જામનગર મહાનગરપાલીકા ઝોનકક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધાના વિજેતાઓ જાહેર કરાયા

હિન્દ ન્યુઝ, જામનગર     ગુજરાત સરકારનાં રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર અંતર્ગતનાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજીત અને મહાનગરપાલીકા જામનગર તેમજ જિલ્લા રમત-ગમત અધિકારી જામનગર શહેર દ્વારા સંચાલીત જામનગર મહાનગરપાલીકા કક્ષા સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન ગત તા.૨૩/૧૨/૨૦૨૩ના રોજ જામનગરનાં અજીતસિંહજી પેવીલીયન (ક્રીકેટ બંગલો), સ્વીમિંગ પૂલ હોલ ખાતે કરવામાં આવેલ હતું. આ સ્પર્ધામાં જામનગર મહાનગરપાલીકાના કુલ ૪ ઝોનમાંથી ૨૪ ઝોન કક્ષા વિજેતા ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ નંબર વિજેતા ભાઈઓમાં કાશોદરીયા શુભદ્ર અને બહેનોમાં તેજલ વડનગરા તેમજ દ્વિતિય ક્રમે વિજેતા ખેલાડી ભાઇઓમાં ચાંદ્રા હિંમતભાઈ…

Read More

જામનગરના લાલપુર તાલુકાની પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન કેન્દ્રો માટે સંચાલકની નિમણૂંક કરાશે

હિન્દ ન્યુઝ, જામનગર       જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના અરીખાણા પ્રાથમિક શાળા, ખેંગારપર પ્રાથમિક શાળા, ટેભડા વાડી શાળા-૧, મોડપર વાડી શાળા-૧, ખાયડી વાડી શાળા, બબરઝર વાડી શાળા-૨, વિરેશ્વર વાડી શાળા, ગોવાણા વાડી શાળા-૧, ટેભડા વાડી શાળા-૨, નવાણીયા વાડી શાળા, સણોસરા વાડી શાળા-૧, ચારણતુંગી વાડી શાળા તથા ગોવાણા વાડી શાળા ગામોની પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન કેન્દ્રો માટે સંચાલકની જગ્યાઓ ભરવાની છે.જેમાં, ફરજ બજાવવા અંગે ઈચ્છુક ઉમેદવારોએ આગામી તા.૦૫ જાન્યુઆરી સુધીમાં તેમનું નિયત નમૂના સાથેનું અરજી પત્રક લાલપુર મામલતદાર કચેરીની મધ્યાહન ભોજન શાખામાંથી કચેરી સમય દરમિયાન આવીને રૂબરૂ મેળવી જમા કરવાનું…

Read More

જન જનના સપનાં સાકાર કરવાનો સરકારનો સંકલ્પ એટલે વિકસિત ભારત સંકલ્પ યાત્રા

હિન્દ ન્યુઝ, જામનગર લાલપુર તાલુકાના મોટી વેરાવળ તથા વડ પાંચસરા ગામે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંવાદને લાભાર્થીઓએ વર્ચુઅલ માધ્યમથી સાંભાળ્યો હતો.વિકસિત ભારત સંકલ્પ યાત્રા મોટી વેરાવળ તથા વડ પાંચસરા ખાતે આવી પહોંચતા ગ્રામજનોએ હરખભેર રથનું સ્વાગત કર્યું હતું. કેન્દ્ર અને રાજ્ય સરકારની લોક કલ્યાણની યોજનાઓનો લાભ અંતિમ વ્યકિત સુધી પહોંચાડવાના હેતુથી આયોજિત કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં ગ્રામજનો સહભાગી થયા હતા.આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ સહિતના મહાનુભાવોએ લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરી નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓના લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ પ્રવિણસિંહ જાડેજા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ…

