૨૦૪ ગ્રામ પંચાયતોનો ૧૦૦ ટકા જમીન રેકર્ડ ડિજિટલાઇઝેશન કરાયું

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર     છોટાઉદેપુર જિલ્લાના ૬ તાલુકાના તા. ૧૫.૧૧.૨૩ થી ૧૨.૧૨.૨૩ સુધીમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ૨૦૪ ગ્રામ પંચાયતોમાં અંદાજે ૪૧૮૩૭ ભાઇઓ અને ૨૯૬૧૯ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.આ યાત્રા દરમિયાન જિલ્લાના ૭૧૩૬૪ નાગરિકોએ સંકલ્પ લીધા હતા. આ પ્રસંગે ૬૩૪૮ નવા આયુષ્યમાન કાર્ડ બનાવવામાં આવ્યા હતા જેમાંથી ૧૮૮૮ કાર્ડનું યાત્રા દરમિયાન સ્થળ પર જ વિતરણ કરાયું હતું.               આ યાત્રા દરમિયાન ૨૦૪ ગામોમાં આયોજિત આરોગ્ય કેમ્પમાં ૧૩૭૧૯ નાગરિકોએ આરોગ્ય તપાસ કરાવી હતી.જેમાં ૩૧૫૯ વ્યક્તિઓની ટી.બી.રોગની તપાસ તેમજ ૫૦૭૦ વ્યક્તિઓની સિકલ સેલની તપાસ કરાઇ હતી.…

Read More

ગીર સોમનાથ જિલ્લામાં ખેડૂત પાસેથી વર્મિકમ્પોસ્ટ યુનિટ બનાવવાની સહાય મેળવવા માટે અરજીઓ મંગાવાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં વર્મિકમ્પોસ્ટ યુનિટ બનાવવા રૂ.૫૦,૦૦૦ની સહાય મેળવવા માંગતા ખેડૂત પાસેથી અરજી મંગાવાઇ છે. જેમાં જિલ્લાનાં ખેડૂતોએ કાગળમાં અરજી અને પ્લાન એસ્ટીમેટ તૈયાર કરી પોતાના નજીકની ખેતીવાડી શાખાની કચેરીમાં રજુ કરવવાનુ રહેશે. જિલ્લાના ખેડુતોને વર્મિકમ્પોસ્ટ યુનિટ બનાવવા માટે સ્પેસિફિકેશનમાં વ્યક્તિ દીઠ ખેડૂતો માટે રૂ. ૫૦,૦૦૦/- પ્રતી યુનીટ સહાય (રૂ. ૨૦૦૦/- પ્રતિ એક ચોરસ મીટર દીઠ, વધુમાં વધુ ૨૫ ચોરસ મીટર માટે ) તેમજ વ્યક્તિગત ખેડૂત/સંસ્થાએ વર્મીકમ્પોસ્ટ યુનિટ પોતાની પોતાની માલિકીની જગ્યા પર ઉભું કરવાનું રહેશે તેમજ વર્મીકમ્પોસ્ટ યુનિટ માટે પાકું ભોયતળીયું કરવાનું રહેશે અને યુનીટની…

Read More

ગીર સોમનાથ જિલ્લામાં નાળીયેરી પાકના નવા વાવેતરમાં ધરખમ વધારો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     ગીર સોમનાથ જિલ્લો લાંબો દરિયા કિનારો ધરાવે છે. જેના કારણે પ્રાકૃતિક અને આબોહવાકીય દ્રષ્ટિએ નાળીયેરી પાકના વાવેતર માટે આ જિલ્લો ખૂબ જ અનુકૂળ છે. ગીર સોમનાથ જીલ્લામાં ખેડૂતો દ્વારા ઉત્પાદિત થતા લીલા નારીયર (ત્રોફા) છેક દિલ્લી તેમજ દેશભરના અન્ય શહેરોના માર્કેટ સુધી પહોંચે છે.લીલા નાળીયેરના પાણીનું સેવન આરોગ્યની દ્રષ્ટિએ ઉતમ ગણાય છે. કોરોના કાળ બાદ લીલા નાળીયેરની માંગ ખુબ જ વધી છે. જેના કારણે ખેડૂતોને લીલા નાળીયેરના ખૂબ સારા ભાવો મળી રહ્યા છે. જેનો મહતમ લાભ નાળીયેરી વાવતા ખેડૂતોને મળે છે. ગુજરાત સરકાર તરફથી…

