હિન્દ ન્યુઝ, ભાવનગર
રાજ્ય દિવ્યાંગ પારિતોષિક વર્ષ: ૨૦૨૩ અન્વયે અંધ, અપંગ, બહેરા-મૂંગા, મંદબુધ્ધિ તેમજ રક્તપિત્તમૂક્ત જેવા દિવ્યાંગ કર્મચારીઓ અને સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓ તેમજ દિવ્યાંગ વ્યક્તિઓને કામે રાખતા નોકરીદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે પારિતોષિક યોજના સરકારશ્રી દ્વારા અમલમાં મૂકવામાં આવેલ છે. દિવ્યાંગતા ૪૦% (ખોડખાપણ ધરાવતા) કે તેથી વધુ તેવુ છેલ્લા ત્રણ માસનું સિવિલ સર્જનનું ડોક્ટરી પ્રમાણપત્ર, ખોડ દેખાય તેવો એક પોસ્ટકાર્ડ સાઈઝ ફોટો, પોલીસ વેરીફીકેશન તેમજ અન્ય જરૂરી પ્રમાણપત્રો સાથે તા.૩૦/૧૨/૨૦૨૩ સુધીમાં અરજીની ૨ (બે) કોપી સાથે મદદનીશ નિયામક(રોજગાર) કચેરી, એનેક્સી બિલ્ડીંગ, બહુમાળી ભવન, ભાવનગર રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે. અરજી માટેનો નમૂનો ખાતાની વેબસાઈટ www.talimrojgar.gujarat.gov.in પરથી પણ મેળવી શકો છો તેમજ રોજગાર કચેરી ખાતેથી પણ તા.૩૦/૧૨/૨૦૨૩ સુધી મેળવી શકશો.