કાલાવડ નગરપાલિકા વિસ્તારમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” રથનું આગમન

હિન્દ ન્યુઝ, કાલાવડ          ભારત સરકારની “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અંતર્ગત આજ રોજ જામનગર જિલ્લા નાં કાલાવડ નગરપાલિકા વિસ્તારમાં સંકલ્પ રથનું આગમન થયું. જેમાં કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉજ્જવલા યોજના, પી.એમ.સ્વનીધી યોજના, પી.એમ.આવાસ યોજના સહિતની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને કીટ પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવેલ તેમજ આ યોજનાઓ માટે લાભાર્થીની નોંધણી અંગેનો કેમ્પ યોજવામાં આવ્યો. આ પ્રસંગે કાલાવડ શહેર ભાજપ પ્રમુખ હસુભાઈ વોરા, ચીફ ઓફિસર પરાક્રમસિંહ મકવાણા, જીલ્લા ભાજપ મહામંત્રી અભિષેકભાઈ પટવા, શહેર ભાજપ મંત્રી મહેશભાઈ સાવલીયા, વિનુભાઈ રાખોલીયા, જીલ્લા યુવા ભાજપ પ્રમુખ…

Read More

ચણાના પાકમાં લીલી ઈયળનું સંકલિત વ્યવસ્થાપન કરવા અંગેની માર્ગદર્શિકા બહાર પડાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર       ચણાના પાકમાં લીલી ખાઉધરી ઇયળ પાકમાં પોપટા બેસે ત્યારે વધુ નુકશાન કરે છે. ઈયળનાં પાછળનાં ભાગે આંગળી મુકી ધીરેથી દબાવવાથી ઈયળ તરત જ કરડવા માટે આગળી તરફ ઝાટકા સાથે વળે તો સમજવું કે લીલી ઈયળ છે. આ ઈયળનો ઉપદ્રવ ચણા પાકમાં ડિસેમ્બર-જાન્યુઆરી માસમાં વધુ જોવા મળે છે. જેથી સંકલિત નિયંત્રણના પગલાં લેવા માટે ચણાના પાકમાં ધાણા, રાઈ જેવા આંતર પાક તરીકે વાવેતર કરવું. ચણાના પાકમાં ખેતરની ફરતે તેમજ પાકની વચ્ચે પિંજર પાક તરીકે ગલગોટાનું વાવેતર કરવાથી લીલી ઇયળની માદા ફૂંદી ગલગોટા તરફ આકર્ષાઇને ત્યાં ઈંડા…

Read More

સિહોર ટાણા રોડ પર આવેલ ફાયરીંગ બટ વિસ્તારમાં જવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

હિન્દ ન્યુઝ, ભાવનગર  ભાવનગર જિલ્લાનાં શિહોર ગામની સર્વે નં.૨૮૨ની સિહોર – ટાણા રોડની દક્ષિણ બાજુએ આવેલ જમીન કે જેનો ઉપયોગ હાલ ફાયરિંગ બટ માટે થાય છે. આ ફાયરિંગ બટ ખાતે તા.૨૪/૦૧/૨૦૨૪ સુધી અત્રેનાં જિલ્લાનાં પોલીસ અધિકારી/ કર્મચારીઓને સને – ૨૦૨૩ નાં વર્ષની વાર્ષિક ફાયરીંગ પ્રેક્ટિસનું પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગાંધીનગર દ્વારા આપવામાં આવેલ ફાયરીંગનાં નવા સિલેબસ મુજબ આયોજન કરવામાં આવેલ છે. જેથી જાનમાલની સલામતી ખાતર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા ઉપરોક્ત દિવસે ઉપરોક્ત વિસ્તારની આજુબાજુનાં ૧૦૦ મીટર સુધીનાં વિસ્તારમાં કોઈપણ શખ્સે પ્રવેશ કરવા તથા ઢોર ચરાવવા બાબતે પ્રતિબંધ…

Read More

લોકોને શુધ્ધ પ્રદુષણ રહિત હવા મળી રહે અને લોકોનું સ્વાસ્થય જળવાઈ રહે તે માટે કોઈ પણ વ્યક્તિએ ઘન કચરો, પ્લાસ્ટીક કે પ્લાસ્ટીક કોટેડ વાયર બાળવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડતાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

