માવઠાની આગાહીના પગલે ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિને સાવચેતીના પગલા લેવા સુચના

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર

     છોટાઉદેપુર જિલ્લાના નિવાસી અધિક કલેકટરની કમોસમી વરસાદની આગાહીને લઈને એક અખબારી યાદી બહાર પાડવામાં આવી છે. જે યાદી પ્રમાણે તા.૧ અને ૨ માર્ચના રોજ કમોસમી વરસાદની આગાહી હોઈ ખેતીવાડી ઉત્પન બજાર સમિતિઓમાં ખુલ્લા રાખવામાં આવેલા પાકો તેમજ ખુલ્લામાં રાખવામાં આવેલ અનાજની બોરીઓ વરસાદથી પલળીને નુકસાન ન થાય તેની સાવચેતી રાખવા તમામ ખેતીવાડી ઉત્પન બજાર સમિતિઓ, સબ સેન્ટરોમાં તથા ખેતીના પાકો પરિવહન દરમિયાન પલળી ન જાય તે અંગે જિલ્લા આપાતકાલીન કામગીરી કેન્દ્રને સુચના આપી હતી.

Related posts

Leave a Comment