જામનગરમાં આગામી તા.12 ડિસેમ્બરના જિલ્લા કક્ષાનો મેગા જોબફેર યોજાશે

હિન્દ ન્યુઝ, જામનગર 

    જામનગર મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, ધારાસભ્ય શ્રીમતી રીવાબા જાડેજા અને મોડેલ કરિયર સેન્ટર, જામનગરના માર્ગદર્શન હેઠળ આગામી તા.12 ડિસેમ્બરના રોજ સવારે 10:30 કલાકે જિલ્લાકક્ષાના મેગા જોબફેરનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોજગાર ભરતી મેળામાં વિવિધ ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ ઉપસ્થિત રહેશે તેમજ નોકરીદાતાઓ દ્વારા સ્થળ પર જ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

ઉક્ત મેગા રોજગાર ભરતી મેળામાં ભાગ લેવા માટે ઈચ્છુક ઉમેદવારોએ પોતાનો બાયો-ડેટા, પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ્સ, શૈક્ષણિક લાયકાત અને અનુભવના પ્રમાણપત્રોની નકલો સાથે મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, આઈ.ટી.આઈ. કેમ્પસ, એસ.ટી.ડેપો સામે, જામનગર- આ સ્થળ પર સમયસર હાજર થવાનું રહેશે.

આ અંગે, વધુ માહિતી અત્રેની કચેરીના સંપર્ક નં. 0288-2564654 પરથી મેળવી શકાશે. તેમ, મદદનીશ નિયામક (રોજગાર) સરોજ સાંડપા, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related posts

Leave a Comment