર પાડવામાં આવી છે. જે યાદી પ્રમાણે તા.૧ અને ૨ માર્ચના રોજ કમોસમી વરસાદની આગાહી હોઈ ખેતીવાડી ઉત્પન બજાર સમિતિઓમાં ખુલ્લા રાખવામાં આવેલા પાકો તેમજ ખુલ્લામાં રાખવામાં આવેલ અનાજની બોરીઓ વરસાદથી પલળીને નુકસાન ન થાય તેની સાવચેતી રાખવા તમામ ખેતીવાડી ઉત્પન બજાર સમિતિઓ, સબ સેન્ટરોમાં તથા ખેતીના પાકો પરિવહન દરમિયાન પલળી ન જાય તે અંગે જિલ્લા આપાતકાલીન કામગીરી કેન્દ્રને સુચના આપી હતી.

Read More