મેરી જુબાની, મેરી કહાની નન્હી પરી પ્રાચી

હિન્દ ન્યુઝ, છોટાઉદપુર વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ ગામે ગામ ફરી વિકાસથી વંચિત છેવાડાના માનવીને સરકારી યોજનાકીય લાભ આપવાનો છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓની માહિતી આપી તેનો લાભ લેવા સરકારી અધિકારી અને કર્મચારીગણ ગ્રામજનોને જાગૃત કરી રહ્યા છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના નાનીબુમડી ખાતે સરકાર યોજનાનો લાભ લેતા નાની પરી લાભાર્થી જોવા મળી. સરકાર ની નન્હી પરી યોજનાનો લાભ શ્રીમતી સુનિતાબહેન રાઠવાને લાભ મળ્યો. રાજ્ય સરકાર દ્વારા ખાસ દીકરીઓના જન્મને પ્રમોટ કરવા માટે પ્રથમ દીકરી અને બીજી દીકરીનો જન્મ થાય તો તેને આ…

Read More

નાનીબુમડી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને ગ્રામજનોનો આવકાર

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર આદિજાતિ ઉત્કર્ષને કેન્દ્ર સ્થાને રાખીને કેન્દ્ર-રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ આદિવાસી સમુદાયના ઘરઆંગણે પહોંચાડી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા બોડેલી તાલુકાના નાનીબુમડી પહોંચી હતી. આ તકે ગ્રામજનોએ સંકલ્પ રથને ઉષ્માભેર આવકાર આપી લોકકલ્યાણકારી યોજનાની માહિતી અંગેની શોર્ટફિલ્મ નિહાળી હતી. વધુમાં ગ્રામજનોએ વિકસિત રાષ્ટ્રના નિર્માણની સામુહિક પ્રતિજ્ઞા કરી હતી.  આ તકે ઉપસ્થિત મહાનુભાવોએ પણ ગ્રામજનોને સરકારની પ્રત્યેક યોજનાકીય માહિતીની જાણકારી રાખવા તેમજ યોજનાનો લાભ લઈને વંચિત લાભાર્થીઓને જાગૃત કરવાનો અનુરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, જિલ્લાના ગામેગામ ભ્રમણ કરી રહેલી સંકલ્પ રથનો એક માત્ર આશય છેવાડાના માનવીને કેન્દ્ર…

Read More

ભાવનગર જિલ્લામાં સૂર્ય નમસ્કાર મહાભિયાન અંતર્ગત ત્રણ વયજૂથમાં સ્પર્ધાઓ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર હેઠળના ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગના પ્રચાર પ્રસાર અર્થે તેમજ યોગ અંગે જાગૃતિ લાવવા માટે ભાવનાગર જિલ્લા/મહાનગર પાલિકા/ તાલુકા કક્ષા એ યોગ શિબિરો, યોગ સંવાદ, યોગ જાગરણ રેલી, યોગ પે ચર્ચા તેમજ યોગના અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવે છે જે પૈકી યોગના પ્રચાર પ્રસાર થાય અને યોગ ને પ્રોત્સાહન મળે તે માટે આ વર્ષે પ્રથમ વખત સૂર્યનમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં વિજેતા થનાર ખેલાડીઓને સરકારશ્રી દ્વારા પુરસ્કૃત કરવામાં આવશે.સ્પર્ધામાં ભાગ લેવા માટે આપેલ લીંક…

