હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ
ઈન્ટરનેશનલ યર ઓફ મીલેટ્સ-૨૦૨૩ અંતર્ગત મીલેટ ડેવલોપમેન્ટ યોજનામાં મિલેટ પ્રોસેસિંગ યુનિટ બનાવવા માટે નાણાકિય સહાય આપવાની યોજના સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલ છે. ગીર સોમનાથ જિલ્લાના ખેડુતોને “મિલેટ પ્રોસેસિંગ યુનિટ” બનાવવા માટે સહાય મેળવવા ઓનલાઇન અરજી https://ikhedut.gujarat.gov.in પર કરી શકાશે.
જેમાં “મિલેટ પ્રોસેસિંગ યુનિટ” બનાવવા માટે સહાય મેળવવા ઈચ્છતા ખેડૂતોએ જરૂરી આધાર પુરાવા જેવા કે ૮-અ, બેંક ખાતાની વિગત, આધાર કાર્ડ, વગેરે સાથે પોતે મોબાઈલ દ્વારા અથવા નજીકના ઈ-ગ્રામ કે ઈન્ટનેટ સુવિધા કેન્દ્ર ખાતે અરજી કરી શકશે.
