રિલાયન્સની સીએસઆર માંથી રિકાર્પેટ કરેલ પડાણા પાટિયા થી ચંગા પાટીયા વચ્ચેનો ૩૦કિમીનો રોડ જીલ્લા પંચાયત વહીવટી તંત્રને સોંપવામાં આવ્યો

હિન્દ ન્યુઝ, જામનગર      જામનગર જિલ્લાના પડાણા પાટીયાથી ચંગા પાટીયા વચ્ચેના સર પી.એન. રોડ બે મુખ્ય રાજય માર્ગને જોડતા ૩૦ કી.મી. લંબાઇના મુખ્ય જીલ્લા માર્ગનું બાંધકામ વર્ષ ૨૦૧૫-૨૦૧૬માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ કંપની દ્વારારૂા. ૮૬.૯૬ કરોડના ખર્ચે કરવામાં આવ્યું હતું. આ માર્ગનું રૂ.૪.૩૦ કરોડના ખર્ચે સમારકામ કરી જિલ્લા પંચાયત વહિવટી તંત્રને સોંપવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામવિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલ, પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી મૂળુભાઈ બેરા તથા સાંસદ પૂનમબેન માડમ હાજર રહ્યા હતા. તેમની…

Read More

કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે નારણપર- નાઘુના મેજર બ્રિજનું ખાતમુહૂર્ત કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર      રાજ્યના કૃષિ, પશુપાલન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે જામનગર જિલ્લામાં આવેલ નારણપર-નાઘુના ગામના રસ્તે નાઘુના મેજરબ્રીજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું. રૂ.૪.૫ કરોડના ખર્ચે ૧૮ મીટર લંબાઈ અને ૧૦ ગાળાનો બ્રિજ નિર્માણ પામશે.  ખાતમુહૂર્ત પ્રસંગે મંત્રી એ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ બ્રિજ બનાવવા માટે રૂ.૪.૫ કરોડ ફાળવવામાં આવ્યા છે. મેજર બ્રિજની કામગીરી પૂર્ણ થવાથી નારણપર, નાઘુના તથા આજુબાજુના ગામોને તથા ગામના વાડી વિસ્તારના લોકોને ચોમાસા દરમિયાન પડતી મુશ્કેલીઓથી રાહત મળશે. ખેડૂતોને મુશ્કેલીઓ ન…

Read More

પ્રથમવાર બન્નીના ઘાસના મેદાનમાં ચિત્તાના સંરક્ષણ- સંવર્ધન માટેના બ્રિડિંગ સેન્ટરને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી : વન મંત્રી મુળુભાઇ બેરા

કચ્છ માટે વધુ એક નજરાણું  હિન્દ ન્યુઝ, જામનગર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સીધા માર્ગદર્શનમાં કચ્છ આજે માત્ર ભારત જ નહીં પણ પ્રવાસન ક્ષેત્રે વિશ્વમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે. ‘કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા’ના મંત્રને સાકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં કચ્છ માટે વધુ એક નજરાણું ઉમેરાયું છે. કચ્છમાં પ્રથમવાર બન્નીના ઘાસના મેદાનમાં ચિત્તાના સંરક્ષણ- સંવર્ધન માટેના બ્રિડિંગ સેન્ટરને કેન્દ્ર સરકાર દ્વારા આજે મંજૂરી આપવામાં આવી છે તેમ વન મંત્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું.  વન મંત્રી મુળુભાઇએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, દેશમાં ચિત્તાની વસ્તી પુનઃસ્થાપિત કરવા માટે…

Read More

ગારિયાધારના સુરનગર ગામે પ્રાકૃતિક ખેતીના વિવિધ ઉપયોગ વિશે માહિતગાર કરતા ઉકાભાઈ સુવાગીયા