Read More

ગીર સોમનાથના છારા ગામ ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ    ગીર-સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામ ખાતે ધારાસભ્ય પ્રદ્યુમનભાઈ વાજાના અધ્યક્ષ સ્થાને “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમા પાત્રતા ધરાવતા નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપવામા આવ્યો હતો. “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”ના છારા ખાતેના કાર્યક્રમમાં પાત્રતા ધરાવતા નાગરિકોને સરકારની પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના,પધાનમંત્રી આવાસ યોજના સહિતની યોજનાઓનો લાભ આપવામા આવ્યો હતો. તેમજ લાભાર્થીઓ પોતાના પ્રતિભાવો રજુ કર્યા હતા. આ સાથે સ્કુલના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કર્યો હતા અને ગ્રામજનોએ રથના માધ્યમથી વિકાસની ઝાંખી રજૂ કરતી ફિલ્મ પણ નિહાળી હતી અને કાર્યક્રમનાં અંતે ‘વિકસિત ભારત’ માટે…

Read More

કોડીનાર નગરપાલિકાના દ્વારા શહેરના મેઇન બજારના રસ્તાની સાફ સફાઈ કરાઈ

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ ગીર-સોમનાથ જિલ્લામાં સ્વચ્છતા હી સેવા” સ્વચ્છતા અભિયાન અંતર્ગત કોડીનાર નગરપાલિકાના ચીફ ઓફિસર વિનોદ સી.રાઠોડના માર્ગદર્શન હેઠળ શહેરના મેઈન બજારના રસ્તાની સાફ સફાઈ કરવામાં આવી હતી. “સ્વચ્છતા હી સેવા” સ્વચ્છતા અભિયાન અંતર્ગત કોડીનાર નગરપાલિકાના ચીફ ઓફિસર વિનોદ સી.રાઠોડના માર્ગદર્શન હેઠળ શહેરના મેઇન બજારના રસ્તાઓની સાફ સફાઇ કરવામાં આવી હતી તથા લેગસી વેસ્ટના નિકાલની કામગીરી કરાઈ હતી

Read More

ભારતીય સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃત પરંપરાના વાહક એવી સોમનાથ યુનિવર્સિટીની મુલાકાતથી પ્રભાવિત થતા ડાયરેક્ટર શૌનક રિશીદાસ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ       વેરાવળ સ્થિત સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને આધ્યાત્મિક શિક્ષણ સાથે ઉત્તમ ચરિત્ર ઘડનાર શિક્ષણ પ્રાપ્ત થઈ રહ્યું છે. શિક્ષણ ઉપરાંત અન્ય ક્ષેત્રમાં પણ આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ વિશિષ્ટ પ્રદાન આપ્યું છે. તેના અનુસંધાનમાં ઓક્સફર્ડ સેન્ટર ફોર હિન્દુ સ્ટડીઝ (OCHS)ના ડાયરેક્ટર શૌનક રિશી દાસે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી અને સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી અને ઓક્સફોર્ડ યુનિવર્સિટી વચ્ચે હિન્દુ સ્ટડીઝ પર એમઓયુની શક્યતાઓ અંગે ચર્ચા થઈ હતી. ઓક્સફર્ડ સેન્ટર ફોર હિન્દુ સ્ટડીઝ (OCHS)ના ડિરેક્ટર શૌનક રિશી દાસે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ પ્રો.સુકાન્તકુમાર સેનાપતિ સાથે ફળદાયી…

Read More