ધ્રાંગધ્રા નાં વર્ષે દાદાનુ દેહાંત થતાં વાજતે ગાજતે ડીજેના તાલે ફટાકડા ફોડી નીકળી સ્મશાન યાત્રા

હિન્દ ન્યુઝ, ધ્રાંગધ્રા       સામાન્ય રીતે આપણી સંસ્કૃતિ પ્રમાણે કોઈપણ વ્યક્તિ મૃત્યુ પામે છે તો તેની સ્મશાન યાત્રા શાંતિપૂર્ણ અને રામધૂનનાં નાદ થી નીકળતી હોય છે પરંતુ ધ્રાંગધ્રાનાં એક એવા વ્યક્તિ કે મોહનભાઈ નટવરભાઈ સોનગરા જેવો ભક્તિભાવ સાથે હરિના રંગમાં રંગાયેલ દરરોજ નિત્યક્રમ મુજબ સુંદરકાંડ નો પાઠ ઉપરાંત અબુલ પશુઓને ચારો, કીડિયારુ પૂરું અને હરહંમેશ ભક્તિના રંગમાં રંગાયેલ રહેવું. તેમની આંખરી ઈચ્છા હતી કે, મારા મરણ પછી મારા પરિવારજનો શોકમાં નહીં પણ હસતા મુખે, ડીજીના તાલે વાજતે ગાજતે અને ફટાકડા ફોડી મારી સ્મશાન યાત્રા કાઢવામાં આવે. જેમનું દેહાંત…

Read More

ગીર સોમનાથ જિલ્લામાં નેશનલ લોક અદાલતમાં કુલ ૪૭૨૭ કેસોનો કરાયો નિકાલ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ    નેશનલ લીગલ સર્વિસ ઓથોરીટી ન્યુ દિલ્હીના આદેશ અનુસાર ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, ગીર-સોમનાથ દ્વારા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળનાં અધ્યક્ષ અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ કુ. એમ.એમ.પટેલનાં અધ્યક્ષસ્થાને તા.૦૯ ડિસેમ્બરના રોજ ગીર-સોમનાથ જિલ્લાની તમામ અદાલતોમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક અદાલતમાં નેગો.ઈન્સ્ટ્રુમેન્ટ એકટ કલમ-૧૩૮, ભરણ પોષણનાં કેસો, દિવાની દાવાઓ, મોટર અકસ્માતનાં વળતરને લગતા કેસો, સ્પેશીયલ સીટીંગ, પ્રિ-લીટીગેશનના કેસો તથા ટાફીક ચલણના કેસોનો સુખદ નિકાલ કરવામાં આવ્યો હતો. આ લોક અદાલતમાં કુલ ૧૪૩૪…

Read More

ગીર-સોમનાથ જિલ્લામાં દ્વિ ચક્રીય વાહનોની નવી સીરીઝ GJ32 AE ગોલ્ડન-સિલ્વર નંબરો માટેની હરાજી

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ     ગીર સોમનાથ એઆરટીઓ કચેરી દ્વારા પ્રાઇવેટ દ્વિચક્રીય મોટર વાહનોની નવી સીરીઝ GJ32 AE ગોલ્ડન-સિલ્વર નંબરો માટેની ઈ-હરાજીની પક્રિયા હાથ ધરવામાં આવશે. આ ઈ-હરાજી માટે ઓનલાઈન અરજી તા.૧૮/૧૨/૨૦૨૩ થી ૨૦/૧૨/૨૦૨૩ સુધી કરી શકાશે તેમજ ઈ-હરાજીમાં ઓનલાઈન બિડિંગ કરવા તા.૨૦/૧૨/૨૦૨૩થી તા.૨૨/૧૨/૨૦૨૩ સુધી કરી શકાશે. ઉપરાંત વેબસાઈટ http://parivahan.gov.in/fancy/faces/public/login.xhtml પર નોંધણી, યુઝર આઈ.ડી. પાસવર્ડ તૈયાર કરવા હરાજીની પ્રક્રિયામાં ભાગ લેવો, ચુકવણું કરવું અને વાહન નંબર મેળવવા સહિતની વિગતવાર સુચનાઓ આપવામાં આવી છે. વાહન ખરીદીના ૭(સાત) દિવસમાં ઓનલાઈન સીએનએ ફોર્મ ભરવાનું રહેશે. હરાજીમાં સફળ અરજદારે હરાજીની પ્રક્રિયા પૂર્ણ થયાના ૫(પાંચ)…

Read More

ગીર સોમનાથમાં જિલ્લા કક્ષાનો ૯મો એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટીવલ યોજાયો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ    જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ગીર સોમનાથ ખાતે તારીખ ૬ ડિસેમ્બરથી ૮ ડિસેમ્બર સુધીમાં NEP ૨૦૨૦ અંતર્ગત જિલ્લા કક્ષાનો નવમો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ યોજાયો હતો. આ એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલમાં પ્રાથમિક વિભાગમાંથી ૧૮ કૃતિ અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની અંદરથી ૬ કૃતિઓ એમ જિલ્લામાંથી કુલ ૨૪ કૃતિઓએ ભાગ લીધો હતો. એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલની શરૂઆતના પ્રથમ દિવસે તમામ ૨૪ ઇનોવેટીવ શિક્ષકોને પ્રમાણપત્ર શિલ્ડ અને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે ખાસ હાજરી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય વી.એમ.પંપાણીયા અને જિલ્લા શિક્ષણ અને તાલીમ…