Read More

ભાવનગરમાં તા. ૯ ના રોજગાર ભરતીમેળાનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, ભાવનગર દ્વારા આયોજિત ભરતીમેળામાં ખાનગીક્ષેત્રનાં અંદાજિત ૦૬ એકમ (કંપની)માં સેલ્સ એક્સિક્યુટી, એડવાઇઝર, બ્રાંચ મેનેજર, આસી. બ્રાંચ મેનેજર, પ્લાન્ટ સુપરવાઈઝર, ટર્નર, ફીટર, મશીનીસ્ટ, વાયરમેન, ક્લાઈન્ટ રિલેશનશિપ ઓફિસર(માત્ર મહિલા ઉમેદવાર), AOCP વગેરે જેવી વિવિધ જગ્યાઓ ભરવાની છે. જેમાં આઈટીઆઈ(ટર્નર, ફીટર, વાયરમેન), ૧૨ પાસ, ગ્રેજ્યુએટની શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓને ભરતીમેળામાં તા.૦૯/૧૨/૨૦૨૩ (શનિવાર), સવારે ૧૦:3૦ કલાકે, આંબેડકર ભવન, એસ.ટી. બસ સ્ટેન્ડ સામે, જિ. ભાવનગર ખાતે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની 3 (ત્રણ) નકલ સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી ભાવનગરની યાદીમાં જણાવવામાં આવે છે. ૦૦૦૦૦૦

Read More

ઘોઘા તાલુકાના તણસા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું હર્ષોલ્લાસભેર સ્વાગત

હિન્દ ન્યુઝ, ભાવનગર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ આરંભાયેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ગામ-ગામથી જન-જન જોડાઈ રહ્યા છે. આ યાત્રા અન્વયે ભાવનગર જિલ્લામાં સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓને તમામ નાગરિકો સુધી પહોંચાડવામાં આવી રહી છે.  ભાવનગર જિલ્લામાં ભ્રમણ કરી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાને ઠેર ઠેર ઉષ્માભર્યો આવકાર મળી રહ્યો છે. આ યાત્રાનું ઘોઘા તાલુકાના તણસા ગામ ખાતે ગ્રામજનો દ્વારા કુમકુમ તિલક કરી હર્ષોલ્લાસભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓની માહિતી પહોંચાડવાની સાથે ગ્રામજનોને ઘરઆંગણે જ વિવિધ યોજનાઓના લાભ અપાયા હતા. આ અવસરે શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા સુંદર નૃત્યો…

Read More

શિહોર તાલુકાનાં વડાવળ ગામે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સંકલ્પ યાત્રા યોજાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાના શિહોર બ્લોક વડાવળ પ્રાથમિક શાળા ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” આવી પહોંચતા ગ્રામજનો દ્વારા સ્વાગત કરાયું હતું અને લાભાર્થીઓને ઘર આંગણે જ લાભો અપાયા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર આર.કે.મહેતા, મદદનીશ કલેકટર દિલીપસિંહ વાળા, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, અધ્યક્ષ તાલુકા પંચાયત સહિતના પદાધિકારી – અધિકારીઓ ઉપસ્થિતિમાં સંકલ્પ યાત્રા યોજાઇ હતી.

Read More

पंचायत स्तरीय फसल कटनी प्रयोग से संबंधित आयोजित एक दिवसीय जिला स्तरीय प्रशिक्षण सह कार्यशाला का विधिवत उद्घाटन – अपर समाहर्ता विनोद कुमार सिंह 

हिन्द न्यूज़, बिहार वैशाली जिला सांख्यिकी कार्यालय द्वारा पंचायत स्तरीय फसल कटनी प्रयोग से संबंधित एक दिवसीय जिला स्तरीय प्रशिक्षण-सह-कार्यशाला का शुभारंभ अपर समाहर्ता-सह-प्रभारी जिला पदाधिकारीविनोद कुमार सिंह द्वारा दीप प्रज्जवलन कर किया । वैशाली जिला सांख्यिकी पदाधिकारी अरविन्द कुमार ने अपने सम्बोधन में कहा कि सांख्यिकी आँकड़ो का सरकार के नीति निर्धारण में काफी अधिक महत्व है। अतः आंकड़े को ससमय संग्रहण एवं प्रेषण आवश्यक है। विलम्ब से प्राप्त आंकड़े की महत्ता प्रायः समाप्त हो जाती है। जिला सांख्यिकी पदाधिकारी के द्वारा बिहार राज्य फसल सहायता योजना अन्तर्गत फसल…

Read More

મેરી કહાની મેરી ઝુબાની – સોઇલ હેલ્થ કાર્ડ દ્વારા જમીનના સ્વાસ્થ્યની તપાસણી કરતાં ખાતરના ઉપયોગ કરવાની યોગ્ય દિશા મળી : દશરથસિંહ ગોહિલ

