હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
ગુજરાત સરકારના, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર આયોજીત અને જિલ્લા રમતગમત અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ગીર સોમનાથ દ્વારા સંચાલિત શાળાકીય રમતોત્સવ-૨૦૨૩ અંતર્ગત સીધી રાજયકક્ષા શાળાકીય બીચ વોલીબોલ અંડર- ૧૭ (ભાઇઓ)ની સ્પર્ધા તા. ૪ ડિસેમ્બરના રોજ સોમનાથ બીચ એરિયા પોલીસ સ્ટેશનની સામે સોમનાથ ખાતે યોજાશે
જેમાં રાજયકક્ષા શાળાકિય બીચ વોલીબોલ અંડર- ૧૭ (ભાઇઓ)ને સ્પર્ધા માટે રિપોર્ટિંગ તા.૩ ડિસેમ્બરના રોજ શ્રી સ્વામિનારાયણ ગુરૂકૂળ હાઇસ્કુલ, શંખ સર્કલ, પ્રભાસ પાટણ, સોમનાથ ખાતે કરવાનું રહેશે તેમજ સ્પર્ધા તા. ૪ ડીસેમ્બરના રોજ સોમનાથ બીચ એરિયા પોલીસ સ્ટેશનની સામે સોમનાથ ખાતે યોજાશે
