ભાવનગરમાં તા. ૯ ના રોજગાર ભરતીમેળાનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર

મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, ભાવનગર દ્વારા આયોજિત ભરતીમેળામાં ખાનગીક્ષેત્રનાં અંદાજિત ૦૬ એકમ (કંપની)માં સેલ્સ એક્સિક્યુટી, એડવાઇઝર, બ્રાંચ મેનેજર, આસી. બ્રાંચ મેનેજર, પ્લાન્ટ સુપરવાઈઝર, ટર્નર, ફીટર, મશીનીસ્ટ, વાયરમેન, ક્લાઈન્ટ રિલેશનશિપ ઓફિસર(માત્ર મહિલા ઉમેદવાર), AOCP વગેરે જેવી વિવિધ જગ્યાઓ ભરવાની છે. જેમાં આઈટીઆઈ(ટર્નર, ફીટર, વાયરમેન), ૧૨ પાસ, ગ્રેજ્યુએટની શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓને ભરતીમેળામાં તા.૦૯/૧૨/૨૦૨૩ (શનિવાર), સવારે ૧૦:3૦ કલાકે, આંબેડકર ભવન, એસ.ટી. બસ સ્ટેન્ડ સામે, જિ. ભાવનગર ખાતે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની 3 (ત્રણ) નકલ સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી ભાવનગરની યાદીમાં જણાવવામાં આવે છે.

૦૦૦૦૦૦

Related posts

Leave a Comment