Read More

વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું લાલપુર તાલુકાના મોટી વેરાવળ ગામે ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત તાલુકા પંચાયત પ્રમુખ પ્રવિણસિંહ જાડેજા તથા જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજના હસ્તે લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર કેન્દ્ર અને રાજ્ય સરકારની વિભિન્ન જનહિતકારી યોજનાઓને દરેક લોકો સુધી પહોંચાડી વંચિતોને વરિયતા પ્રદાન કરવાના ઉત્કૃષ્ઠ અભિગમ સાથે આયોજિત ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું લાલપુર તાલુકાના મોટી વેરાવળ ગામે ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. લાલપુર તાલુકા પંચાયત પ્રમુખ પ્રવિણસિંહ જાડેજા તથા જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમમાં લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓના લાભ આપી લાભાન્વિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે તાલુકા પંચાયત ઉપપ્રમુખ નંદાણીયા, પ્રાંત અધિકારી અસવાર, જિલ્લા મહિલા અને બાળ ક્લ્યાણ અધિકારી ગોહિલ, તાલુકા વિકાસ અધિકારી પંકજ મહેતા, આગેવાન સર્વ વિનોદભાઇ, અરશીભાઇ,…

Read More

સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને પી.એમ.સ્વનિધિ યોજના હેઠળના શેરી ફેરિયાઓ તથા તેમના પરિવારજનોનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, જામનગર શહેરના ધન્વંતરિ ઓડિટોરિયમ ખાતે સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને પી.એમ.સ્વનિધિ યોજના હેઠળના શહેરી શેરી ફેરિયાઓ તથા તેમના પરિવારજનોના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન જામનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં પી.એમ.સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માનિત કરી પ્રોત્સાહિત કરાયા હતા. આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે કોઈપણ યોજના સાચા અર્થમાં ત્યારે જ સાર્થક થાય છે જ્યારે સાચા વ્યક્તિને તેનો લાભ મળે છે.તેથી જ સમાજના દરેક વર્ગના લોકોને સીધો ફાયદો કરે એ પ્રકારની અનેક યોજનાઓ વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ અમલમાં મુકવામાં આવી છે. ભૂતકાળમાં લોન તો દુરની વાત…

Read More

મેરી કહાની મેરી ઝુબાની’ પાલીતાણાના બહાદુરગઢ ગામના નારણભાઈ લાઠીયા ને મળ્યો પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ

હિન્દ ન્યુઝ, ભાવનગર  પાલીતાણાના બહાદુરગઢ ગામના નારણભાઈ લાઠીયા ને મળ્યો પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળતા એમનું કાચું મકાન પાકું છત્ત વાળું બન્યું હતું. આ યોજના અંતર્ગત એમને હપ્તેથી કુલ એક લાખ અને વીસ હજારની સહાય મળી હતી. વિકસીત ભારત સંકલ્પ રથ પાલીતાણાના બહાદુરગઢ ગામે આવતા નારણભાઈ લાઠીયા એ મેરી કહાની મેરી ઝુબાની અંતર્ગત જણાવ્યું હતું કે તેઓ પચાસ વર્ષ થી જે ઘરમાં રહેતા હતા ત્યાં છેલ્લા પાંચ વર્ષથી વરસાદમાં પાણી પડવાની તેમજ અન્ય ઋતુમાં પણ સમસ્યાનો સામનો કરવો પડતો હતો. ત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના થકી સહાય મળતા પાકું ઘર બની…

Read More

વિકસીત ભારત સંકલ્પ રથ ગામમાં આવતા ઘર આંગણે સોઈલ હેલ્થ કાર્ડ મળ્યું : નરસિંહભાઈ વાઘાણી

હિન્દ ન્યુઝ, ભાવનગર સરકાર નો આભાર વ્યકત કરતા નરસિંહભાઈ વાઘાણી એ જણાવ્યું હતું કે, હું ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના બહાદુરગઢ ગામનો રહેવાસી છું. વિકસીત ભારત સંકલ્પ રથ પાલીતાણા તાલુકાના બહાદુરગઢ ગામે આવી પહોંચતા ગામમાં જ સોઈલ હેલ્થ કાર્ડનો લાભ મળ્યો હતો. નરસિંહભાઈ વાઘાણી એ વધુમાં જણાવ્યું હતુ કે સોઈલ હેલ્થ કાર્ડ થકી હવે તેઓ જમીનનું લેબોરેટરી પરીક્ષણ કરાવી શકશે જેથી જમીનમાં કોઈ ઉણપ હોઈ તો એમને ખ્યાલ આવશે, સરકાર ની આ યોજના બદલ સરકાર નો ખુબ ખુબ આભાર માન્યો હતો.    

