જોડિયા તાલુકાના બોડકા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, જામનગર 

     સમગ્ર ગુજરાતમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા પરિભ્રમણ કરી રહી છે. જેમાં અનેક લાભાર્થીઓને લાભાન્વિત કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમ અંતર્ગત, જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બોડકા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઉક્ત કાર્યક્રમમાં ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓ અને લાભાર્થીઓની માહિતી જણાવતી ફિલ્મ બતાવવામાં આવી હતી. મેરી કહાની, મેરી જુબાની અંતર્ગત લાભાર્થીઓએ સરકારી યોજનાઓ થકી પોતાને મળેલા લાભો અંગે અનુભવ જણાવ્યા હતા. આરોગ્ય તપાસણી કેમ્પમાં 76 જેટલા ગ્રામજનોએ આરોગ્યલક્ષી માર્ગદર્શન મેળવ્યું હતું. તેમજ ”ધરતી કરે પોકાર” અંતર્ગત પ્રાકૃતિક કૃષિલક્ષી નુક્કડ-નાટક રજૂ કરવામાં આવ્યું હતું. 

કાર્યક્રમના અંતે ઉપસ્થિત સર્વેએ વિકસિત ભારતની ભાવના સાકાર કરવાના સંકલ્પ લીધા હતા. કાર્યક્રમમાં આજુબાજુના ગામોમાંથી પધારેલા અગ્રણીઓ, અધિકારીગણ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહયા હતા.

Related posts

Leave a Comment