चिकित्सा पदाधिकारी क्षेत्र भ्रमण कर लोगों से स्वास्थ्य सेवाओं की पहुंच पर फीडबैक प्राप्त करें- जिलाधिकारी यशपाल सिंह मीणा 

हिन्द न्यूज़, बिहार        वैशाली जिले के समाहरणालय सभागार में जिला स्तरीय टास्क फोर्स की बैठक में स्वास्थ्य विभाग के कार्यों की समीक्षा करते हुए जिलाधिकारी यशपाल मीणा के द्वारा सभी प्रखंड चिकित्सा पदाधिकारी को क्षेत्र भ्रमण कर आम लोगों से मिलने और स्वास्थ्य सेवाओं की आमजन तक पहुंच की फीडबैक प्राप्त करने का निर्देश दिया गया। उन्होंने आगे कहा कि सभी प्रखंड चिकित्सा पदाधिकरी माह में एक बार अपने प्रखंड के सभी पंचायत का भ्रमण सुनिश्चित करें। सिविल सर्जन को निर्देश दिया गया कि इससे संबंधित रोस्टर…

Read More

આદિવાસી સંસ્કૃતિનું જતન અને રક્ષણ કરતું છોટાઉદેપુર સંગ્રહાલય આજથી જાહેરજનતા માટે ખુલ્લુ મુકવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર તાલુકામાં સરકાર સંચાલિત એક માત્ર આદિવાસી સંગ્રહાલય સમારકામ કર્યા બાદ આજથી જાહેરજનતા માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. છોટાઉદેપુર સંગ્રહાલયમાં રાઠવા,ભીલ,તડવી,નાયકડા જેવી આદિવાસી જાતિઓની ઘરગથ્થુ ચીજ-વસ્તુઓ,ઘરેણા,વસ્ત્રો,સંગીત વાદ્યો, આયુદ્યો,કૃષિના સાધનો, માટીકામના નમૂનાઓ,કાષ્ઠના દેવ દેવીઓના પુતળા વગેરે પ્રદર્શિત કર્યા છે. જેમાં તેમના મૂળ નિવાસ સ્થાનો જેવા જ ઘરો બનાવી, તેમાં સ્ત્રી પુરુષ,બાળકોના પુતળા બનાવી તેમને ડાયોરામાઓમાં ગોઠવી તેમની જીવનશોલી દર્શાવતા આબોહોબ દ્રશ્યો સંગ્રહાલયમાં ખડા કરવામાં આવ્યા છે. કેટલાક ઘર તો વોક-ઇન-ડાયોરામાં છે. આમ આદિવાસી સંસ્કૃતિનું જતન અને રક્ષણ કરવાનો અને તે દ્વારા ચક્ષુગમ્ય શિક્ષણ આપવાનો આ સંગ્રહાલય…

Read More

૬૭ મી નેશનલ સ્કૂલ ગેમ્સમાં છોટા ઉદેપુરની દીકરીઓ રમતક્ષેત્રે ઝળકી

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાની દીકરીઓ ૬૭ મી નેશનલ સ્કૂલ ગેમ્સ ૨૦૨૩-૨૪ માં ઝળકીને જિલ્લાનું નામ રોશન કર્યું છે. નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે આયોજિત ૧૪, ૧૭ અને અંડર ૧૯ ની આર્ચરી સ્પર્ધામાં જિલ્લાના ચાર રમતવીરોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં અંડર ૧૪ માં ૨ દીકરી રમતવીરોએ જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે તા. ૧૮/૧૨/૨૦૨૩ સુધી ચાલનારી ૬૭મી નેશનલ સ્કૂલ ગેમ આર્ચરી (તીરંદાજી) ૨૦૨૩-૨૪ સ્પર્ધામાં અંડર-૧૪.અંડર-૧૭, અંડર-૧૯ માં રમતવીરો પોતાની પ્રતિભાને પરિચય આપી રહ્યાં છે. આ ટુર્નામેન્ટમાં અંડર-૧૪ માં ૨ દીકરી અને ૧ દીકરો તથા અંડર-૧૯ માં ૧ દીકરો…

