“પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અમારા આંગણે ખુશીઓ લઈને આવી.” : લાભાર્થી છત્રસિંહ સોઢા

”જન-જનના સપના સાકાર કરતી વિકસિત ભારત સંકલ્પ યાત્રા” હિન્દ ન્યુઝ, જામનગર સમગ્ર વિશ્વમાં અત્યારે સૌથી મોટી આરોગ્યલક્ષી યોજના તરીકે ગણાતી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) થકી દેશના કરોડો ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગના નાગરિકો નિ:શુલ્ક સારવાર મેળવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં આ યોજના અંતર્ગત 10 લાખ રૂપિયા સુધીની મફત આરોગ્યલક્ષી સારવાર લાભાર્થીઓને પુરી પાડવામાં આવે છે. ચાલુ વર્ષે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આયોજન થકી રાજ્યના છેવાડાના વિસ્તારોના લોકો અનેક લાભ મેળવી રહ્યા છે. ”મેરી કહાની, મેરી જુબાની” માં વસઈ ગામના લાભાર્થી સોઢા છત્રસિંહ છનુભા જણાવે છે કે, ”મેં પ્રધાનમંત્રી…

Read More

જામનગરમાં આગામી તા.25 જાન્યુઆરીના ”જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” યોજાશે

હિન્દ ન્યુઝ, જામનગર       મુખ્યમંત્રી, ગુજરાત રાજ્ય સરકાર તરફથી જિલ્લા કક્ષાના પ્રશ્નો માટે લોકોએ ઉચ્ચ કક્ષાએ ગાંધીનગર સુધી જવું ન પડે તે માટે જિલ્લા કક્ષાએ ”જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ દિવસ” નું આયોજન કરવા માટે સૂચન કરેલ છે. જે અંતર્ગત, દરેક જિલ્લા કક્ષાએ દર માસના ચોથા ગુરુવારે જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જે અન્વયે, જામનગરમાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.25 જાન્યુઆરીના રોજ યોજાશે. તે માટે, અરજદારોએ જિલ્લા કક્ષાના પોતાના પ્રશ્નો/અરજી આગામી તા.10 જાન્યુઆરી સુધીમાં જિલ્લા કલેકટર કચેરી, શરૂ સેક્શન રોડ, જામનગર- આ સરનામાં પર…

Read More

લાલપુરમાં તાલુકા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શનીનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર         રાજ્ય સરકાર દ્વારા પશુધન વીમા યોજના, ચારા વિકાસ યોજના અને મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના સહિત અનેકવિધ યોજનાઓ પશુપાલકોને લાભન્વિત કરવા માટે અમલમાં મુકવામાં આવી છે. જે અન્વયે, જામનગર જિલ્લા પંચાયતના માર્ગદર્શન હેઠળ જિલ્લાના પશુપાલકો માટે વિવિધ પ્રકારના સેમિનારનું આયોજન કરવામાં આવતું હોય છે. તાજેતરમાં, જામનગર જિલ્લામાં સ્થિત લાલપુરમાં તાલુકા કક્ષાની પશુપાલન પ્રશિક્ષણ શિબિર કમ પ્રદર્શનીનું આયોજન નકલંક મંદિર, ભણગોર પાટિયામાં કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં લાલપુર તાલુકાના પશુપાલકોને પશુપાલન માવજત, પશુઓ માટેનું રહેઠાણ, સંવર્ધન, પશુઓની સારવાર, રાજ્ય સરકારના માર્ગદર્શન તળે કાર્યરત વિવિધ સહાયકારી…

Read More

કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે રોજિયા વંથલી રોડ ઉપર રૂ.૨ કરોડ ૧૩ લાખના ખર્ચે નિર્માણ પામેલા માઇનોર બ્રિજનું લોકાર્પણ કર્યુ

