વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ઉમળકાભેર સ્વાગત કરતા ભાવનગર તાલુકાના ભંડારીયાના ગ્રામજનો

હિન્દ ન્યુઝ, ભાવનગર  કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી ભાવનગર તાલુકાના ભંડારીયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ આવી પહોંચ્યો હતો. જ્યાં ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રા રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. સરકારના અધિકારી-કમૅચારીઓએ કેન્દ્ર અને રાજય સરકારની પોષણ અભિયાન, પી.એમ કિસાન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, આયુષ્યમાન કાર્ડ,જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી, પશુપાલન માટેની યોજનાઓ જેવી વિવિધ વિભાગોની યોજનાઓ વિષે વિસ્તૃત માહિતી પુરી પાડવામાં હતી. આ અવસરે મહાનુભવોના હસ્તે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ…

Read More

રાજકોટ મહાનગરપાલિકા, જિલ્લા રમતગમત વિભાગ, યોગ બોર્ડ, યુવા બોર્ડ દ્વારા સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન

હિન્દ ન્યુઝ, રાજકોટ યોગ એ આપણી ભારતીય સંસ્કૃતિની દેન છે. પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી યોગ વિદ્યાને વિશ્વ ફલક ઉપર લાવવા તથા માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સંધની ૬૯મી સામાન્ય સભા સમક્ષ ૨૧મી જુનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવા કરેલ પ્રસ્તાવને સયુંકત રાષ્ટ્ર સંઘ દ્વારા મંજુર કરવામાં આવેલ. જેના ભાગરૂપે સમગ્ર વિશ્વમાં તારીખ ૨૧મી જુનના દિવસને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. યોગનો પ્રચાર પ્રસાર થાય અને યોગને પ્રોત્સાહન મળે તે માટે આ…

Read More