ગીર સોમનાથ જિલ્લાના નાગરિકો માટે ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     સમગ્ર રાજ્યમાં મતદારયાદી સુધારણા ઝુંબેશ ચાલી રહી છે તે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં તમામ મતદાન મથકોએ તા.૦૩ અને ૯ ડિસેમ્બરના રોજ ખાસ મતદારયાદી સુધારણા કાર્યક્રમ યોજાવાનો છે. જિલ્લાના તમામ મતદાન મથકોએ મતદારયાદીને ક્ષતિરહિત બનાવવા તથા નવા મતદારોને સમયસર મતાધિકાર મળે તેવા આશયથી તા.૩ અને ૯ ડિસેમ્બરના રોજ મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમનું સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં આયોજન કરવામાં આવ્યુ છે.

Read More

ગીર-સોમનાથ જિલ્લાના ખેડૂતોને ‘મીલેટ પ્રોસેસીંગ યુનિટ’ બનાવવા આઈ ખેડૂત પોર્ટલ પર કરી શકશે અરજી

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ      ઈન્ટરનેશનલ યર ઓફ મીલેટ્સ-૨૦૨૩ અંતર્ગત મીલેટ ડેવલોપમેન્ટ યોજનામાં મિલેટ પ્રોસેસિંગ યુનિટ બનાવવા માટે નાણાકિય સહાય આપવાની યોજના સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલ છે. ગીર સોમનાથ જિલ્લાના ખેડુતોને “મિલેટ પ્રોસેસિંગ યુનિટ” બનાવવા માટે સહાય મેળવવા ઓનલાઇન અરજી https://ikhedut.gujarat.gov.in પર કરી શકાશે. જેમાં “મિલેટ પ્રોસેસિંગ યુનિટ” બનાવવા માટે સહાય મેળવવા ઈચ્છતા ખેડૂતોએ જરૂરી આધાર પુરાવા જેવા કે ૮-અ, બેંક ખાતાની વિગત, આધાર કાર્ડ, વગેરે સાથે પોતે મોબાઈલ દ્વારા અથવા નજીકના ઈ-ગ્રામ કે ઈન્ટનેટ સુવિધા કેન્દ્ર ખાતે અરજી કરી શકશે.

Read More

સોમનાથ ખાતે તા. ૪ ડિસેમ્બરના રોજ બીચ વોલીબોલ (અંડર- ૧૭) ભાઇઓની સ્પર્ધા યોજાશે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      ગુજરાત સરકારના, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર આયોજીત અને જિલ્લા રમતગમત અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ગીર સોમનાથ દ્વારા સંચાલિત શાળાકીય રમતોત્સવ-૨૦૨૩ અંતર્ગત સીધી રાજયકક્ષા શાળાકીય બીચ વોલીબોલ અંડર- ૧૭ (ભાઇઓ)ની સ્પર્ધા તા. ૪ ડિસેમ્બરના રોજ સોમનાથ બીચ એરિયા પોલીસ સ્ટેશનની સામે સોમનાથ ખાતે યોજાશે જેમાં રાજયકક્ષા શાળાકિય બીચ વોલીબોલ અંડર- ૧૭ (ભાઇઓ)ને સ્પર્ધા માટે રિપોર્ટિંગ તા.૩ ડિસેમ્બરના રોજ શ્રી સ્વામિનારાયણ ગુરૂકૂળ હાઇસ્કુલ, શંખ સર્કલ, પ્રભાસ પાટણ, સોમનાથ ખાતે કરવાનું રહેશે તેમજ સ્પર્ધા તા. ૪ ડીસેમ્બરના…

Read More

રાજ્યના ખેડૂતોને પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવા માટે સહાય આપવાની યોજના અંગે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     ખેડૂતોને પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવા માટે સહાય આપવાની યોજના હેઠળ ખેડૂત/ખેડૂતોએ જુથમાં ઓછામાં ઓછા ૨ (બે) હેક્ટર વિસ્તાર (કલસ્ટર) માટે નવી તારની વાડ બનાવવા, રનીંગ મીટર દીઠ રૂ.૨૦૦ અથવા ખરેખર થનાર ખર્ચના ૫૦% બે માંથી જે ઓછુ હોય તે મુજબ સહાય આપવામાં આવશે. આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજીઓ જિલ્લાને ફાળવેલ લક્ષ્યાંકની મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે સ્વીકારવામાં આવશે. જિલ્લાના ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકે તે માટે આઈ ખેડૂત પોર્ટલ તા.૦૮/૧૨/૨૦૨૩ના રોજ સવારે ૧૦.૩૦ વાગ્યેથી ૩૦ દિવસ સુધી ખુલ્લું મુકવામાં…

Read More

કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ ગીર સોમનાથના ખેડૂત મિત્રો જોગ સંદેશ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ       હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા.૦૩.૧૨.૨૦૨૩ થી તા.૦૪-૧૨-૨૦૨૩ દરમિયાન ગુજરાતના જિલ્લાઓ જેવા કે ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, મહિસાગર, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાઓમાં પવન સાથે છુટાછવાયા સ્થળોએ હળવો વરસાદની આગાહી થયેલ છે. આવા સમયે વાદળછાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને ખેડૂતોએ પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેતા જ હોય છે. તેમ છતાં નીચે મુજબના તકેદારીનાં પગલા લેવા તમામ ખેડૂતોને સંદેશ આપવામાં આવે છે. કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડુતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને…

Read More

ધારાસભ્ય કાળુભાઈ રાઠોડની અધ્યક્ષતામાં ઉના તાલુકાના તડ ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું ઉષ્માપૂર્ણ સ્વાગત

