આગામી લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવા યુવાઓ માટે મતદાર તરીકે નોંધણી કરાવવાની ઉત્તમ તક

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ          મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા રાજ્યભરમાં હાથ ધરવામાં આવેલા મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2024ના આખરી દિવસ તા.09 ડિસેમ્બર, 2023ના રોજ રાજ્યભરમાં ખાસ ઝૂંબેશ યોજાશે. લોકસભાની આગામી સામાન્ય ચૂંટણીઓમાં મતદાન કરવા માટે તા.01-01-2024ની લાયકાતની તારીખે 18 વર્ષ પૂર્ણ કરતા હોય તેવા યુવાઓ માટે મતદાર તરીકે નોંધણી કરાવવાની આ ઉત્તમ તક છે. મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત તા.09 ડિસેમ્બર, 2023 (રવિવાર)ના રોજ રાજ્યભરના તમામ મતદાન મથકો પર સવારે 10.00થી સાંજે 05.00 વાગ્યા દરમિયાન મતદારયાદીમાં પોતાનું નામ ચકાસી શકાશે. સાથે જ મતદારયાદીમાં નામ નોંધણી, સુધારા-વધારા અને મતદારયાદીમાંથી…

Read More

જોડિયા તાલુકાના બોડકા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, જામનગર       સમગ્ર ગુજરાતમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા પરિભ્રમણ કરી રહી છે. જેમાં અનેક લાભાર્થીઓને લાભાન્વિત કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમ અંતર્ગત, જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બોડકા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉક્ત કાર્યક્રમમાં ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓ અને લાભાર્થીઓની માહિતી જણાવતી ફિલ્મ બતાવવામાં આવી હતી. મેરી કહાની, મેરી જુબાની અંતર્ગત લાભાર્થીઓએ સરકારી યોજનાઓ થકી પોતાને મળેલા લાભો અંગે અનુભવ જણાવ્યા હતા. આરોગ્ય તપાસણી કેમ્પમાં 76 જેટલા ગ્રામજનોએ આરોગ્યલક્ષી માર્ગદર્શન મેળવ્યું હતું. તેમજ ”ધરતી કરે પોકાર” અંતર્ગત પ્રાકૃતિક કૃષિલક્ષી નુક્કડ-નાટક રજૂ કરવામાં આવ્યું…

Read More

જામનગર (શહેર) તાલુકામાં આગામી તા.27 ડિસેમ્બરે ‘તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ’ યોજાશે

હિન્દ ન્યુઝ, જામનગર       ‘સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ’ની રાજય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ ‘તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ’ દર માસના ચોથા બુધવારે યોજવાનું સૂચન કર્યું છે. જે અન્વયે, જામનગર (શહેર) તાલુકામાં ‘તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ’ આગામી તા.27 ડિસેમ્બરના રોજ સવારના 11:30 કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી, મુખ્ય કારોબારી અધિકારી, જાડા, જામનગરના અધ્યક્ષસ્થાને પ્રાંત અધિકારી, જામનગર (શહેર) ના મિટિંગ હોલમાં યોજવામાં આવશે.  તેથી, અરજદારોએ આગામી તા.11…

Read More

સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ભાગ લેવા માટેની લિંક લૉન્ચ કરાઈ

સૂર્ય નમસ્કાર સ્પર્ધા-૨૦૨૩-૨૪ હિન્દ ન્યુઝ, જામનગર        રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી રાજ્યમાં સૌપ્રથમ વખત સૂર્ય નમસ્કાર સ્પર્ધા-૨૦૨૩-૨૪નું આયોજન કરવામાં આવ્યું છે. તા.૬ ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યુ છે. આ માત્ર એક સ્પર્ધા નહિ, પરંતુ સૂર્ય નમસ્કારને લોકોના રોજિંદા જીવનનો હિસ્સો બનાવવાનું એક મહાઅભિયાન બની રહે, એ પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે. તાજેતરમાં જ રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી હર્ષ સંઘવીના હસ્તે સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં નોંધણી કરાવવા માટેની લિંક લૉન્ચ કરવામાં…

Read More