બાલાશિનોર તાલુકાના જેઠોલી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા પાત્રતા ધરાવતા લાભાર્થીઓને યોજનાકીય લાભોથી લાભાન્વિત કરાયા

હિન્દ ન્યુઝ, મહિસાગર    હાલમાં સમગ્ર રાજ્યમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિવિધ જન કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચતી કરવા તથા છેવાડાના ગામોને સો ટકા સુધી યોજનાઓનો લાભ પહોચાડવા માટે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” ચાલી રહી છે. જે અંતર્ગત આજરોજ બાલાશિનોર તાલુકાના જેઠોલી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો આવી પહોંચતા ગ્રામજનો દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરાયું હતું.  વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓના લાભો જનજન સુધી પહોચાડવા મહીસાગર જિલ્લા તંત્ર કટિબદ્ધ છે. જેની ઝાંખી વિકસિત ભારત યાત્રામાં જોઇ શકાય છે. ત્યારે જેઠોલી ગામે ધારાસભ્ય માનસિંહ ચૌહાણ…

Read More

અગ્રણી રમેશભાઈ મૂંગરાના અધ્યક્ષ સ્થાને સૂર્યપરા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, જામનગર      વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં તા.15મી નવેમ્બર ‘જનજાતીય ગૌરવ દિવસ’થી સમગ્ર દેશમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત જામનગર તાલુકાના સૂર્યપરા ગામે અગ્રણી રમેશભાઈ મૂંગરાના અધ્યક્ષ સ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.  આ કાર્યક્રમમાં વડાપ્રધાનના રેકોર્ડેડ સંદેશ, શપથના વિડીઓનું પ્રસારણ તથા વિકસિત ભારત સંકલ્પ યાત્રા ફિલ્મનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મેરી કહાની મેરી જુબાની અંતર્ગત લભાર્થીઓએ સરકારની યોજનાઓ થકી તેઓને મળેલા લાભો અંગે પોતાનો અનુભવ વ્યક્ત કર્યો હતો. વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મહાનુભાવોએ લાભો એનાયત કર્યા હતા.

Read More

જિલ્લા કલેકટર બી.એ.શાહના અધ્યક્ષ સ્થાને સૈનિક કલ્યાણ અને પુર્નવસવાટ સમિતિની બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, જામનગર        બી.એ.શાહ જિલ્લા કલેક્ટર અને પ્રમુખ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ, જામનગરના અધ્યક્ષ સ્થાને સમિતીની ત્રિમાસિક બેઠક અને સેવારત તથા પુર્વ સૈનિકોની સમસ્યા નિવારણ અંગેની બેઠકનું કલેક્ટર કચેરીના સંભાખંડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં નિવૃત જવાનોના પરિવારોને રાજ્ય સરકાર તરફથી માસિક આર્થિક સહાય, દિકરી લગ્ન સહાય, સ્કોલરશીપ, અંતિમ ક્રિયા સહાય, યુદ્ધ જાગીર ભથ્થું તથા કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવતી વિવિધ સહાયની વિગત કચેરીના શ્રી યોગેશ સોનીએ પાવર પોઈન્ટ પ્રેઝ્ન્ટેશનથી રજુ કરી હતી તેમજ પુર્વ સૈનિકો તથા મંડળો તરફથી મળેલ મુદ્દાઓ બાબતે કલેક્ટર સાથે…

Read More

જોડિયા તાલુકાના જશાપર અને શામપર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયા

હિન્દ ન્યુઝ, જામનગર        સમગ્ર ગુજરાતમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા પરિભ્રમણ કરી રહી છે. જેનો હેતુ રાજ્યના છેવાડાના માનવીને સરકારી યોજનાઓની જાણકારી મળવા સાથે પાત્ર ધરાવતા લાભાર્થીઓને યોજનાઓના લાભ આપવાનો છે. આ કાર્યક્રમ અંતર્ગત જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના જશાપર અને શામપર ગામે વિકસીત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓ અને લાભાર્થીઓની ફિલ્મ બતાવવામાં આવી હતી તેમજ સૌએ વિકસિત ભારત અંતર્ગત સંકલ્પ લીધા હતા. કાર્યક્રમમાં લભાર્થીઓએ સરકારી યોજનાઓ થકી પોતાને મળેલા લાભો અંગે અનુભવ જણાવ્યો હતો. તેમજ અધિકારીઓ દ્વારા લોકોને વિવિધ યોજનાઓ…