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ       ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના તડ ગામે ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના અધ્યક્ષસ્થાને ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું ઉષ્માપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું. ગ્રામજનોએ સંકલ્પ યાત્રા રથને અક્ષતઃ કુમકુમથી વધાવ્યો હતો. ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક રથને આવકારી અને સ્વાગત કર્યુ હતું. આ તકે, ધારાસભ્ય સહિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના, પૂરક પોષણ યોજના, સ્વનિધિ યોજના, ઉજ્જવલા યોજના સહિતના વિવિધ યોજનાકીય લાભ આપવામાં આવ્યા હતાં. ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, વિકસિત ભારત સંકલ્પ રથના માધ્યમથી છેવાડાના માનવીઓને પણ સરકારના વિવિધ વિભાગોની યોજનાના ઘરબેઠા જ લાભ મળે છે.…

Read More

વિકસિત ભારત સંકલ્પ યાત્રા સંખેડા, પીપલસટ

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર   છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના પીપલસટ ગામના લોકોને વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓના ઘર આંગણે લાભ આપવા ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો રથ પીપલસટ આવી પહોંચતા સ્થાનિકોએ હર્ષ ઉલ્લાસથી સ્વાગત કર્યું હતું.  સંખેડાના સ્થાનિકો સુધી સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળે તે ઉદેશથી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો રથ પીપલસટ આવ્યો હતો. કેન્દ્ર સરકાર અને રાજય સરકારની યોજનાના લાભાર્થીઓને સંખેડાના ધારાસભ્ય અભેસિંહની હસ્તે ટ્રેકટર ઘટકના હુકમ વિતરણ કરવામાં આવ્યા હતા. તેઓએ રોટાવેટર ઘટકના લાભાર્થીઓને પેમેન્ટ ઓર્ડર પણ વિતરણ કર્યા હતા. આ તકે આરોગ્ય કેમ્પ યોજાયો હતો જેમાં સામાન્ય આરોગ્ય તપાસ સાથે…

Read More

છોટાઉદેપુરના બોડેલી તાલુકાના વાલોઠી ગામે વિકસિત ભારત સંકલ્પ રથ યાત્રાનો ઉષ્માપૂર્વક આવકાર

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર        વિકસિત ભારત સંકલ્પ યાત્રા તેના નિરધારીત કરેલા રૂટ મુજબ બોડેલી તાલુકાના વાલોઠી ગામે આવી પહોંચતા ગ્રામજનોએ ઉષ્માભેર સ્વાગત કરી આવકાર્યો હતો. કેન્દ્ર સરકાર અને રાજય સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને લાભ આ રથ દ્વારા છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે.   આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ ગુજરાતની ગૌરવવંતી વિકાસગાથા તથા આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ માટેના ભાવિ આયોજન અને યોજનાઓ અંગે આધુનિક રથના માધ્યમથી શોર્ટ ફિલ્મ નિહાળી હતી. ફિલ્મ નિહાળ્યા બાદ સૌ ગ્રામજનોએ ભારતને વિકસિત અને આત્મનિર્ભર બનાવવાની સામુહિક પ્રતિજ્ઞા કરી હતી. આ તકે…

Read More

મેરી કહાની મેરી જુબાની

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર       છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાનાં વાલોઠી ગામ ખાતે “વિકસીત ભારત સંકલ્પ યાત્રા” પહોચતા સરકાર ની યોજનાઓથી લાભ થયેલા લાભાર્થીઓએ “મેરી કહાની મેરી જુબાની” અંતર્ગત પોતાની સફળતાની વાત ગ્રામજનો સમક્ષ રજૂ કરી હતી. સરકારની વિવિધ યોજનાઓનો અન્ય ગ્રામજનોને લાભ લેવા અનુરોધ કર્યો હતો. વિકસીત ભારત સંકલ્પયાત્રા દરમિયાન વાલોઠી ગામનાં જીવનભાઈએ કૃષિવિભાગની સોઇલકાર્ડ યોજનાનાં લાભની વાત કરતાં જણાવ્યુ હતું કે, કૃષિ વિભાગ દ્વારા તેમની ખેતરની જમીનની વૈજ્ઞાનિક ઢબે ચકાસણી કરવામાં આવી હતી.   જમીનની ચકાસણી કરવાથી તેમાં કયા તત્વો છે અને કયા તત્વોની જરૂર વધુ છે તે વિશે…

Read More

સ્વચ્છતા હી સેવા : શુભ યાત્રા સ્વચ્છ યાત્રા 

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર   છોટાઉદેપુર જિલ્લાના બોડેલી એસ.ટી બસ ડેપો ખાતે કચરો સાફ કરી “શુભ યાત્રા સ્વચ્છ યાત્રા”નો શુભારંભ સાંસદ ગીતાબેન રાઠવા અને ધારાસભ્ય અભેસિંહ તડવીએ કરાવ્યો હતો. સ્વચ્છતા હી સેવા અભિયાનને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં સતત વેગ મળી રહ્યો છે. જેના ભાગરૂપે “શુભ યાત્રા સ્વચ્છ યાત્રા”નો શુભારંભ કરાવતા સાંસદ ગીતાબેન રાઠવાએ જણાવ્યુ હતું કે આપણે ઘરને જેમ સ્વચ્છ રાખીએ તેમ બસ અને બસ ડેપોને પણ સ્વચ્છ રાખીએ.બોડેલી બસ ડેપોની બસમાં કચરા પેટી રાખી મુસાફરોને સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, મુસાફરો બસ અને સ્ટેશનોની…

Read More