હિન્દ ન્યુઝ, ભાવનગર  ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના સુરનગર ગામે આજરોજ વિકસિત સંકલ્પ યાત્રા આવ્યો છે. ત્યારે ઘણા વર્ષથી ગાય આધારિત ખેતી કરતા ઉકાભાઈ સુવાગીયાએ લોકો સમક્ષ પ્રાકૃતિક ખેતીના લાભ જણાવ્યા હતા.તેમના જણાવ્યા પ્રમાણે સુભાષ પાલેકરના શિબિર દ્વારા માહિતગાર થઈ આજે અનેક ખેડૂત પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. ઉકાભાઈ સુવાગીયાએ જણાવ્યું કે રાસાયણિક ખેતીનો શ્રેષ્ઠ વિકલ્પ પ્રાકૃતિક ખેતી છે. જીવામૃત, બીજામૃત, આચ્છાદાનના આધારે ખેતી કરી શકાય છે. ઉપરાંત વિવિધ પદ્ધતિથી છંટકાવ પણ કરી શકાય છે. પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદન વધુ થાય છે અને ચોમાસામાં બળદ અથવા નાના ટ્રેક્ટર દ્વારા પણ…

Read More

સખી મંડળમાં સંકળાયા બાદ હું સફળ અને આત્મનિર્ભર બની : અવનીબેન ગોહિલ

હિન્દ ન્યુઝ, ભાવનગર  અવનીબેન ગોહિલ ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના સુરનગરના વતની છે. 3 વર્ષ પહેલાં જ્યારે તેઓ નોકરી કરતા ત્યારે તેમનું પગાર ધોરણ ઓછું હતું અને આવક ખૂબ ઓછી હતી. પરંતુ હવે જ્યારે તેઓ શિવશક્તિ સખી મંડળ સાથે સંકળાયેલા છે ત્યારે હવે તેમની અવાકમા વધારો થયો છે. અવનીબેન જણાવે છે કે સખી મંડળ સાથે સંકળાયા બાદ તેઓ વધુ સફળ અને આત્મનિર્ભર બન્યાં છે.  શિવશક્તિ સખી મંડળ દ્વારા અવનીબેન ગોહિલ બીજા બહેનોને પણ સખી મંડળ સાથે જોડાવવા પ્રોત્સાહન આપે છે. સખી મંડળ દ્વારા તેમની આવકનું સ્તર વધ્યું છે. આવી જ રીતે…

Read More

બધી કિશોરીઓને પૂર્ણાશક્તિનો લાભ લેવો જોઈએ : નાકરાણી વૈશાલી

હિન્દ ન્યુઝ, ભાવનગર  ગારિયાધાર તાલુકાના સુરનગરમાં રહેતી નાકરાણી વૈશાલીનું કહેવું છે કે તે કિશોરી હતી ત્યારે પૂર્ણાશક્તિ પેકેટનો લાભ લીધો હતો, જેના કારણે તેનું હિમોગ્લોબીન વધ્યું છે અને તેઓ હવે શરીરમાં વધુ તંદુરસ્તીનો અનુભવ કર્યો છે. તેમની આશા છે કે સર્વ કિશોરીઓ આ યોજનાનો લાભ લઈ વધુ સ્વસ્થ બને સાથોસાથ તેઓ સરકારનો આભાર પણ માને છે.  આઈ.સી.ડી.એસ અંતર્ગત કિશોરીઓને દર મહિને ૪ પૂર્ણાશક્તિના પેકેટ આપવામાં આવે છે. આ પૂર્ણાશક્તિ પેકેટ દ્વારા એક કિશોરીને પોષક તત્ત્વો મળી રહે છે. પૂર્ણાશક્તિ પેકેટના ઘણા ફાયદા છે. આ ફાયદાકારક પેકેટ દ્વારા કિશોરીઓનું હિમોગ્લોબીન વધે…

Read More

વિકસીત ભારત સંકલ્પ યાત્રાત્રા્ ગારીયાધારના સુરનગર ગામના શિક્ષકે સુમધુર કંઠે દેશભક્તિ ગીતનું ગાયન કર્યું