Read More

‘મેરી કહાની મેરી ઝુબાની’ વિકસીત ભારત સંકલ્પ રથ થકી મળ્યું આયુષ્યમાન કાર્ડ નું કવચ : ભુપતભાઈ બાથાણી

હિન્દ ન્યુઝ, ભાવનગર  વિકસીત ભારત સંકલ્પ યાત્રા પાલીતાણા તાલુકાનાં બહાદુરગઢ ગામે આવી પહોંચતા સ્થળ પરના લાભાર્થી ભુપતભાઈ બાથાણી ને આયુષ્યમાન કાર્ડ મળ્યું હતું. આ તકે ભુપતભાઈ બાથાણી એ જણાવ્યું હતું કે વિકસીત ભારત સંકલ્પ યાત્રા એમના ગામ બહાદુરગઢ આવતા એમને ઘર આંગણે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ નીકળી ગયું હતું, આથી એમને હવે આરોગ્ય પ્રત્યેની ચિંતા માંથી મુક્તિ મળી છે. પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ થકી કેન્દ્ર સરકાર ની પાંચ લાખ અને રાજ્ય સરકાર તરફથી પાંચ લાખ એમ કુલ દસ લાખનું સુરક્ષા કવચ મળે છે.    

Read More

સંતરામપુર તાલુકાના બારેલા ગામમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ રથનું આગમન

હિન્દ ન્યુઝ, મહીસાગર         મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના બારેલા ગામમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ રથનું આગમન થતા ગ્રામજનોએ ઉત્સાહભેર આવકારી સ્વાગત કર્યું હતું.         વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને તેના ઉદ્દેશ વિષે ગ્રામજનોને માહિતગાર કરાયા હતા તેમજ વિવિધ શાખાઓના અધિકારીઓ દ્વારા કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ યોજનાઓ વિષે વિસ્તૃત માહિતી પુરી પાડવામાં આવી હતી.            આ અવસરે મહાનુભવોના હસ્તે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ લાભાર્થીઓએ યોજનાના મળેલા લાભો વિશે વાત કરી અન્યને યોજનાથી માહિતગાર કર્યા હતા.…

Read More

ચાર કરતાં વધુ વ્યક્તિઓએ એકી સાથે કોઈપણ જગ્યાએ ભેગા થવા પર મનાઈ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયુ

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર  જિલ્લા સેવા સદન છોટાઉદેપુર તથા જિલ્લાનાં છોટાઉદેપુર, બોડેલી, નસવાડી, જેતપુર-પાવી, ક્વાંટ તથા સંખેડા તાલુકા સદન, છોટાઉદેપુર નગરપાલિકાની બહાર કે સદર જિલ્લા/તાલુકા સેવાસદન/ નગરપાલિકા ખાતેનાં ૧૦૦ મીટર ત્રિજ્યાનાં વિસ્તારમાં આ જાહેરનામાં અન્‍વયે સક્ષમ અધિકારીની પરવાનગી મેળવ્યા સિવાય, અનઅધિકૃત/ગેરકાયદેસર રીતે ચાર કરતા વધુ વ્યક્તિઓએ એકી સાથે કોઈપણ જગ્યાએ ભેગા થઈને કોઈ મંડળી બનાવી ધારણા, આવેદન પત્ર આપવા, પ્રતિક ધારણા, ભુખ હડતાળ પર બેસવા, ઉપવાસ કે આમરણાંત ઉપવાસ ઉપર બેસવા, સંગઠિત થઈ રેલી કાઢવા ઉપર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, છોટાઉદેપુર દ્વારા તા.૨૫/૧૨/૨૦૨૩ થી તા.૨૨/૦૨/૨૦૨૪સુધી (બંને દિવસો સહિત) મનાઈ ફરમાવવામાં આવી છે.

Read More