ભાવનગર જિલ્લામાં સૂર્ય નમસ્કાર મહાભિયાન અંતર્ગત ત્રણ વયજૂથમાં સ્પર્ધાઓ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર

ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર હેઠળના ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગના પ્રચાર પ્રસાર અર્થે તેમજ યોગ અંગે જાગૃતિ લાવવા માટે ભાવનાગર જિલ્લા/મહાનગર પાલિકા/ તાલુકા કક્ષા એ યોગ શિબિરો, યોગ સંવાદ, યોગ જાગરણ રેલી, યોગ પે ચર્ચા તેમજ યોગના અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવે છે જે પૈકી યોગના પ્રચાર પ્રસાર થાય અને યોગ ને પ્રોત્સાહન મળે તે માટે આ વર્ષે પ્રથમ વખત સૂર્યનમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં વિજેતા થનાર ખેલાડીઓને સરકારશ્રી દ્વારા પુરસ્કૃત કરવામાં આવશે.સ્પર્ધામાં ભાગ લેવા માટે આપેલ લીંક પર રજીસ્ટ્રશન કરાવવું ફરજિયાત છે.

આ સ્પર્ધા વય મર્યાદા – ૯ થી ૧૮ વર્ષ – અ કેટેગરી, ૧૯ થી ૪૦ વર્ષ- બ કેટેગરી, ૪૧ થી વધુ વર્ષ- ક કેટેગરી ( કટ ઓફ ડેટ ૦૧/૦૧/૨૦૨૪ની સ્થિતિએ) મુજબની ત્રણ કેટેગરીમાં યોજવામાં આવશે. 

સૂર્યનમસ્કાર સ્પર્ધા ગ્રામ્ય સ્પર્ધાએ શરૂ કરી રાજ્ય કક્ષાસુધી યોજાનાર છે. જેમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં અલગ અલગ સ્પર્ધા થનાર છે. જેમાં સૌ પ્રથમ ભાવનગર ગ્રામ્યમાં ગ્રામ્યકક્ષાએ અને નગર પાલિકા અને મહાનગર પાલિકામાં વોર્ડ કક્ષાએ સ્પર્ધા ૫ મિનિટ તા. ૧૯/૧૨/૨૦૨૩, અને તાલુકા, નગરપાલિકા તથા ઝોન કક્ષાએ સ્પર્ધા ૮ મિનિટ તા. ૨૩/૧૨/૨૦૨૩, જિલ્લા તથા મહાનગર પાલિકા કક્ષા સ્પર્ધા ૧૦ મિનિટ તા. ૨૬/૧૨/૨૦૨૩ અને રાજ્ય કક્ષા સ્પર્ધા ૧૫ મિનિટ તા. ૩૦/૧૨/૨૦૨૩ ના રોજ આયોજન થનાર છે.   

Related posts

Leave a Comment