ગીર સોમનાથ જિલ્લામાં ખેડૂત પાસેથી વર્મિકમ્પોસ્ટ યુનિટ બનાવવાની સહાય મેળવવા માટે અરજીઓ મંગાવાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

ગીર સોમનાથ જિલ્લામાં વર્મિકમ્પોસ્ટ યુનિટ બનાવવા રૂ.૫૦,૦૦૦ની સહાય મેળવવા માંગતા ખેડૂત પાસેથી અરજી મંગાવાઇ છે. જેમાં જિલ્લાનાં ખેડૂતોએ કાગળમાં અરજી અને પ્લાન એસ્ટીમેટ તૈયાર કરી પોતાના નજીકની ખેતીવાડી શાખાની કચેરીમાં રજુ કરવવાનુ રહેશે.

જિલ્લાના ખેડુતોને વર્મિકમ્પોસ્ટ યુનિટ બનાવવા માટે સ્પેસિફિકેશનમાં વ્યક્તિ દીઠ ખેડૂતો માટે રૂ. ૫૦,૦૦૦/- પ્રતી યુનીટ સહાય (રૂ. ૨૦૦૦/- પ્રતિ એક ચોરસ મીટર દીઠ, વધુમાં વધુ ૨૫ ચોરસ મીટર માટે ) તેમજ વ્યક્તિગત ખેડૂત/સંસ્થાએ વર્મીકમ્પોસ્ટ યુનિટ પોતાની પોતાની માલિકીની જગ્યા પર ઉભું કરવાનું રહેશે તેમજ વર્મીકમ્પોસ્ટ યુનિટ માટે પાકું ભોયતળીયું કરવાનું રહેશે અને યુનીટની ફરતે ૯૦ સે.મી. ની ઊંચી પાકી દીવાલ ચણી પ્લાસ્ટર કરવાનું રહશે.

તદુપરાંત લોખંડના થાંભલા ઊભા કરી છતમાં પેનલોગ કરી ગેલ્વેનાઈઝ પતરાં બેસાડવાના રહેશે. તેમજ છતના પતરા અને ૯૦ સેમીની દિવાલ વચ્ચે ચેનલીંક જાળી બેસાડવાની રહશે અને યુનિટમાં જવા આવવા દરવાજાની વ્યવસ્થા કરવાની રહેશે.

આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક / વિસ્તરણઅધિકારી / તાલુકા અમલીકરણ અધિકારી/મદદનીશ ખેતી નિયામક(તા.મુ.) જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવા એક યાદીમાં જણાવ્યું છે.

Related posts

Leave a Comment