હિન્દ ન્યુઝ, જામનગર      જામનગર જિલ્લામાં જામવંથલી રોડ પર રોજિયા વંથલીના રસ્તે રાજ્યના કૃષિ,પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ,ગ્રામ વિકાસ, ગ્રામગૃહનિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે માઇનોર બ્રિજનું લોકાર્પણ કરી જણાવ્યું હતું કે, ગ્રામજનોની રજૂઆત અને સુવિધાને ધ્યાનમાં રાખીને માઇનોર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યુ છે જેના થકી જામવંથલી તથા આજુબાજુના ગ્રામજનોની મુશ્કેલીઓનો અંત આવ્યો છે. ચોમાસાના સમય દરમિયાન આજુબાજુના વિસ્તારોમાં પાણી ભરાવાની સ્મસ્યા હવે નહી રહે. વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે સરકારની વિવિધ યોજનાઓ અમલમાં છે. સૌની યોજના થકી ચોમાસા સિવાય પણ નદીનાળાઓ ભરેલા રહે છે. જેના થકી ખેડૂતોને ખેતીમાં ફાયદો થાય છે.…

Read More

જામનગર જિલ્લા આઈ.સી.ડી.એસ. વિભાગના માર્ગદર્શન હેઠળ કિશોરીઓ માટે પ્રવાસનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર   જામનગર જિલ્લા આઈ.સી.ડી.એસ. વિભાગના માર્ગદર્શન હેઠળ પૂર્ણા યોજના અંતર્ગત 15 થી 18 વર્ષની શાળાએ ના જતી કિશોરીઓ માટે કૌશલ્ય સંવર્ધન થાય તે હેતુથી તાજેતરમાં કિશોરી પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રકારના વિવિધ કાર્યક્રમોના આયોજન માટે જિલ્લા પંચાયત, જામનગરની સ્વભંડોળની ગ્રાન્ટમાંથી રૂ.5 લાખની જોગવાઈ કરવામાં આવી છે. જિલ્લા આઈ.સી.ડી.એસ. વિભાગના તમામ ઘટક દ્વારા પોતાના ઘટકની શાળાએ ના જતી કિશોરીઓને કૌશલ્ય સંવર્ધન અર્થે અલગ- અલગ સ્થળોએ પ્રવાસનું આયોજન કરવામાં આવતું હોય છે. તાજેતરમાં, લાલપુરમાંથી 54 અને ધ્રોલમાંથી 36- એમ કુલ 90 જેટલી કિશોરીઓ માટે ટાટા કેમિકલ્સ સોસાયટી…

Read More

જોડીયા તાલુકામાં સ્થિત યુ.પી.વી કન્યા વિદ્યાલય ખાતે રોજગાર અને પાસપોર્ટ વિષયક સેમિનારનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર      જામનગર મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી અને શ્રીમતી યુ.પી.વી કન્યા વિદ્યાલય, જોડિયાના સંયુક્ત ઉપક્રમે પાસપોર્ટ અવેરનેસ અને પાસપોર્ટ વિષે માર્ગદર્શન, વિદેશ રોજગાર તેમજ રોજગાર અને કારકિર્દી માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર શિક્ષા અભિયાનના ભાગરૂપે આ પ્રકારના અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે. આ માર્ગદર્શનલક્ષી સેમિનારની શરૂઆતમાં સંસ્થાના આચાર્યા ક્રિષ્નાબા ચુડાસમા દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરાયા બાદ તેમણે પ્રોગ્રામ વિષે ઉપસ્થિત સર્વેને જાણકારી આપી હતી. ત્યારબાદ મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી, જામનગરના કેરિયર કાઉન્સેલર અંકિતભાઈ ભટ્ટ દ્વારા સર્વેને રોજગાર કચેરી દ્વારા પૂરી પાડવામાં…

Read More

કરોડના ખર્ચે નવનિર્મિત બસ સ્ટેશનની ભેટ આપતા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કવાંટના તમામ નાગરિકોને ૨.૨૦ કરોડના ખર્ચે નવનિર્મિત બસ સ્ટેશનના નવલા નજરાણાની ભેટ આપતા જણાવ્યું કે, સરકાર નાગરિકોને વધુમાં વધુ બહેતર સુવિધા આપવા કટિબદ્ધ છે. આજે કવાંટને નવું બસ સ્ટેશન મળ્યું છે ત્યારે તેની જાળવણી, દેખરેખ અને સ્વચ્છતા રાખવી એ આપણી સૌની ફરજ છે. આ તકે સંઘવીએ પ્રજાજનોના જીવનમાં આમુલ પરિવર્તન લાવતી કેન્દ્ર અને રાજ્ય સરકારની બહુમૂલ્ય યોજનાઓ પર વિશેષ ભાર આપતા નગરજનોને યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. વધુમાં જિલ્લા પોલીસ તંત્રની કામગીરીને બિરદાવતા શ્રી સંઘવીએ જણાવ્યું કે, પોલીસ વિભાગે વ્યાજખોરો સામે લાલ…