હિન્દ ન્યુઝ, ભાવનગર  વિકસીત ભારત સંકલ્પ યાત્રા ભાવનગર જિલ્લાના ગામે ગામ ફરી રહી છે ત્યારે આ રથના આગમન સમયે લોકો અનેક કાર્યક્રમ કરી રહ્યા છે ત્યારે ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના સુરનગર ગામે શાળાના શિક્ષકે  સુમધુર કંઠે દેશભક્તિ ગીતનુ ગાયન કરીને ભક્તિમય માહોલ બનાવ્યો હતો. શિક્ષક કેતનભાઈ જગદીશભાઈ સોલંકી ખૂબ જ સુંદર સુરમય અવાજમાં ગીત ગાયન કરીને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. કેતનભાઈ એ જૂનાગઢ ખાતે એક વર્ષનો પ્રવેશિકા પ્રથમ નો કોર્ષ કરેલ છે.    કેતનભાઈ કલા મહાકુંભના બે વખતના પણ રહી ચૂક્યા છે.ગણિત અને વિજ્ઞાનના શિક્ષક હોવા છતાં સંગીત પ્રત્યે ખૂબ…

Read More

ભાવનગર જિલ્લામાં તા.૧૦મી ડિસેમ્બર, ૨૦૨૩ નાં રોજ પોલિયો રસીકરણ કરાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર  ભારત દેશ પોલિયો મુક્ત થઈ ગયેલ છે, પરંતુ હજુ પણ કેટલાક દેશોમાંથી પોલિયો નાબૂદ થયેલ ન હોવાથી તે પોલિયો ફરીથી ફેલાવાની શક્યતા રહેલી છે. જેથી આપણાં દેશમાંથી પોલિયો નાબૂદ કરવા માટે અભિયાન ચલાવવામાં આવે છે. જે બાબતે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં આયોજન હોલ, કલેકટર કચેરી, ભાવનગર ખાતે SNID પોલીયો રાઉન્ડ ૧૦મી ડિસેમ્બર ૨૦૨૩ અન્વયે સમીક્ષા બેઠક યોજાયેલ તેમજ SNID પોલીયો રાઉન્ડની કામગીરી ૧૦૦ ટકા સંપુર્ણ થાય તે માટે જરૂરી સુચનો આપવામાં આવ્યાં હતાં. જેમાં ચાલુ વર્ષે તા.૧૦મી ડિસેમ્બર, ૨૦૨૩ નાં રોજથી આપણાં ગુજરાત રાજ્યમાં પોલિયો અભિયાન ચલાવવામાં આવનાર…

Read More

વિકસિત ભારત સંકલ્પ યાત્રાનાં રથનું ભવ્ય સ્વાગત કરતા પાલીતાણા તાલુકાનાં પીથલપુર ગામનાં ગ્રામવાસીઓ

હિન્દ ન્યુઝ, ભાવનગર  કેન્દ્ર અને રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓનાં લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી ભાવનગરનાં પાલીતાણા તાલુકાનાં પીથલપુર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો. જ્યાં ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રાનાં રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.  આ પ્રસંગે અધિકારીઓ-પદાધિકારીઓ તેમજ વિવિધ શાખાઓનાં અધિકારીઓ દ્વારા કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ વિભાગોની યોજનાઓ વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

Read More

મહુવા તાલુકાનાં દુધાળા નં.૧ ખાતે ધારાસભ્ય શિવાભાઇ ગોહિલે સંકલ્પ યાત્રાનાં રથને આવકાર્યો

હિન્દ ન્યુઝ, ભાવનગર  વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આજે મહુવા તાલુકાનાં દુધાળા નં.૧ ગામે આવી પહોંચ્યો હતો ત્યારે મહુવાનાં ધારાસભ્ય શિવાભાઇ ગોહિલે આવકાર્યો હતો. મહુવાનાં ધારાસભ્ય શિવાભાઇ ગોહિલે જણાવ્યું કે, દેશનાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આ રથનાં માધ્યમથી ભારત સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓનાં લાભ છેવાડાનાં માનવીને પોતાના ઘર આંગણે જ મળી રહે અને વિવિધ યોજનાઓનાં લાભથી કોઈપણ નાગરિક વંચિત ન રહી જાય તે હેતુસર આ રથ પરીભ્રમણ કરી રહ્યો છે. આ પ્રસંગે અધિકારીઓ – પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Read More