હિન્દ ન્યુઝ, કાલાવડ
ભારત સરકારની “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અંતર્ગત આજ રોજ જામનગર જિલ્લા નાં કાલાવડ નગરપાલિકા વિસ્તારમાં સંકલ્પ રથનું આગમન થયું. જેમાં કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ઉજ્જવલા યોજના, પી.એમ.સ્વનીધી યોજના, પી.એમ.આવાસ યોજના સહિતની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને કીટ પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવેલ તેમજ આ યોજનાઓ માટે લાભાર્થીની નોંધણી અંગેનો કેમ્પ યોજવામાં આવ્યો.
આ પ્રસંગે કાલાવડ શહેર ભાજપ પ્રમુખ હસુભાઈ વોરા, ચીફ ઓફિસર પરાક્રમસિંહ મકવાણા, જીલ્લા ભાજપ મહામંત્રી અભિષેકભાઈ પટવા, શહેર ભાજપ મંત્રી મહેશભાઈ સાવલીયા, વિનુભાઈ રાખોલીયા, જીલ્લા યુવા ભાજપ પ્રમુખ ભુમીતભાઈ ડોબરીયા, જીલ્લા મંત્રી હીનાબેન રાખોલીયા, જીલ્લા લઘુમતી મોરચા મહામંત્રી મુરતુજાભાઈ સાદીકોટ, જીલ્લા ભાજપ ઉપપ્રમુખ ગાંડુભાઈ ડાંગરીયા, ભાજપ અગ્રણી વલ્લભભાઈ સાંગાણી, વલ્લભભાઈ વાગડીયા સહિતના આગેવાનો, અધિકારીઓ, નગરપાલિકા કર્મચારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.