Read More

ભાવનગર જિલ્લાનાં વિવિધ ગામડાઓમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ તા.૩૧ ડિસેમ્બરનાં રોજ ફરશે

હિન્દ ન્યુઝ, ભાવનગર  કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ જનજન સુધી પહોચે તેવા આશયથી ભાવનગર જિલ્લાનાં તમામ તાલુકાઓમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નાં રથો ગામે ગામ ફરી રહ્યા છે. જેમાં આવતીકાલે તા.૩૧/૧૨/૨૦૨૩ નાં તળાજા તાલુકામાં હબુકવડ અને નાની બાબરીયાત, મહુવા તાલુકામાં બોરડી, શિહોર તાલુકામાં રાજપરા (ટાણા) અને ખારી તેમજ પાલિતાણા તાલુકામાં દુધાળા અને નાનીમાળ ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના રથ ફરશે.  

Read More

ભાવનગર ખાતે પી.સી.એન્ડ પી.એન.ડી.ટી.એકટ અંતર્ગત તા.૨૮/૧૨/૨૦૨૩ નાં રોજ વર્કશોપ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર  પી.સી.એન્ડ પી.એન.ડી.ટી.એકટ અંતર્ગત રજીસ્ટર્ડ ડોકટરોનો વર્કશોપ તા.૨૮/૧૨/૨૦૨૩ ના રોજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જીલ્લા અપ્રોપ્રીએટ ઓથોરીટી ડો.ચંદ્રમણી કુમારનાં માર્ગદર્શન તળે યોજવામાં આવેલ છે. જેમાં મહેમાન તરીકે ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડયા, જિલ્લા પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. એડવાઈઝરીનાં ચેરમેન સુમિતભાઈ ઠકકર, રાજીવભાઈ પંડ્યા, FOGSI નાં પ્રમુખ ડો.મનીષ ત્રિવેદી ઉપસ્થિત રહેલ. રેઈનબો વિમેન્સ હોસ્પીટલ-ભાવનગરનાં ગાઈનેક ડો.રણજીતભાઈ ચૌધરી દ્વારા PC & PNDT કાયદા તેમજ વર્કશોપને અનુરૂપ કાયદાની જોગવાઈ વિષયે વિગતવાર પ્રેઝન્ટેશનનાં માધ્યમથી રજુ કરવામાં આવી હતી. આ તકે ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા દ્વારા PC & PNDT વર્કશોપ અન્વયે પોતાનાં વક્તવ્ય દિકરીની સમાજમાં…

Read More

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા તા.૦૧/૦૧/૨૦૨૪ ના રોજ રાજ્યવ્યાપી સૂર્યનમસ્કાર કાર્યક્રમનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર  રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડનાં માધ્યમથી તા.૦૧/૦૧/૨૦૨૪ નાં રોજ રાજ્યવ્યાપી સૂર્યનમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે. જેનાં અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકા દ્વારા તા.૦૧/૦૧/૨૦૨૪ નાં રોજ સવારે ૦૭:૦૦ કલાકે, ઘોઘા સર્કલ સંસ્કાર કેન્દ્ર, ઘોઘા સર્કલ અખાડો, ભાવનગર ખાતે રાજ્યવ્યાપી સૂર્યનમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે. જિલ્લામાં યોગનો વ્યાપ વધે, લોકો યોગ કરતાં થાય અને સમગ્ર જિલ્લામાં યોગ અંગેનો માહોલ ઊભો થાય અને લોકો નિરોગી રહે, દરેક નાગરિકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનાં હેતુથી આ કાર્યકમનું આયોજન…

Read More