બધી કિશોરીઓને પૂર્ણાશક્તિનો લાભ લેવો જોઈએ : નાકરાણી વૈશાલી

હિન્દ ન્યુઝ, ભાવનગર 

ગારિયાધાર તાલુકાના સુરનગરમાં રહેતી નાકરાણી વૈશાલીનું કહેવું છે કે તે કિશોરી હતી ત્યારે પૂર્ણાશક્તિ પેકેટનો લાભ લીધો હતો, જેના કારણે તેનું હિમોગ્લોબીન વધ્યું છે અને તેઓ હવે શરીરમાં વધુ તંદુરસ્તીનો અનુભવ કર્યો છે. તેમની આશા છે કે સર્વ કિશોરીઓ આ યોજનાનો લાભ લઈ વધુ સ્વસ્થ બને સાથોસાથ તેઓ સરકારનો આભાર પણ માને છે. 

આઈ.સી.ડી.એસ અંતર્ગત કિશોરીઓને દર મહિને ૪ પૂર્ણાશક્તિના પેકેટ આપવામાં આવે છે. આ પૂર્ણાશક્તિ પેકેટ દ્વારા એક કિશોરીને પોષક તત્ત્વો મળી રહે છે. પૂર્ણાશક્તિ પેકેટના ઘણા ફાયદા છે. આ ફાયદાકારક પેકેટ દ્વારા કિશોરીઓનું હિમોગ્લોબીન વધે છે અને તેઓ વધુ તંદુરસ્ત બને છે. 

પૂર્ણાશક્તિ પેકેટમાં ઘઉંનો લોટ, શર્કરા, સોયાબીનનો લોટ, મકાઈનો લોટ, ખાદ્ય વનસ્પતિ તેલ, ચોખાનો લોટ, ચણાનો લોટ, વિટામિન અને ખનીજ તત્ત્વો મળી રહે છે. પૂર્ણાશક્તિ પેકેટ દ્વારા પૂરી, શીરો, ઢોકળા, મુઠિયા, લાડું, થેપલા જેવી અનેક વાનગી તૈયાર કરી શકાય છે.

Related posts

Leave a Comment