Read More

વિકસિત ભારત સંકલ્પ યાત્રા – કાલાવડ તાલુકાના મોટા ભાડૂકિયા અને કોઠા ભાડૂકિયા ગામે કાર્યક્રમોનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર      દેશભરમાં ૧૫મી નવેમ્બરથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ થયો હતો. દેશના છેવાડાના માનવી સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ ફ્લેગશીપ યોજનાઓની માહિતી અને લાભો પહોંચાડવા માટે આયોજીત આ સંકલ્પ યાત્રા અંતર્ગત જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના મોટા ભાડૂકિયા અને કોઠા ભાડૂકિયા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવતા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા ગ્રામજનો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં લોકોએ ભાગ લઈને વિકસિત ભારત અંતર્ગત સંકલ્પ લીધો હતો. સંકલ્પયાત્રામાં ગ્રામજનોને જોડાઈને સરકારની વિવિધ યોજનાઓ વિષે જાણકારી મેળવી…

Read More

ઇન્ડીયન એરફોર્સ અને રોજગાર કચેરી જામનગરના સંયુક્ત ઉપક્રમે અગ્નિવીર વાયુ અવેરનેસ સેમિનાર યોજવામાં આવ્યા

હિન્દ ન્યુઝ, જામનગર      ઇન્ડીયન એરફોર્સ અને રોજગાર કચેરી જામનગરના સંયુક્ત ઉપક્રમે જામનગર શહેરની વિવિધ શાળા અને કોલેજોમાં તા.૪ અને તા.૫ ડિસેમ્બરના રોજ અગ્નિવીર વાયુ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. તા.૦૪/૧૨/૨૦૨૩ ના રોજ સવારે શ્રી ગોજીયા શૈક્ષણિક વિદ્યાલય જામનગર ખાતે ૧૭૦થી વધુ વિદ્યાર્થીઓને, શ્રી વી.એમ.મહેતા પંચવટી કોલેજ ખાતે ૮૦ જેટલા વિદ્યાર્થીઓને ત્યારબાદ આઇ.ટી.આઇ જામનગર ખાતે પણ આ અગ્નીવીર વાયુ વિશે માર્ગદર્શનલક્ષી સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૭૦થી વધુ તાલીમાર્થીઓએ હાજર રહીને કારકિર્દીલક્ષી માહિતી મેળવી હતી. તા.૦૫/૧૨/૨૦૨૩ના રોજ જામનગર મ્યુનિસિપલ હાઇસ્કુલ ખાતે પણ સ્ટાફગણ અને વિદ્યાર્થીઓ સાથે મળીને ઉપરોક્ત…

Read More

જામનગરમાં આગામી તા.12 ડિસેમ્બરના જિલ્લા કક્ષાનો મેગા જોબફેર યોજાશે

હિન્દ ન્યુઝ, જામનગર      જામનગર મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, ધારાસભ્ય શ્રીમતી રીવાબા જાડેજા અને મોડેલ કરિયર સેન્ટર, જામનગરના માર્ગદર્શન હેઠળ આગામી તા.12 ડિસેમ્બરના રોજ સવારે 10:30 કલાકે જિલ્લાકક્ષાના મેગા જોબફેરનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોજગાર ભરતી મેળામાં વિવિધ ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ ઉપસ્થિત રહેશે તેમજ નોકરીદાતાઓ દ્વારા સ્થળ પર જ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ઉક્ત મેગા રોજગાર ભરતી મેળામાં ભાગ લેવા માટે ઈચ્છુક ઉમેદવારોએ પોતાનો બાયો-ડેટા, પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ્સ, શૈક્ષણિક લાયકાત અને અનુભવના પ્રમાણપત્રોની નકલો સાથે મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, આઈ.ટી.આઈ. કેમ્પસ, એસ.ટી.ડેપો સામે, જામનગર- આ સ્થળ પર સમયસર…