Read More

ઘોઘા તાલુકાના તગડી ગામના વનજીભાઈ સોલંકીને મળ્યો પશુ ખાણ દાણ યોજનાનો લાભ

હિન્દ ન્યુઝ, ભાવનગર  વનજીભાઈ સોલંકી ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના તગડી ગામના રહેવાસી છે. વનજીભાઈ એક વિકસિત અને પ્રગતિશીલ ખેડૂત છે. તેમને સરકાર તરફથી ખાણદાણની સહાય મળી છે. ખાણદાણ પશુને આપવાથી દૂધમાં પશુદીઠ ૧ લિટરનો ફરક પડ્યો છે.

Read More

ઘોઘા તાલુકાના ‘ધ્યેય સખી મંડળ’ને સરકાર દ્વારા મળ્યો રૂ. ૧૫ હજારના રિવૉલવિંગ ફંડનો લાભ

હિન્દ ન્યુઝ, ભાવનગર  સરકાર મહિલાઓની આર્થિક સ્થિતિ સુદ્રઢ કરવા અને તેમની કળાને વેગ આપવા અનેક યોજનાઓ દ્વારા સખી મંડળોને પ્રોત્સાહન આપી રહી છે. આવું જ એક ‘ધ્યેય સખી મંડળ’ ઘોઘા તાલુકામાં ૪ વર્ષથી કાર્યરત છે. મંડળ સાથે સંકળાયેલા રસીકબા ચુડાસમા જણાવે છે કે મંડળની તેમની ૧૦ બહેનો ૨૦૦ રૂપિયા જમા કરી બચત કરે છે. તેઓ સખી મંડળ તરીકે ભરતગૂંથણ અને સિવણ કાર્ય કરે છે. આ સખી મંડળને સરકાર તરફથી ૧૫ હજારની રિવૉલ્વિંગ ફંડની સહાય મળી છે તે બદલ તેઓ સરકાર નો આભાર વ્યક્ત કરે છે.  

Read More

વિના કોઇ ખર્ચે માર્ગદર્શન મારા ખેતર સુધી આવ્યું : ગોહિલ ભૂપતસિંહ

હિન્દ ન્યુઝ, ભાવનગર  ગોહિલ ભૂપતસિંહ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના માલપર ગામના રહેવાસી છે. ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અંતર્ગત તેમણે સોઇલ હેલ્થ કાર્ડના લાભ વર્ણવ્યા હતા. કાર્ડ દ્વારા તેમની ખેતીની જમીનમાં શું ક્ષતિ છે તેની તપાસ કરી તેમને જમીનની પરિસ્થિતિ સુધારવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જીવામૃત, ગૌ કૃપા અમૃતમ બેક્ટેરિયા તથા વેસ્ટ ડીકમ્પોઝરની અનેક પ્રક્રિયા દ્વારા જમીનની ફળદ્રુપતામાં વધારો થયો છે. ગોહિલ ભૂપતસિંહ તેમનો અનુભવ જણાવતાં કહે છે કે કચેરીના ધક્કા ખાયા વગર એક પણ રૂપિયાના ખર્ચ વિના સરકારનો લાભ તેમના ખેતર સુધી આવ્યો છે.  

