ભારતના ચૂંટણી પંચના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા અમદાવાદ ખાતે ચોથી રીજનલ કૉન્ફરન્સ યોજાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર  આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે ભારતના ચૂંટણી પંચની ટીમની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે ચોથી એક દિવસીય રીજનલ કોન્ફરન્સ સહ સમીક્ષા બેઠક યોજાઈ હતી. ચૂંટણી પંચના વરિષ્ઠ અધિકારીઓની ટીમ દ્વારા 05 રાજ્યો અને 01 કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્ય નિર્વાચન અધિકારી તથા સ્ટેટ પોલીસ નોડલ ઑફિસર્સ સાથે બેઠક યોજી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, મતદાન મથકોની વિગતો અને આગામી ચૂંટણીને લગતી તૈયારીઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. લોકસભાની આગામી ચૂંટણી સંદર્ભે ભારતના ચૂંટણી પંચ દ્વારા વિવિધ રાજ્યોની ચૂંટણીની તૈયારીઓ માટે રીજનવાઈઝ સમીક્ષા બેઠક યોજવામાં આવી રહી છે. ગત તા. 31 ઑક્ટોબરના રોજ…

Read More

ભાવનગર જિલ્લાના વિવિધ ગામડાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા તા.૧૬ ડિસેમ્બરનાં રોજ ફરશે

હિન્દ ન્યુઝ, ભાવનગર  કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ જનજન સુધી પહોચે તેવા આશયથી ભાવનગર જિલ્લાનાં તમામ તાલુકાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનાં રથો ગામે ગામ ફરી રહ્યા છે. જેમાં આવતીકાલે તા.૧૬/૧૨/૨૦૨૩ નાં ભાવનગર તાલુકામાં રામપર અને ભુંભલી, તળાજા તાલુકામાં તલ્લી અને વાલર, મહુવા તાલુકામાં વાવડી અને કાલમોદર, ગારીયાધાર તાલુકામાં માંડવી અને જાળીયા, શિહોર તાલુકામાં વાવડી (ગાજાભાઇ) અને ઝરીયા તેમજ પાલીતાણા તાલુકામાં સેંજળીયા અને નવા લોઇચડા ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના રથ ફરશે.  

Read More

ઘોઘા તાલુકાના માલપર ગામમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું ભાવપૂર્ણ સ્વાગત

હિન્દ ન્યુઝ, ભાવનગર  ભાવનગર જીલ્લાના ઘોઘા તાલુકાના માલપર ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો રથ આવી પહોંચતા ગ્રામજનો દ્વારા ભાવપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો સંદેશ શોર્ટફિલ્મ દ્વારા ઉપસ્થિત ગ્રામજનોએ નિહાળ્યો હતો. ઉપરાંત વિવિધ યોજના વિષે માહિતગાર કરતી શોર્ટફિલ્મ પણ ગ્રામજનોએ નિહાળી હતી. ‘મેરી કહાની, મેરી ઝુબાની’ અંતર્ગત લાભાર્થીઓએ પોતાને મળેલા લાભો વિશે જણાવ્યું હતું. ઉપરાંત પ્રાકૃતિક ખેતીના મહત્ત્વ વિશે જાણકારી આપવામાં આવી હતી. લાભાર્થીઓને સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભોના પ્રમાણપત્રનું અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા વિતરણ કરાયુ હતું. જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાએ તેમના સંબોધનમાં કહ્યું હતું કે, આપણો…

Read More

વલ્લભીપુર તાલુકાનાં રતનપુર ગામનાં ગ્રામવાસીઓએ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના રથનું ભવ્ય સ્વાગત કર્યું

હિન્દ ન્યુઝ, ભાવનગર  કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી ભાવનગરનાં વલ્લભીપુર તાલુકાનાં રતનપુર ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો રથ આવી પહોંચ્યો હતો. જ્યાં ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આ પ્રસંગે વિકસિત ભારત સંકલ્પ યાત્રા હેઠળની તમામ યોજનાઓ વિષે ગ્રામજનોને માહિતી પૂરી પાડી હતી. મહાનુભવોના હસ્તે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિભાગના અધિકારી, તાલુકા પંચાયતના સભ્ય સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Read More

ભાવનગર જિલ્લાનાં ઈ-શ્રમ કાર્ડ ધરાવતા તમામ કામદારો/ શ્રમિકો માટે જરૂરી માર્ગદર્શિકા બહાર પડાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાનાં ઈ-શ્રમ કાર્ડ ધરાવતા તમામ કામદારો/ શ્રમિકોને જણાવવામાં આવે છે કે, જો તેઓ બારકોડેડ રેશનકાર્ડ ધરાવતા હોય અને રેશનકાર્ડમાં અનાજનો જથ્થો મેળવતા હોય તો સંબંધિત મામલતદાર/ ઝોનલ કચેરીનો સંપર્ક કરી રેશનકાર્ડનું મેપિંગ કરાવી લેવું. ઈ-શ્રમ કાર્ડ ધરાવતા હોય પરંતુ રેશનકાર્ડમાં અનાજનો કોઈ જથ્થો ન મળતો હોય તો “મા અન્નપૂર્ણા યોજના” હેઠળ અરજી ફોર્મ સંબંધિત મામલતદાર કચેરી ખાતેથી મેળવી જરૂરી પુરાવા સાથે રજૂ કરવું. જો પાત્રતા ધરાવતા હશે તો ઈ-શ્રમ કાર્ડધારકોનો “મા અન્નપૂર્ણા યોજના હેઠળ સમાવેશ કરવામાં આવશે તથા ઈ-શ્રમ કાર્ડ ધરાવતા હોય પરંતુ રેશનકાર્ડ ન હોય…