હિન્દ ન્યુઝ, ભાવનગર      તાજેતરમાં ભાવનગર જિલ્લાનાં શહેરી વિસ્તાર તથા વિકસીત વિસ્તારનાં લોકોનાં રોજબરોજનાં જીવનમાં પ્લાસ્ટીકનો ઉપયોગ ખૂબ જ મોટા પ્રમાણમાં વધી ગયેલ છે અને ભાવનગર જિલ્લાનાં અલંગ ખાતે આવેલ શીપ યાર્ડમાંથી નીકળતા વાયરમાંથી તાંબુ – પીત્તળ જેવી ધાતુઓ છુટી પાડવા માટે પ્લાસ્ટીક કોટેડ વાયર બાળવામાં આવે છે. આમ, ઘન કચરો પ્લાસ્ટીક તથા અલંગ યાર્ડમાંથી નીકળતા વાયરોનાં પ્લાસ્ટીક કોટેડ વાયરો સળગાવવા/ બાળવાનાં કારણે તેના ધુમાડાથી હવામાન ખૂબ જ પ્રદુષિત થાય છે જે લોકોનાં સ્વાથ્ય માટે હાનીકારક નીવડે છે. આથી કોઈપણ વ્યક્તિએ આ તમામ વિસ્તારોમાં ધન પ્લાસ્ટીક કે અલંગ યાર્ડમાંથી…

Read More

ભાવનગર જિલ્લાનાં વિવિધ ગામડાઓમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ તા.૨૬ ડિસેમ્બરનાં રોજ ફરશે

વિકસિત ભારત સંકલ્પ યાત્રા હિન્દ ન્યુઝ, ભાવનગર     કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ જનજન સુધી પહોચે તેવા આશયથી ભાવનગર જિલ્લાનાં તમામ તાલુકાઓમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નાં રથો ગામે ગામ ફરી રહ્યા છે. જેમાં આવતીકાલે તા.૨૭/૧૨/૨૦૨૩ નાં ભાવનગર તાલુકામાં ભોજપરા અને સોડવદરા, તળાજા તાલુકામાં શોભાવડ અને માખણીયા, મહુવા તાલુકામાં લોયંગા અને આંગણકા, ગારીયાધાર તાલુકામાં ભમરીયા અને શક્તિનગર, જેસર તાલુકામાં જડકાલા અને પા, શિહોર તાલુકામાં તારકપાલડી અને કરમદીયા તેમજ પાલિતાણા તાલુકામાં ભાદુરગઢ અને રાણપરડા (ખારાના) ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના રથ ફરશે.

Read More

શિહોર સામાજિક વનીકરણ વિભાગ દ્વારા તા. ૨૮ ડિસેમ્બરના ક્લોનલ નીલગીરી રોપાઓની જાહેર હરાજી કરાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર  સામાજિક વનીરણ વિભાગ બોટાદ હસ્તકના ક્લોનલ નીલગીરી રોપાઓની જાહેર હરરાજી તા.૨૮/૧૨/૨૦૨૩ ના રોજ ૧૧:૦૦ કલાકે પરીક્ષેત્ર વન અધિકારીની કચેરી, સામાજીક વનીકરણ રેન્જ, શિહોર હોટલ વિજય પેલેસ સામે, ભાવનગર રાજકોટ રોડ, શિહોર ખાતે રાખેલ છે. જેમાં ક્લોનલ નીલગીરી- ૪૧૩(આઈટીસી) રોપાની જાત વળાવડ નર્સરી, મોટા સુરકા બસ સ્ટેન્ડની સામે, તા.શિહોર જી.ભાવનગર ખાતેના સ્થળેથી રોપા વિતરણ રહેશે. આ હરરાજીમાં ભાગ લેવા ઈચ્છતા હોય, તેઓએ હરરાજી સમય પહેલા હાજર રહી રૂ.૧૦૦૦૦/- ડીપોઝીટ રોકડા કે નાયબ વન સંરક્ષક, સામાજીક વનીકરણ વિભાગ, બોટાદ નામનો ડીમાન્ડ ડ્રાફ્ટ રજુ કરવાનો રહેશે. માંગણી મંજુર થયે ૨૫%…