Read More

પ્રાકૃતિક ખેતી દ્વારા મૂલ્યવર્ધક ઉપજ મેળવી વેચાણ કરું છું : લક્ષ્મણદેવસિંહ ગોહિલ

હિન્દ ન્યુઝ, ભાવનગર  લક્ષ્મણદેવસિંહ ગોહિલ ઘોઘા તાલુકાના અવાણીયા ગામના એક પ્રગતિશીલ ખેડૂત છે. છેલ્લા ૪ વર્ષથી તેઓ પ્રાકૃતિક ખેતી દ્વારા ઉપજ મેળવી રહ્યા છે. આ ઉપજ દ્વારા મૂલ્યવર્ધન થાય છે. લક્ષ્મણદેવસિંહનું કહેવું છે કે આ ઉપજના વેચાણ દ્વારા તેમને ખૂબ ફાયદો થાય છે. ઉલ્લેખનીય છે કે અવાણીયા ગામ મરચીના વાવેતર માટે પ્રખ્યાત છે. લક્ષ્મણદેવસિંહ પણ મરચીનો પાક ઉગાડી તેનું વેચાણ ખેતરમાં જ કરે છે. તેઓ જણાવે છે કે પ્રાકૃતિક ખેતી શરુ કર્યા બાદ આવક બમણી થઈ છે અને ખર્ચ ઓછો થયો છે. જેથી બીજા ખેડૂતભાઇઓએ પણ પ્રાકૃતિક ખેતી શરુ કરવી…

Read More

માતા અને બાળક બન્ને માટે માતૃશક્તિ અસરકારક : જલ્પાબેન મકવાણા

હિન્દ ન્યુઝ, ભાવનગર  આઈ.સી.ડી.એસ વિભાગ દ્વારા ઘાત્રી માતાના સ્વાસ્થ્ય માટે ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’ હેઠળ ખાદ્યસામગ્રીના પેકેટ આપવામાં આવે છે. જલ્પાબેન મકવાણાને ૧ મહિનામાં માતૃશક્તિના ૪ પેકેટ આપવામાં આવે છે. જલ્પાબેન ઘોઘા તાલુકાના માલપર ગામના રહેવાસી છે અને ૫ મહિનાના એક સંતાનના માતા છે. આ સામગ્રીમાંથી તેઓ સુખડી, લાડું જેવી વાનગી બનાવી તેના પોષક તત્ત્વો મેળવે છે. જલ્પાબેન ખુશીની લાગણી સાથે જણાવે છે કે માતૃશક્તિ હેઠળ અપાતી સામગ્રીનો લાભ દરેક ઘાત્રી માતાએ લેવો જોઈએ. તેનાથી માતા અને બાળક બન્નેની શારીરિક ક્ષમતામાં વધારો થાય છે. પરિણામ સ્વરૂપે માતા અને બાળક બંને સ્વસ્થ…

Read More

ઘોઘા તાલુકાના શ્રી ચામુંડા સંગિની મહિલા મંડળને સરકાર દ્વારા મળી રૂ. ૧ લાખની સહાય

હિન્દ ન્યુઝ, ભાવનગર  ભાવનગર જીલ્લાના ઘોઘા તાલુકાના માલપર ગામે આજે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો રથ આવ્યો હતો. આ તાલુકાનું ‘શ્રી ચામુંડા સંગિની મહિલા મંડળ’ એક સખી મંડળ છે. આ મંડળને સરકાર દ્વારા ૧ લાખ રુપિયાની લોન તેમજ ૧૦ હજારનું રેવૉલવિંગ ફંડ પણ મળ્યું છે. મંડળમાં ૧૦ બહેનો જોડાયેલા છે અને તેઓ સાડી કામ, ભરતગૂંથણનું કામ અને સાથોસાથ પશુપાલન પણ કરે છે. સખી મંડળને સરકાર તરફથી મળેલી સહાયના કારણે બહેનો પગભર બન્યા છે. આ બદલ તેઓ સરકારનો આભાર માને છે.  

Read More

માલપરની કિશોરીઓએ સુંદર રંગોળી દ્વારા પૂર્ણાશક્તિ યોજનાનો સંદેશો આપ્યો

‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ હિન્દ ન્યુઝ, ભાવનગર  ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો રથ આજે ઘોઘા તાલુકાના માલપર ગામમાં આવ્યો હતો. અહીં આઈ.સી.ડી.એસ વિભાગ દ્વારા ‘ હું પૂર્ણા છું’ વાક્ય સાથેની એક સુંદર રંગોળી બનાવાઇ હતી. કિશોરીઓ માટે સરકારની પૂર્ણાશક્તિ યોજના વિષે કલાત્મક રીતે જાણકારી ઉપરાંત ‘બેટી બચાવો’નો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. સ્ટોલની મુલાકાત લેતા અનેક મુલાકાતીઓએ કલાની પ્રશંસા કરી માહિતી મેળવી હતી.

Read More