Read More

ભાવનગર શહેરકક્ષા અને ગ્રામ્યકક્ષા બાળ પ્રતિભાશોધ સ્પર્ધા યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ભાવનગર સંચાલિત ભાવનગર શહેરકક્ષા અને ગ્રામ્યકક્ષા બાળપ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે. તા.૨૨/૧૨/૨૦૨૩ સુધીમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, જી-૧/૨, એનેક્ષી બિલ્ડીંગ, બહુમાળી ભવન, ભાવનગરનાં બ્લોગ એડ્રેસ dydobvr.blogspot.com પરથી ફોર્મ મેળવી જરૂરી માહિતી ભરીને પ્રવેશપત્ર પરત મોકલી આપવાના રહેશે. આ સ્પર્ધામાં લોકનૃત્ય, સમૂહગીત, લગ્નગીત, લોકગીત, એકપાત્રીય અભિનય, વકતૃત્વ, ભજન, લોકવાર્તા, લોકવાદ્ય સંગીત, નિબંધલેખન, ચિત્રકલા, સર્જનાત્મક કારીગરી, દોહા-છંદ-ચોપાઈની સ્પર્ધા યોજાશે. ભાવનગર શહેરકક્ષા અને ગ્રામ્યકક્ષાની…

Read More

રાજ્ય દિવ્યાંગ પારિતોષિક વર્ષ: ૨૦૨૩ અંગેની પારિતોષિક યોજના માટે અરજીઓ મંગાવાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર  રાજ્ય દિવ્યાંગ પારિતોષિક વર્ષ: ૨૦૨૩ અન્વયે અંધ, અપંગ, બહેરા-મૂંગા, મંદબુધ્ધિ તેમજ રક્તપિત્તમૂક્ત જેવા દિવ્યાંગ કર્મચારીઓ અને સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓ તેમજ દિવ્યાંગ વ્યક્તિઓને કામે રાખતા નોકરીદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે પારિતોષિક યોજના સરકારશ્રી દ્વારા અમલમાં મૂકવામાં આવેલ છે. દિવ્યાંગતા ૪૦% (ખોડખાપણ ધરાવતા) કે તેથી વધુ તેવુ છેલ્લા ત્રણ માસનું સિવિલ સર્જનનું ડોક્ટરી પ્રમાણપત્ર, ખોડ દેખાય તેવો એક પોસ્ટકાર્ડ સાઈઝ ફોટો, પોલીસ વેરીફીકેશન તેમજ અન્ય જરૂરી પ્રમાણપત્રો સાથે તા.૩૦/૧૨/૨૦૨૩ સુધીમાં અરજીની ૨ (બે) કોપી સાથે મદદનીશ નિયામક(રોજગાર) કચેરી, એનેક્સી બિલ્ડીંગ, બહુમાળી ભવન, ભાવનગર રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે. અરજી માટેનો…

Read More

ભાવનગર જિલ્લાના વિવિધ ગામડાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા તા.૧૫ ડિસેમ્બરનાં રોજ ફરશે

હિન્દ ન્યુઝ, ભાવનગર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ જનજન સુધી પહોચે તેવા આશયથી ભાવનગર જિલ્લાનાં તમામ તાલુકાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનાં રથો ગામે ગામ ફરી રહ્યા છે. જેમાં આવતીકાલે તા.૧૫/૧૨/૨૦૨૩ નાં ભાવનગર તાલુકામાં પીથલપર અને થોરડી, ઘોઘા તાલુકામાં માલપર અને મામસા, તળાજા તાલુકામાં દાઠા, વલ્લભીપુર તાલુકામાં શાહપુર અને રતનપુર(ગા), મહુવા તાલુકામાં બગદાણા, ગારીયાધાર તાલુકામાં ટીંબા અને સુખપર, ઉમરાળા તાલુકામાં ખીજડીયા અને ઇંગોરાળા, સિહોર તાલુકામાં ઢાંકણ કુંડા અને ચોરવડલા તેમજ પાલીતાણા તાલુકામાં મોટી રાજસ્થળી અને સમઢીયાળા ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના રથ ફરશે.  

Read More

આઇ.ટી.આઇ. ઉમરાળા ખાતે ભરતીમેળાનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, ભાવનગર દ્વારા આયોજિત ભરતીમેળામાં ખાનગીક્ષેત્રનાં અંદાજિત ૦૩ એકમ(કંપની)માં ડિજિટલ માર્કેટિંગ એક્સિક્યુટિવ, એક્સપોર્ટ એક્સિક્યુટિવ, ઓફિસ એક્સિક્યુટિવ, અકાઉંટન્ટ, બ્રાન્ચ મેનેજર, આસી.બ્રાન્ચ મેનેજર, એજન્ટ એડ્વાઇઝર વગેરે જેવી વિવિધ જગ્યાઓ ભરવાની છે. જેમાં ૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજયુએટ વગેરે શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓને ભરતીમેળામાં તા.૧૬/૧૨/૨૦૨૩ (શનિવાર), સમય: સવારે ૧૦:3૦ કલાકે, આઈ.ટી.આઈ – ઉમરાળા, ઉમરાળા-ટિંબી રોડ, તા.ઉમરાળા, જિ.ભાવનગર ખાતે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની ૩ (ત્રણ) નકલ સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે.

Read More