હિન્દ ન્યુઝ, મોડાસા
ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદ ના નેતૃત્વ હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, અરવલ્લી દ્વારા ઉજવવામાં આવી રહેલ આઝાદી ના અમૃત મહોત્સવના ભાગરૂપે અરવલ્લી મોડાસા જીલ્લા અદાલત ખાતે રાષ્ટ્રીય મહિલા આયોગના સહયોગથી મહિલા અધિકારોના જાગૃતિના ભાગ રૂપે મેગા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું.
જેમાં ૪૮ મહિલાઓ એ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં મહિલાઓને મહિલા અધિકરો વિશે જાગૃત કરવામાં આવી હતી.
આ ઉપરાંત આ કાર્યક્રમમાં તેમણે નાલ્સા દ્વારા પ્રકાશીત કરવામાં આવેલ મહિલા અધિકારીઓ વિશેની પુસ્તિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર : મોહસીન ચૌહાણ, મોડાસા