Read More

ભારતીય સંસ્કૃતિના પ્રાણ સમાન સત્ય, અહિંસા, અસ્તેય અને અપરિગ્રહ જ જૈન ધર્મનાં મૂળ સિદ્ધાંતો છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

હિન્દ ન્યુઝ, ભાવનગર  ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આજે ભાવનગર જિલ્લાનાં પાલિતાણા ખાતે ‘શ્રી ખરતરગચ્છ સહસ્ત્રાબ્દી મહોત્સવ’નાં સમાપન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલએ તેમનાં વકતવ્યમાં કહ્યું હતું કે, સત્ય, અહિંસા, અસ્તેય અને અપરિગ્રહ જૈન ધર્મનાં મૂળ સિદ્ધાંતો છે અને આ સિદ્ધાંતો જ ભારતીય સંસ્કૃતિનાં પ્રાણ છે. રાજ્યપાલ એ વધુમાં ઉમેર્યું હતુ કે ‘ખરતગરચ્છ સહસ્ત્રાબ્દી’ એટલે કે એક હજાર વર્ષની ઉજવણી આજે થઈ રહી છે. આજનાં ભૌતિકવાદભર્યા યુગમાં જો કોઈ ધર્મ કે સંપ્રદાયે તેનાં મૂળભૂત સિદ્ધાંતો જાળવી રાખ્યા હોય તો આ સિદ્ધાંતો ક્યારેય જૂનાં નહિ થાય અને સદૈવ પ્રસ્તુત રહેશે. રાજ્યપાલ એ…

Read More

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું પાલિતાણા હેલિપેડ ખાતે ઉષ્માસભર સ્વાગત

હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત રાજ્યનાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પાલિતાણામાં ‘શ્રી ખરતરગચ્છ સહસ્ત્રાબ્દિ વર્ષ મહોત્સવ’માં ઉપસ્થિત રહ્યા હતા. પાલિતાણા હેલિપેડ ખાતે પદાધિકારીઓ, અધિકારીઓએ અને અન્ય મહાનુભાવોએ તેમનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું. માનનીય રાજ્યપાલનું સ્વાગત કરવા માટે પાલીતાણા ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા, કલેકટર આર.કે.મહેતા, જિલ્લા વિકાસ અધિકારી ડો.પ્રશાંત જિલોવા, પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલ, પાલીતાણા પ્રાંત અધિકારી યુવરાજ સિદ્ધાર્થ, આગેવાન મહેન્દ્રસિંહ સરવૈયા સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.    

Read More

લાલપુર તાલુકાના વાવડી ગામે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”ના રથનું ભવ્ય સ્વાગત કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર       વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમા તા.૧૫મી નવેમ્બર ‘જનજાતીય ગૌરવ દિવસ’થી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.જેને જામનગર જિલ્લામાં વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે આજરોજ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના વાવડી ગામે રથ આવી પહોંચતા ગ્રામજનો દ્વારા રથ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંગે ગ્રામજનોને વિગતે માહિતી પુરી પાડી હતી તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળનું આયુષ્માન કાર્ડ, સોઇલ હેલ્થ કાર્ડ, પી.જી.વી.સી.એલ. સહિતની વિવિધ યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું…

Read More

લાલપુર તાલુકાના આરીખાણા અને રંગપુર ગામે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” નું ઉમળકાભેર સ્વાગત કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર     વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુચારુ નેતૃત્વ તળે સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અનવ્યે, જામનગર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” નું ગામડે-ગામડે ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. લાલપુર તાલુકામાં આવેલા આરીખાણા અને રંગપુર ગામમાં ‘’વિકસિત ભારત સંકલ્પ યાત્રા’’ નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં, વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને તેના ઉદ્દેશ વિષે ગ્રામજનોને માહિતગાર કરાયા હતા. તેમજ વિવિધ શાખાઓના અધિકારીઓ દ્વારા કેન્દ્ર અને રાજય સરકારની પોષણ અભિયાન, પી.એમ કિસાન સન્માન નિધી, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના,…

Read More