Read More

આઇ.ટી.આઇ. જામનગર ખાતે તા.11 ડિસેમ્બરના રોજ રોજગાર ભરતી મેળાનું આયોજન

હિન્દ ન્યુઝ, જામનગર      ઓદ્યોગિક તાલીમ સંસ્થા જામનગર દ્વારા તા.૧૧ ડિસેમ્બરના રોજ રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ ભરતીમેળામાં મોટી સંખ્યામાં વિવિધ ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ હાજર રહી સ્થળ પર જ ઉમેદવારોની પસંદગી કરશે. ભરતીમેળામાં હાજર રહેવા માંગતા ઉમેદવારોએ તા.૧૧ના રોજ આઇ.ટી.આઈ.ના સેમિનાર હૉલ ખાતે સવારે ૧૦:૩૦ કલાકે બાયોડેટા, શૈક્ષણિક તેમજ અનુભવની લાયકાત અંગેના પ્રમાણપત્રોની નકલ તેમજ ફોટોગ્રાફ સાથે હાજર ઓદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્યની યાદીમાં જણાવવામાં આવ્યું છે .

Read More

આગામી લોકસભા ચૂંટણી-2024 સંદર્ભે અધિક/નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીઓનો રાજ્યકક્ષાનો તાલીમ વર્કશૉપ યોજાયો

હિન્દ ન્યુઝ, જામનગર લોકસભાની આગામી સામાન્ય ચૂંટણીની પૂર્વતૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે ગાંધીનગર ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીના અધ્યક્ષસ્થાને અધિક/નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીઓનો રાજ્યકક્ષાનો વર્કશૉપ યોજાયો હતો. આ વર્કશૉપમાં ચૂંટણી પ્રક્રિયા સાથે સંબંધિત વિવિધ પાસાઓ અને ભારતના ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી અદ્યતન સુચનાઓ અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. મુક્ત, ન્યાયી અને પારદર્શી ચૂંટણીઓ માટે સંકલ્પબદ્ધ ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભાની આગામી ચૂંટણીઓના સરળ અને સુગમ સંચાલન માટે વિવિધ ચૂંટણી પ્રક્રિયાઓ સંદર્ભે અદ્યતન સુચનાઓ આપવામાં આવી છે. આ સુચનાઓનો રાજ્યભરમાં સુચારૂ અમલ થાય તે સુનિશ્ચિત…

Read More

તા.૬ ડિસેમ્બરના રોજ ગુજરાતના ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે યુનેસ્કો દ્વારા જાહેર કરાશે

હિન્દ ન્યુઝ, જામનગર             ગરબો ભારતીય સંસ્કૃતિની વૈવિધ્યપૂર્ણ એકતા દર્શાવવામાં મહત્વનું સ્થાન ધરાવે છે. જાતિ- ધર્મ, ભાષા – બોલીના ભેદથી ઉપર ઉડીને સામાજિક સમરસતા અને સમૂહજીવનને આકાર આપવામાં ગરબાએ મહત્વનું સ્થાન લીધું છે. ગુજરાતના પ્રજાજીવનને ધબકતું રાખવામાં, જીવંત રાખવામાં ગરબાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ગરબો એટલે ભક્તિભાવ, સ્નેહ અને પારસ્પરિક સહકારનું પ્રતિબિંબ. આપણા સાંસ્કૃતિક વારસાના પ્રતિક સમો, સમુહમાં ગવાતો ગરબો એ સમાજ જીવનનું બહુમૂલ્ય અંગ છે જે પરસ્પર પ્રેરણા ઉત્સાહ ઉપરાંત મા આદ્યશક્તિના આવિર્ભાવથી પ્રગટતી ઉત્કટ ભાવનાનું પ્રતિક છે. સદીઓ પુરાણી આ પરંપરા આજના સાંપ્રત…

Read More