હિન્દ ન્યુઝ, ભાવનગર વિકસિત ભારત સંકલ્પ યાત્રા ઘોઘાના તણસા ગામે આવી પહોંચતા ત્યાનાં રહેવાસી ખેડૂત દશરથસિંહ ગોહિળે એમની સફળ ખેડૂત તરીકેની વાત ગામ લોકો સમક્ષ મેરી કહાની મેરી ઝુબાની અંતર્ગત કરતાં સોઇલ હેલ્થ કાર્ડના લાભ વર્ણવ્યા હતા. આ તકે દશરથસિંહ ગોહિલે જણાવ્યું હતું કે સોઇલ હેલ્થ કાર્ડ અંતર્ગત જમીનના સ્વાસ્થ્યની ચકાસણી કરાવતા એમને ખ્યાલ આવી ગયો કે જમીનમાં કયા પ્રકારના તત્વોની ઉણપ છે એથી એ અંગેનો ખ્યાલ આવી જતાં યોગ્ય દિશામાં ખાતરનો ઉપયોગ કરીને સારી ઉપજ મેળવતા થયા છે સોઇલ હેલ્થ કાર્ડ દ્વારા જમીનની ચકાસણી કરાવતા ખર્ચ પણ ઓછો થવા…

Read More

મેરી કહાની, મેરી ઝુબાની – ઉચ્ચ અભ્યાસ કર્યા બાદ પ્રાકૃતિક ખેતી કરતા નાના ખોખરા ગામના યુવાન ખેડૂત ગજેન્દ્રસિંહ ગોહિલ

હિન્દ ન્યુઝ, ભાવનગર      ગજેન્દ્રસિંહ ગોહિલ ભાવનગર જિલ્લાના નાના ખોખરા ગામના એક યુવાન ખેડૂત છે. ગણિત વિષયમાં બી.એસ.સી નો અભ્યાસ કર્યા બાદ તેમણએ યોગમાં માસ્ટર ડિગ્રીનું શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. ઘણી નાની ઉંમરથી તેમનામાં સ્વાસ્થ્ય વિશે જાગૃતિ હતી. ઉચ્ચ અભ્યાસ કર્યો બાદ પણ સમાજ ના કલ્યાણઅર્થે તેઓ શું કરી શકે તેઓ તેમનો નિરંતર પ્રયાસ રહે છે.  ગજેન્દ્રસિંહ ગોહિલ પાસે ૪૦ થી ૪૫ વિઘા જમીન છે. જેમાથી ૬ વિઘા જમીનમાં તેઓ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. આ ૬ વિઘા જમીનમાં તેઓ અનાજમાં ઘઉં, કઠોળમાં મગ, શાકભાજીમાં ટમેટા, રીંગણાં, તુરીયા, ગલકા,…

Read More

મેરી કહાની, મેરી ઝુબાની – તણસા ગામના ઇન્દ્રજીતસિંહ ગોહિલને પશુપાલન માટે મળી રૂ. ૩૦૦૦ની સહાય

હિન્દ ન્યુઝ, ભાવનગર     ઘોઘા તાલુકાના તણસા ગામના ઇન્દ્રજીતસિંહ ગોહિલ છેલ્લા ઘણા સમયથી પશુપાલન ના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમને ત્યાં કૃત્રિમ બીજદાણથી જન્મેલા વાછરડીના ઉછેર માટે રૂ. ૩૦૦૦ ની સહાય સરકાર દ્વારા મળી છે.  આ લાભ એક વર્ષની નાની વાછરડી ધરાવતા પશુપાલકોને મળે છે. આ સહાય થકી ઇન્દ્રજીતસિંહ ગોહિલે ખાણ-દાણ સાથે નિરણની ખરીદી કરી છે.  પશુપાલકોને સરકાર આર્થિક ટેકો આપે છે ત્યારે મુશ્કેલીભર્યું જીવન સરળ બની જાય છે. આ ટેકા બદલ ઇન્દ્રજીતસિંહ ગોહિલ સરકારનો આભાર વ્યક્ત કરે છે. 

Read More