Read More

ભવિષ્યની પેઢી માટે પથદર્શક બનતી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાના સુચારૂ આયોજન હેઠળ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ વેરાવળ, કોડીનાર, ઉના સહિત તાલુકાભરમાં ગ્રામ્યસ્તરે પરિભ્રમણ કરી અને વિવિધ લાભાર્થીઓને સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ આપી રહી છે ત્યારે ઈણાજ ગામની વિદ્યાર્થીની વાળા નિરુપાબા અશોકસિંહે ઉત્સાહભેર પોતાનો પ્રતિભાવ જણાવ્યો હતો. ઈણાજ ગામની વતની અને ધોરણ ૮માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની વાળા નિરૂપાબા અશોકસિંહે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અંતર્ગત પોતાનો પ્રતિભાવ જણાવતા કહ્યું હતું કે,’મારા ગામમાં વિકસિત ભારત સંકલ્પ રથ આવ્યો છે. જેમાં મહાનુભાવો હાજર રહ્યા અને વડાપ્રધાનના કાર્યક્રમને પણ તમામે નિહાળ્યો. મને મારા દેશ પર…

Read More

વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના દ્વારા ગટરોની સાફ સફાઇ કરાઇ

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ ગીર-સોમનાથ જિલ્લાનાં ‘સ્વચ્છતા એજ સેવા’ કાર્યક્રમ અંતર્ગત વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના દ્વારા મહિલા મંડળ રોડની ગટરોની સાફ-સફાઈ કરવામાં આવી હતી. ‘સ્વચ્છતા એજ સેવા’ કાર્યક્રમ અંતર્ગત વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા મહિલા મંડળ રોડની ગટરોમાંથી જામેલો કાદવ-કિચડ, કચરો સહિતની ગંદકી દૂર કરીને સાફ સફાઈ કરવામાં આવી હતી.

Read More

ઉના તાલુકાના ખાણ ગામ ખાતે ડ્રોન નિદર્શન કરાયુ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     કેન્દ્ર સરકાર અને રાજય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જન-જન સુધી પહોંચે તેવા આશયથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત જિલ્લામાં કાર્યક્રમ યોજાઈ રહ્યાં. જેમાં ઉના તાલુકાના ખાણ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો અને ડ્રોનનુ નિદર્શન કરાયું હતું.

Read More

ગીર સોમનાથના ખાંભા ગામ ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ       ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના તાલુકાના ખાંભા ગામ ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” રથ આવી પહોંચ્યો હતો. જ્યાં બાળાઓ દ્વારા રથનુ સ્વાગત કરવામાં આવ્યુ હતુ અને “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાx પાત્રતા ધરાવતા નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપવામા આવ્યો હતો. જેમા અગ્રણી પ્રતાપભાઈ બારડે જણાવ્યુ હતુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં યોજનાકીય લાભો છેવાડા લોકો સુધી પહોચી રહ્યા છે. અગ્રણી શૈલેન્દ્રસિંહે જણાવ્યુ હતુ કે, આ “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”ના માધ્યમથી સરકાર ગામે ગામ અને જન જન સુધી વિવિધ યોજનાઓના લાભો…

Read More

વેરાવળ ફિશરિઝ કોલેજ ખાતે “વ્હેલ શાર્ક દિવસ-૨૦૨૩”ની ઉજવણી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગુજરાત વન વિભાગ તેમજ વાઈલ્ડલાઈફ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા, પ્રોજેક્ટ પાર્ટનર ટાટા કેમિકલ્સ લિમિટેડ તેમજ ગુજરાત રાજ્યના દરિયાકિનારે વસતા માછીમાર સમુદાય સાથે મળીને ૧૬૦૦ કિ.મી લાંબા દરિયાકિનારે વ્હેલ શાર્કના સંરક્ષણ માટે ઘણી ઉત્તમ કામગીરી કરી છે. વ્હેલ શાર્કના સંરક્ષણ અને સંવર્ધન અંગે જાગૃતિ આવે તેવા હેતુસર ફિશરિઝ કોલેજ વેરાવળ ખાતે “ગુજરાત વ્હેલ શાર્ક દિવસ – ૨૦૨૩”ની ઉજવણી કરવામાં આવી હતી. વ્હેલ શાર્ક માછલીને વનવિભાગના નિયમો હેઠળ રક્ષણ પણ આપવામાં આવ્યું છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં ફિશરીઝ કોલેજ ખાતે ચોક્સી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ‘સેવ ધ વ્હેલ શાર્ક’ નાટકની…

Read More

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શ્રી રામનાથ મહાદેવ મંદિર ખાતે તથા આસપાસના એરીયામાં સઘન સફાઈ હાથ ધરાઈ

હિન્દ ન્યુઝ, રાજકોટ મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિ. કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા તથા સેનિટેશન કમિટી ચેરમેન નિલેશભાઈ જલુની સંયુક્ત યાદીમાં જણાવાયું છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે તા.૧૨/૧૨/૨૦૨૩ ના રોજ આજી નદી કાંઠે શ્રી રામનાથ મહાદેવ મંદિર સાઈટ ખાતે તથા આસપાસના વિસ્તારોમાં સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.         તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શ્રી રામનાથ મહાદેવ અને આજુબાજુના વિસ્તારો સ્વચ્છ રહે તે માટે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા…

Read More